એક્ટ્રેસ બન્યા પહેલા 15 વર્ષની ઉંમરે સોનમ કપૂર કરતી હતી વેઇટરનું કામ, જાણો સોનમ સાથે જોડાયેલી અજાણી વાતો

ફિલ્મ જગતના મોટા પરિવારોમાં જન્મ લીધા પછી પણ ઘણા એવા કલાકાર છે જેમને ફિલ્મોમાં એન્ટ્રી કરતા પહેલા નોકરી કરી છે. એ કલાકારોમાંથી એક છે નીરજા અભિનેત્રી સોનમ કપૂર. સોનમ બોલિવુડના કપૂર પરિવાર સાથે સંબંધ ધરાવે છે, જે સદાબહાર અભિનેતા અનિલ કપૂરની દીકરી અને અર્જુન કપૂરની કઝીન સિસ્ટર છે. સોનમ કપૂર ખુદ પણ એક સફળ અભિનેત્રી છે.પણ શું તમે જાણો છો કે ફિલ્મોમાં પ્રવેશ કરતા પહેલા સોનમ કપૂર પણ નોકરી કરી ચુકી છે, એ પણ કોઈ મોટી કંપનીમાં નહિ પણ વેઇટ્રેસની. સોનમ કપૂરના ફિલ્મી કરીયરથી તો આપ સૌ વાકેફ છો પણ આજે અમે તમને એમની જિંદગી સાથે જોડાયેલ અમુક રસપ્રદ કિસ્સા જણાવીશું

image source

સોનમ કપૂર ફિલ્મ જગતના જકકાસ અભિનેતા અનિલ કપૂરની દીકરી છે. અનિલ કપૂરને મનોરંજન જગતના સૌથી ફિટ અને યુવા અભિનેતા કહેવામાં આવે છે. એવામાં એમની દીકરી સોનમને આખરે વેઇટ્રેસની નોકરી કેમ કરવી પડી, આ સવાલ ઘણા બધા લોકોના મનમાં ઉઠ્યો હશે. અમે તમને જણાવીશું કે સોનમ કપૂરે આ નોકરી કોઈ મજબૂરીમાં નહિ પણ પોતાની પોકેટમની વધારવા અને પોતાની જરૂરિયાતોને પુરી કરવા માટે કરી હતી. સોનમ જ્યારે માત્ર 15 વર્ષની હતી તો એમને એક રેસ્ટોરેન્ટમાં કામ કરવાનું શરૂ કરી દીધું જ્યાં એ વેટરનું કામ કરતી હતી પણ સોનમ કપૂરે આ નોકરી એક અઠવાડિયામાં છોડી દીધી.

image source

આજના સમયમાં સોનમ કપૂર ફિલ્મ જગતની સૌથી ફિટ અભિનેત્રીઓમાં સામેલ છે. એમને ફિલ્મી દુનિયામાં ફેશનિસ્ટ પણ કહેવામાં આવે છે પણ એક સમય હતો જ્યારે સોનમ ખૂબ જ જાડી હતી. એમની મેદસ્વીતાના કારણે કોલેજના દિવસોમાં લોકો એમનો મજાક ઉડાવતા હતા. જેનો ખુલાસો ખુદ સોનમે કર્યો હતો. સોનમ 15 થી 20 વર્ષની ઉંમર વચ્ચે PCOCની બીમારીથી પીડિત હતી જેના કારણે એમનું વજન ખૂબ જ ઝડપથી વધી રહ્યું હતું. પોતાના ભારે વજનના કારણે સોનમે પોતાના બોયફ્રેન્ડને છોડી દીધો. એમના બોયફ્રેન્ડે એમની મેદસ્વીતાને કારણે સોનમની જેમતેમ કહ્યું હતું એ પછી સોનમે સામેથી જ સંબંધ તોડી નાખ્યો.

image source

સોનમ કપૂર અને અર્જુન કપૂર કઝીન ભાઈ બહેન છે. અર્જુન બોની કપૂરનો દીકરો છે અને સોનમઃ કપૂરની ઘણી નજીક છે. આ બન્નેએ એક જ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. જ્યારે પણ સોનમ કપૂરનો સ્કૂલમાં કોઈની સાથે ઝગડો થઈ જતો હતો તો એ એના ભાઈ અર્જુનને લઈને લડવા માટે પહોચી જતી હતી. પણ અર્જુને એક કિસ્સો જણાવતા કહ્યું હતું કે સોનમના કારણે એમને સ્કૂલના એક સિનિયરનો માર ખાધો. સોનમની સ્કૂલના એક સિનિયરે સોનમનો બોલ છીનવી લીધો અને સોનમ રડતી રડતી પોતાના ભાઈ અર્જુન પાસે પહોંચી ગઈ. સોનમની આંખોમાં આંસુ જોઈ અર્જુન એ છોકરા સાથે લડવા ચાલ્યો ગયો. અર્જુને જણાવ્યું કે સોનમના કારણે એ સમયે એમની ખૂબ જ ધુલાઈ થઈ કારણ કે સિનિયર બોક્સિંગ ચેમ્પિયન હતો.

image source

સોનમ કપૂરે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2007માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાંવરિયાથી કરી હતી. આ ફિલ્મમાં સોનમની સાથે રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. સોનમ કપૂરનું નામ આજે બોલીવુડની એ લિસ્ટર અભિનેત્રીઓમાં સામેલ છે. પણ કદાચ બહુ ઓછા લોકો એ જાણે છે કે સોનમ કપૂર ક્યારેય અભિનેત્રી બનવા નહોતી માંગતી.વાસ્તવમાં સોનમ કપૂર લેખક અને નિર્દેશક બનવા માંગતી હતી. જેના કારણે એ મુંબઈ પરત ફરી હતી અને એમને આસિસ્ટન્ટ તરીકે સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2005માં આવેલી રાની મુખર્જીની ફિલ્મ બ્લેકમાં સોનમે આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે કામ કર્યું. સોનમ તો લેખક બનવાનું સપનું લઈને આવી હતી પણ સંજય લીલા ભણસાલી એમને અભિનેત્રી બનાવવા માંગતા હતા. સાંવરિયા માટે સોનમને મનાવવામાં લગભગ દોઢ વર્ષનો સમય લાગ્યો.

image source

સોનમ કપૂરે પોતાના કરિયરમાં અત્યાર સુધી લગભગ 23 ફિલ્મોમાં કામ કર્યું છે જેમાંથી 11 ફિલ્મોએ બોક્સઓફિસ પર દમ તોડી દીધી. પણ તેમ છતાં પોતાના ફિલ્મી સફરમાં જે 6 ઉમદા ફિલ્મો આપી, એને એમને બોલીવુડની સુપરહિટ અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ કરી દીધી. એમની ફિલ્મોમાં નીરજા, રાંઝણા, ભાગ મિલખા ભાગ, વિરે દી વેડિંગ, પ્રેમ રતન ધન પાયો અને પેડમેન સામેલ છે. નીરજા સોનમ કપૂરના અત્યાર સુધીના કરિયરમાં સૌથી સારી ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મ માટે એમને નેશનલ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા. સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા અને એ ઘણીવાર પોતાના પતિ સાથે ભારત અને લંડનની સફર કરતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong