આધાર કાર્ડને લોક કરવાની આ ટેકનિક છે જોરદાર, ક્લિક કરીને જાણો તમે પણ

દરેક જગ્યાએ જરૂરી એવા આધાર કાર્ડને લોક કરી ડેટા રાખો સુરક્ષિત, આ છે સરળ કામ

image source

ડિજિટલાઈઝેશનથી લાભ થવાની સાથે ઘણા નુકસાન પણ થાય છે. તેનાથી વ્યક્તિની પર્સનલ જાણકારી લીક થવા અને તેનો ઉપયોગ લોકોને નુકસાન પહોંચે તે માટે કરવાનું પ્રમાણ પણ વધી ગયું છે. વર્તમાન સમયમાં દરેક ડોક્યુમેન્ટ સ્માર્ટફોનમાં સેવ કરી શકાય છે.

પરંતુ આમ કરવાથી તેના ડેટા ચોરી થવાનો ભય વધી જાય છે. વળી આધાર કાર્ડ જેવા મહત્વના કાર્ડની જરૂર દરેક જગ્યાએ પડે છે અને તેને સાથે રાખવું ક્યારે શક્ય બનતું નથી. તેવામાં અનિવાર્ય છે કે તમે સ્માર્ટફોનમાં જ તેને સેવ રાખો.

image source

ડેટા ચોરી થવાની સમસ્યાને પહોંચી વળવા માટે આધાર ડેટાને સુરક્ષિત કરવા માટે યુઆઈડીએઆઈ એ આધાર લોક-અનલોક કરવાની સુવિધા યૂઝર્સ માટે રાખી છે. આ સુવિધાનો લાભ લઈ તમે આધારની મહત્વની જાણકારીને વધારે સુરક્ષિત રાખી શકો છો. આધારની જાણકારીને બે રીતે લોક કરી શકાય છે.

જો તમે ઈંટરનેટનો ઉપયોગ કરતાં હોય તો યુઆઈડીએઆઈની વેબસાઈટ uidai.gov.in પર જઈ આધારને લોક કરી શકો છો.

image source

આ ઉપરાંત તમે તમારા મોબાઈલ નંબર જે આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ હોય તેનાથી 1947 પર મેસેજ કરી આધારને લોક કરાવી શકો છો.

ઓફલાઈન આધાર લોક અને અનલોક

image source

1. આધાર નંબરને આ રીતે કરો લોક

– પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી માટે 1947 પર એસએમએસ કરો.

– મેસેજમાં GETOTP લખી પછી સ્પેસ છોડી અને આધાર નંબરના અંતિમ ચાર ડિજિટ લખવા.

– એસએમએસ સેન્ડ કર્યા બાદ એક 6 અંકનો ઓટીપી મળશે.

– ફરી ઉપરના નંબર પર એક મેસેજ કરો જેમાં LOCKUID લખી પછી સ્પેસ આપી આધાર નંબરના અંતિમ ચાર અંક લખી સ્પેસ આપી 6 અંકનો ઓટીપી લખો.

– આ એસએમએસ સેન્ડ કર્યા બાદ તમારો આધાર નંબર લોક થઈ જશે.

image source

આધાર નંબરને આ રીતે કરો અનલોક

– પોતાના નંબર પરથી 1947 પર એસએમએસ કરો. તેમાં જે મેસેજ ટાઈપ કરો તેમાં GETOTP લખી સ્પેસ આપી અને આધાર નંબરના છેલ્લા ચાર આંકડા લખો.

– એસએમએસ સેન્ડ કર્યા પછી 6 અંકનો ઓટીપી મેસેજથી મળશે.

image source

– ત્યારબાદ ફરી એક એસએમએસ સેન્ડ કરો જેમાં UNLOCKUID લખી સ્પેસ આપી વર્ચુઅલ આઈડીના અંતિમ છ આંકડા લખી સ્પેસ આપી અને આધાર નંબરના છેલ્લા ચાર આંકડા લખી મેસેજ 1947 પર સેન્ડ કરી દો. આ પ્રોસેસ બાદ આધાર કાર્ડ અનલોક થઈ જશે.

ઓનલાઈન આ રીતે આધાર કાર્ડ કરો લોક અને અનલોક

Related image
image source

– સૌથી પહેલા uidai.gov.in વેબસાઈટ પર જવું. અહીં ટોપ પર માય આધારનો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરવાથી કેટલાક વિકલ્પ જોવા મળશે. તેમાં આધાર લોક અને અનલોક કરવાનો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો.

image source

– લોક કરવા માટે યુઆઈડી નંબર, ફુલ નામ, પિનકોડ લખવાનો રહે છે. મોબાઈલમાં વન ટાઈમ પાસવર્ડ આવશે જેને સબમિટ કરવાથી આધાર લોક થઈ જશે.

– અનલોક કરવા માટે વર્ચુઅલ આઈડી અને સિક્યોરિડી કોલ એડ કરવાની જરૂર પડશે. ઓટીપી એડ કર્યા બાદ આધાર કાર્ડ અનલોક થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ