જલ્સા કરોને જેંતીલાલ

તમારા અને પરિવારનાં સભ્યો માટે આ રીતે બનાવો PVC આધારકાર્ડ, આ રહી પ્રોસેસ

ગયા વર્ષ સુધી પોલિ વિનાઇલ ક્લોરાઇડ (PVC) કાર્ડ પર આધારકાર્ડ પ્રિન્ટ કરવું માન્ય નહોતું પરંતુ હવે સરકારે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ રીતે એટલે કે પોલિ વિનાઇલ ક્લોરાઇડ (PVC) કાર્ડ પર આધારકાર્ડ પ્રિન્ટ કરવાની છૂટ આપી છે. ખુદ UIDAI એ જ લોકોને આ માટેની સુવિધા આપવાનું નક્કી કર્યું છે. તમે પણ આધારકાર્ડની વેબસાઈટ પરથી માત્ર તમારા માટે જ નહીં પણ તમારા આખા પરિવાર માટે PVC આધારકાર્ડ ઓર્ડર કરી શકો છો. અને આ માટેની પ્રોસેસ શું છે એ પણ અમે આપને અહીં જણાવી રહ્યા છીએ.

પોલિ વિનાઇલ ક્લોરાઇડ (PVC) કાર્ડની વિશેષતા

image source

સૌથી પહેલા તો તમારે એ જાણવું જરૂરી છે કે પોલિ વિનાઇલ ક્લોરાઇડ (PVC) કાર્ડ એ ATM કાર્ડ જેવા જ હોય છે. અને આ કાર્ડ પાણી તથા તૂટી જવાથી ઘણા અંશે સલામત છે. એ સિવાય નવા પોલિ વિનાઇલ ક્લોરાઇડ (PVC) આધારકાર્ડ અમુક નવા સિક્યુરિટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

image source

પોલિ વિનાઇલ ક્લોરાઇડ (PVC) આધારકાર્ડ પ્રિન્ટ કરવા અને ઘરે મંગાવવા માટે માત્ર 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહે છે. તમે જેટલા વ્યક્તિના પોલિ વિનાઇલ ક્લોરાઇડ (PVC) આધારકાર્ડ બનાવવા ઇચ્છતા હોવ તેના પ્રત્યેકના 50 રૂપિયા લેખે ફી ચુકવવાની રહેશે. દાખલા તરીકે જો તમારા ઘરે 5 સભ્યોના પોલિ વિનાઇલ ક્લોરાઇડ (PVC) આધારકાર્ડ બનાવવાના હોય તો તમારે 250 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

image source

પોલિ વિનાઇલ ક્લોરાઇડ (PVC) આધારકાર્ડનો ઓર્ડર આપવા માટે તમારે સૌપ્રથમ આ લિંક https://residentpvc.uidai.gov.in/order-pvcreprint પર ક્લિક કરી તેમાં દર્શાવ્યા મુજબ 12 અંકોનો આધાર નંબર અને સિક્યુરિટી કોડ જે તમારી સ્ક્રીન પર દેખાશે તે નાખવો.

image source

ત્યારબાદ તમને બે વિકલ્પ આપવામાં આવશે જેમાં મોબાઈલ નંબર રજીસ્ટર્ડ હોવાનો અને ન હોવાનો વિકલ્પ હશે. તમે તેમાંથી તમારી સુવિધા મુજબનો વિકલ્પ પસંદ કરી શકો છો. જો તમે તમારા પરિવારજનોના પણ PVC આધારકાર્ડ બનાવવા ઇચ્છતા હોય તો તેનો આધાર નંબર અને તમારો મોબાઈલ નંબર નાખી, OTP મંગાવી ઓર્ડર કરી શકો છો.

image source

આધાર નંબર, સિક્યુરિટી કોડ અને ઓટીપી નાખ્યા બાદ તમારા આધારકાર્ડની વિગતો ઓપન થશે તેને બરાબર ચકાસીને બાદમાં પેમેન્ટ કરવું. પેમેન્ટ માટે તમને યુપીઆઈ, ઇન્ટરનેટ બેન્કિંગ અને ડેબિટકાર્ડથી પેમેન્ટ કરવાનો વિકલ્પ મળશે. પેમેન્ટ કર્યા બાદ તેની રસીદ તમે ડાઉનલોડ કરી શકો છો અને બાદમાં રસીદ પર આપવામાં આવેલા 28 અંકોના સર્વિસ રિકવેસ્ટ નંબર દ્વારા ટ્રેક પણ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version