જલ્સા કરોને જેંતીલાલ

18+ ઉંમરના લોકો માટે મોટો સમાચાર, આ રીતે કરો રજિસ્ટ્રેશન, જ્યાં જગ્યા હશે ત્યાંની જ અપોઇન્ટમેન્ટ મળશે

મોટા મોટા ડોક્ટરો અને તબીબો તેમજ દેશની સરકાર અને અનુભવી લોકો પણ દરેક લોકોને વિનંતી કરી રહ્યા છે કે કોરોનાની રસી લઈ લો. ગત સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશની 18+ વસતિને રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ ઘણો જટિલ છે.

image source

પોલિસી અંતર્ગત કસૌલીની સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીની મંજૂરી લીધા બાદ 50% ડોઝ કેન્દ્રની પાસે જશે અને બાકીના ડોઝનું વિતરણ રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં કરવામાં આવશે. કોરોનાથી બચવા માટે એક જ ઉપાય છે કે કોરોના રસી લો અને નિયમોનું પાલન કરો. ત્યારે હવે આખા દેશમાં 18 અને એનાથી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન 1 મેથી શરૂ થવાનું છે. એના માટેનું રજિસ્ટ્રેશન આજથી એટલે કે 28 એપ્રિલથી શરૂ થવાનું છે.

પરંતુ આજના તબક્કે માહોલ એવો ઉભો થયો કે સરકારે રજિસ્ટ્રેશનની તારીખની તો જાહેરાત કરી દીધી હતી, પરંતુ કયા સમયથી રજિસ્ટ્રેશન શરૂ થશે એ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. જેના કારણે લોકોએ મોડી રાતથી જ કોવિન પોર્ટલ, આરોગ્ય સેતુ અથવા ઉમંગ એપ પર રજિસ્ટ્રેશનના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. લોકોએ મોડી રાતથી જ પોતાનો વારો પહેલાં આવી જાય એ હેતુંથી પ્રયત્નોવ કર્યા પણ પ્રોસેસ શરૂ ના થતાં લોકોએ સોશિયલ મીડિયા પર ફરિયાદો કરવાનું પણ શરૂ કર્યું હતું.

image source

ત્યાર પછી આરોગ્ય સેતુ એપ દ્વારા સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી હતી અને જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારની સ્પષ્ટતા પ્રમાણે 18+ ઉંમરના જે લોકો વેક્સિન લગાવવા માગે છે તેમના માટે બુધવારે સાંજે 4 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. આવા લોકોને અપોઈન્ટમેન્ટ પણ પ્રાઈવેટ અથવા રાજ્ય સરકારનાં જે સેન્ટર્સમાં જગ્યા હશે એ આધારે મળશે.

તો હવેની પરિસ્તિથિ પ્રમાણે જો આપણે વાત કરીએ તો રાજ્યમાં એક મેના રોજ વેક્સિનેશન માટે તૈયાર સેન્ટર્સના આધારે જ લોકોને અપોઈન્ટમેન્ટ આપવામાં આવશે. આરોગ્ય સેતુના ટ્વિટર હેન્ડલ પર સાંજે 4 વાગ્યાએ રજિસ્ટ્રેશન શરૂ થતું હોવાની જાહેરાત કરવામાં આવી છે, તેથી એ માટે ઘણા સમય પહેલાંથી જ પ્રયત્ન કરતા લોકોએ સોશિયલ મીડિયા પર ઘણી નારાજગી વ્યક્ત કરી છે.

તેમનું કહેવું છે કે સરકારે સમયની જાહેરાત પહેલેથી જ કરવાની જરૂર હતી. લોકો 28 એપ્રિલ રાતે 12 વાગ્યાથી જ રજિસ્ટ્રેશનનો પ્રયત્ન કરતા હતા. ઉલ્લેખનીય છે કે રસીના ભાવો વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને કોવેક્સિન માટે ભારત બાયોટેક પાસેથી ડોઝદીઠ 150 રૂપિયા કિંમત ચૂકવવાની ડીલ કરી છે તેમજ રાજ્યો માટે કોવિશીલ્ડનો એક ડોઝ 400 રૂપિયા અને કોવેક્સિનનો એક ડોઝ 600 રૂપિયાનો પડશે.

જો કે આ બધી જ ડીલ અને સોદા વચ્ચે આમ જનતાને અને રાજકારણીઓને ઘણા સલાવો થઈ રહી છે. પરંતુ અફસોસ એ વાતનો છે કે કોઈ પાસે આ સવાલોના જવાબો નથી. કેન્દ્ર અને રાજ્યોની સરકારો માટે કિંમત અલગ અલગ કેમ? કેન્દ્ર જાતે કેમ ખરીદીને રાજ્યોને વેક્સિન ડોઝ નથી આપી રહ્યું? રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલોને મળનાર વેક્સિન ડોઝનું વિતરણ કેવી રીતે કરવામાં આવશે?

આવા અનેક સવાલો થઈ રહ્યા છે અને જેને લઈને રાજકારણ પણ ગરમાયું છે. રાજસ્થાન, ઝારખંડ, પંજાબ અને છત્તીસગઢના સ્વાસ્થ્યમંત્રીઓએ સંયુક્ત પ્રેસ-કોન્ફરન્સ યોજી અને કહ્યું છે કે કેન્દ્ર તેમની સાથે સોતેલો વ્યવહાર કરી રહ્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આખરે પહેલી મે પછી કઈ રીતે રસીકરણનું કામ પાર પડે છે અને અલગ અલગ રાજ્યો એમાં કઈ રીતે મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version