OMG! આ દેશમાં જિન્સ પહેરવા અને પોર્ન વિડિયો જોવા પર મળે છે કાળજુ કંપાવનારી મોતની સજા….

દુનિયાનો આ અનોખો દેશ જ્યાં જિન્સ પહેરવા અને પોર્ન વિડિયો જોવા પર મળે છે કાળજુ કંપાવનારી મોતની સજા, નોર્થ કોરિયાના આ કાયદાઓ જાણીને તમે ભગવાનનો આભાર માનશો કે તમારો જન્મ ત્યાં નથી થયો

આમ તો વિશ્વમાં એવા ઘણા બધા દેશ છે જ્યાં કાયદા ચિત્ર-વચિત્ર હોય છે. અહી રહેનારા લોકોને આ વિચિત્ર કાયદાઓનું પાલન કરવું જ પડે છે. અને જો તેઓ આ કાયદાનુ પાલન ન કરે તો તેમને કડકમાં કડક સજા આપવામા આવે છે. આવો જ એક કડક કાયદા ધરાવતો દેશ છે નોર્થ કોરિયા. અહીંના કાયદા ખૂબ જ કડક અને અટપટા હોય છે. આ દેશના કાયદા એટલા વિટિત્ર છે કે સામાન્ય માણસની આઝાદીમાં અવરોધ ઉભા કરે છે. આ કાયદાનું પાલન ન કરવમાં આવે તો વ્યક્તિને કડકમાં કડક સજા મળે છે. આ કાયદો એક સામાન્ય વ્યક્તિની સ્વતંત્રતાને અવરોધે છે.

image source

નોર્થ કોરિયામાં તમે પોર્ન ફિલ્મ નથી જોઈ શકતા. જો પોર્ન ફિલ્મ જોતા કોઈ વ્યક્તિ મળી જાય તો તેને મૃત્યુની સજા આપવામાં આવે છે. નોર્થ કોરિયામાં સરકારી તાનાશાહી એટલી હદે છે કે અહીં માત્ર મિલિટ્રીવાળા અને સરકારી અધિકારીઓ જ પાસે જ કાર રાખવાનો અધિકાર હોય છે. જો કોઈ આ કાયદાને તોડવાનો પ્રયાસ કરે છે તો તેને કડકમાં કડક સજા આપવામા આવે છે.

નોર્થ કોરિયામાં જીન્સ પહેરવા પર પણ પ્રતિબંધ છે. અહીં કોઈ જીન્સ નથી પહેરી શકતું. જો કોઈ ભૂલથી પણ જીન્સ પહેરી લે તો તેને સખત સજા કરવામા આવે છે. જો કે સજાના ડરથી અહીંના લોકો જિન્સ પહેરવાની હિમ્મત જ નથી કરી શકતા. જીન્સ પહેરવા પર પણ અહીં મૃત્યુની સજા આપવામાં આવે છે.

image source

આ ઉપરાંત પણ કેટલાક અત્યંત વિચિત્ર કાયદા નોર્થ કોરિયામાં અમલી છે. જે વિષે જાણીને તમને ભગવાનનો આભાર માનવાનું મન થશે કે તમારો જન્મ ત્યાં નથી થયો. તો ચાલો તમને તે વિષે પણ જણાવી દઈએ.

– વિદેશી મ્યુઝિક સાંભળવા કે વિદેશી ભાષાની ફિલ્મ જોવી તે અહીં એક ગુનો બને છે. 2015માં કીમ જોન્ગ ઉનએ એક આદેશ આપ્યો હતો જેમાં બધી જ કેસેટ્સ ટેપ અને સીડીઓનો નાશ કરવામા આવ્યો હતો જેના ગીતો પર દેશમા પર્તિબંધ મુકવામા આવ્યો હતો. અને જે કોઈ પણ આવી ફિલ્મો કે મ્યુઝિક સાંભળતું તેની સજા તે કયા દેશનું સંગીત અને ફિલ્મ છે તેના પર આધારિત હોય છે. જેમ કે કોઈ અમેરિકન ફિલ્મ જોતું જોવા મળે તો તેને મૃત્યુની સજા અને જો કોઈ ભારતીય ફિલ્મ જોતું જોવા મળે તો તેને જેલની સજા ફટકારવામા આવે છે.

image source

– વિદેશમાં કોલ કરવો તે પણ અહીં ગુનો બને છે. 2007માં એક વ્યક્તિએ કેટલાક ઇટરનેશનલ કોલ્સ કર્યા હતા જેને મારી નાખવામા આવ્યો હતો.

– કીમ પોતાની સ્પીચ આપતો હોય અને તે મિટિંગમાં જો કોઈ વ્યક્તિ ઝોલું ખાઈ લે તો તેને કડક સજા ફટકારવામા આવે છે. તમને જણાવી દઈએ કે નોર્થ કોરિયાના ડીફેન્સ મિનિસ્ટર હ્યોન યોન્ગ ચોલને 2015માં એન્ટી એરક્રાફ્ટ ગનથી 100 લોકોની સામે મારી નાખવામાં આવ્યા હતા અને તે માત્ર એટલા માટે કારણ કે તે કીમ ચોન્ગ ઉનની ઇવેન્ટમાં ઝોલા ખાતા જોવા મળ્યા હતા.

image source

– એવી કોઈ પણ બાબત જે કીમ જોન્ગ ઉનના પરિવાર, નોર્થ કોરિયાની સરકાર અને નોર્થ કોરિયાના રાજકારણીઓનું અપમાન કરતી હોય તે બાબતને ગુનો ગણવામાં આવે છે અને તેની ગંભીર સજા આપવામા આવે છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા એક માતાને માત્ર એટલા માટે જેલ કરવામાં આવી હતી કારણ કે તેણીએ પૂર્વ પ્રેસિડેન્ટ કીમ સંગની તસ્વીર આગમાં બળતી બચાવવાની જગ્યાએ પોતાના દીકરાને બચાવ્યો હતો. તમને એ પણ કહી દઈ કે જો તેની તસ્વીર પરથી જો ધૂળ પણ ન ખંખેરવામા આવે હોય તો પણ તમને ગુનેગાર ગણવામાં આવે છે.

– અહીં માત્ર પુરુષ અધિકારીને જ વાહન ચલાવવાની મંજુરી છે. સ્ત્રીઓને વાહન ચલાવવાની પરમિશન નથી આપવામાં આવતી પછી તે ટ્રાફિક અધિકારી પણ કેમ ન હોય. અહીની સરકારના પ્રતિબંધો પ્રમાણે 100 લોકોએ માત્ર એક જ વ્યક્તિને કાર ચલાવવાનો હક્ક છે.

image source

– 8મી જુલાઈ 1994ના દિવસે કે જ્યારે નોર્થ કોરિયન પ્રેસિડેન્ટ કીમ – સંગ મૃત્યુ પામ્યા હતા ત્યારે સ્મિત કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ દિવસે જોરથી બોલવું, નૃત્યુ કરવું, મદ્યપાન કરવું આ બધા પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. અને જો આ નિયમનું ઉલંઘન કરવમાં આવે તો તે વ્યક્તિને લેબર કેમ્પમાં મોકલી દેવામાં આવે અથવા તો તેને મોતની સજા આપવમા આવે છે.

– અહીં પૂર્વ રાષ્ટ્રપતિ કીમ સંગના પાર્થિવ દેહને એક ના મકબરામાં રાખવામાં આવી છે અને જે પણ ટુરિસ્ટ ત્યાંથી પસાર થાય તેણે તેના પગ આગળ શરીર નમાવીને નમન કરવું પડે છે.

– અહીં ઉલટું છે. અહીં મેરિજુઆનાનું સેવન કરવું યોગ્ય છે અને બાકીના જગત વિરુદ્ધ અહીં તેનો વેપાર, વપરાશ કરવાથી કોઈ જ ગુનો બનતો નથી.

– અહીં જીન્સ પહેરવાની તો મનાઈ છે જ પણ સાથે સાથે સ્ત્રીઓએ ગોઠણ નીચેના જ સ્કર્ટ પહેરવાની છૂટ છે અને બિકિની પહેરવાની તો સદંતર ના છે.

image source

– નોર્થ કોરિયામા લોકો માટે માત્ર ત્રણ જ ટેલિવિઝન ચેનલ છે અને તે પણ સરકારના અંકુશ હેઠળ.

– અહીંના લોકોને વિદેશ પ્રવાસની પણ મનાઈ છે અને તેના માટે ખાસ પરમિશન લેવી પડે છે જો તેમ કરતાં જણાય તો તેમને લેબર કેમ્પ્સમાં મોકલી દેવામા આવે છે અથવા તો તેમને મારી નાખવામા આવે છે.

– અહીં ઇન્ટરનેટ વાપરવા પર પણ ઘણા બધા પ્રતિબંધો મુકવામા આવ્યા છે. અહીં માત્ર 28 વેબસાઇટ્સ જ વાપરી શકાય છે તે પણ સરકારના સુપરવિઝન હેઠળ.

– અહીં કોઈ વ્યક્તિને પોતાની કેરિયર એટલે કે પોતાનો વ્યવસાય પસંદ કરવાની પણ છૂટ નથી. અહીંની સરકાર જ પોતાના દેશની જરૂરિયાતને આધારે વ્યક્તિનો વ્યવસાય નક્કી કરે છે. અને જે લોકો તેને નથી માનતા તેમને કાં તો કોન્સન્ટ્રેશન કેમ્પ્સમાં મોકલી દેવામા આવે છે અથવા તો લેબર કેમ્પમાં મોકલી દેવામા આવે છે.

– 2013માં કીમ જોન્ગ ઉને હેરકટને લઈને એક યાદી બહાર પાડી હતી. અને તે જ હેર કટ દેશના લોકો કરાવી શકે છે. તે યાદીમાં 28 સ્ટેટ એપ્રૂવ્ડ હેરસ્ટાઇલ હતી. જેમાંથી 18 સ્ત્રીઓ માટે અને 10 પુરુષો માટે.

image source

– અહીંની સરકાર એ પણ નક્કી કરે છે કે કયા લોકોએ ક્યા રહેવું અને તે પણ તેમના રાજ્ય સાથેના સંબંધના આધારે. કેપિટલ પ્યોન્ગ્યાંગમાં રહેવા માટે સરકારની મંજુરીની જરૂર પડે છે.

– હાલના પ્રેસિડેન્ટ જેવું જ નામ રાખવાની મંજુરી પણ અહીંના લોકોને નથી. માટે જે લોકોના નામ કીમ હતા તે બધાએ પોતાના નામ બદલવા પડ્યા હતા.

– ધાર્મિક સ્વતંત્રતા એ ઉત્તર કોરિયામાં એક મિથ ગણવામાં આવે છે. તે સત્તાવાર રીતે એક એથિસ્ટ એટલે કે નાસ્તિક દેશ છે. પશ્ચિમી ધર્મો તેમજ તેનું અનુકરણ અને સાહિત્યો પર અહીં પ્રતિબંધ છે. જે લોકો અહીં બાઇબલ વહેંચે છે તેમને જાહેરમાં મારી નાખવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે 2014માં અમેરિકન જેફ્રી ફોલને પાંચ મહિનાની જેલની સજા કરવામા આવી હતી કારણ કે તે પોતાની બાઈબલ અહીંના રેસ્ટોરન્ટના બાથરૂમમાં ભૂલી ગયો હતો. અહીંના ચર્ચ દેશની સરકારના તાબા હેઠળ છે.

– અહીં જે કોઈ પણ પ્રવાસી દેશની મુલાકાતે આવે છે તેમણે પોતાના ફોન તેમજ કમ્પ્યુટર્સ જમા કરાવવા પડે છે અને જ્યારે તેઓ દેશ છોડવાના હોય છે ત્યારે જ તેમને તે પાછા મળે છે.

– અહીંના 17 વર્ષથી વધારે ઉંમરના બધા જ નાગરિકોએ ફજિયાત ઇલેક્શનમાં વોટ આપવાના હોય છે. ઇલેક્શન પાર્ટીના લીડરને પસંદ કરવા માટે આવે છે જે આગળ જતા દેશ પર રાજ કરે પણ અહીં તો સામાન્ય રીતે એક જ કેન્ડીડેટ હોય છે !

– જો કુટુંબની એક વ્યક્તિ પણ અહીં આત્મહત્યા કરે તો અહીં આખા કુટુંબને સજા આપવામા આવે છે. અને જો અહીં કોઈ એક વ્યક્તિ ગુનો કરે તો તેની આવનારી ત્રણ પેઢીના પરિવારને તેની સજા કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ