આસારામની સાથે પીએમ મોદીનો ફોટો વાયરલ, ફરહાન અખ્તરે આપ્યો સનસતો જ્વાબ

જોધપુર સેન્ટ્રલ જેલમાં એસટી/એસટી વિશેષ અદાલતએ નાબાલિકના બળાત્કારના મામલામાં આસારામને દોષી જાહેર કર્યો છે. અદાલતના આ ચુકાદાની સાથે સોશિયલ મીડિયા પર એક્શન-રિએક્શન શરૂ થઈ ગયા છે. કેટલાંક લોકો આ નિર્ણયને લઈને બહુ ખુશ દેખાય રહ્યા છે, તો કેટલાંક લોકોએ અદાલતના આ ચૂકાદાનો વિરોધ કર્યો છે. પરંતુ આ બધાની વચ્ચે ફરહાન અખ્તરએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે આસારામનો ફોટો શેર કરનાર લોકોને વળતો જવાબ આપ્યો છે. હકીકતમાં કેટલાંક લોકો એક જુના કાર્યક્રમમાં પીએમ મોદી અને આસારામની તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આસારામને સજા મલતાની સાથે ટ્વિટર પર લોકોના રિએક્શન જોવા મળી રહ્યા છે. એક તરફ સામાન્ય લોકો કમેન્ટ કરી રહ્યા છે અને ટ્વીટ કરી રહ્યા છે. તો બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ લોકો ટિપ્પણી કરી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તરે પણ ટ્વીટ કરી છે. આસારામ એક ચાઈલ્ડ રેપિસ્ટ છે અને તેના માટે તેમણે સજા આપવાની જાહેરાત કરવામાં આવી છે. એટલાં માટે પીએમ મોદી સાથે ફોટો શેર કરી રહ્યા છે તે લોકો આવું કરવાનું બંધ કરે.

તઅભિનેતા ફરહાન અખ્તરએ આગળ લખ્યું કે, આસારામએ નાબાલિકની સાથે બળાત્કાર કર્યો અને હવે તેને આ અપરાધમાં દોષી જાહેર કર્યો છે. તે સારી બાબત છે. પરંતુ મહેરબાની કરીને પીએમ મોદીની સાથે ફોટો શેર કરવાનું બંધ કરો. આસારામ અપરાધી સાબિત થયો એ તેમણી સાથે એક સ્ટેજ પર હોવું એ કઈ અપરાધ નથી. કૃપા કરીને નિષ્પક્ષ રહો અને સમજવાનો પ્રયત્ન કરો કે જેમ આપણને નહતી ખબર તે વીજ રીતે વડાપ્રધાનને પણ નહતી ખબર કે આસારામ બળાત્કારી હશે.તમને જણાવી દઈએ કે, અદાલતના નિર્ણયમાં આસારામ સિવાય અદાલચએ શિલ્પી અને શરદચંદ્રને દોષી જાહેર કર્યો છે, જ્યારે શિવા અને પ્રકાશને નિર્દોષ જાહેર કર્યા છે. જોધપુર સેન્ટ્રલ જેલની અંદર બનાવામાં આવેલી વિશેષ કોર્ટના જજ મધુસુદન શર્માએ પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જોધપુર સેન્ટ્રલ જેલમાં આસારામ છેલ્લા ચાર વર્ષ કરતા પણ વધારે સમયથી જેલમાં છે. સજા પર ચર્ચા દરમિયાન આસારામના વકીલએ જજમે ઓછામાં ઓછી સજા આપવાની માંગણી કરી હતી.

તેમજ અવું કહેવામાં આવી રહ્યું છે કે, આસારામને ઓછામાં ઓછી દસ વર્ષની જેલની સજા થઈ શકે છે. આસારામ બાપુ માટે બુધવાર ખરાબ સાબિત થયો. અદાલતે તેમણે દોષી જાહેર કર્યા. આસારામ છૂટી જાય તે માટે તેમણા ભક્તો અલગ અલગ રીતે પ્રાર્થના કરી રહ્યા છે. તેની સાથી આસારામ બાપૂએ પોતાના અનુયાયિઓને શાંતિ રાખવા માટે અપીલ કરી હતી. ચુકાદાના એક દિવસ પહેલાં એટલે કે મંગળવારે સેન્ટ્રલ જેલમાં આસારામ એકદમ શાંત જોવા મળ્યો હતો.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ આવી અનેક બોલીવુડની જાણી અજાણી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

 

ટીપ્પણી