પેટ્રોલના વધતા ભાવ વચ્ચે CNGના ભાવ થોડા રાહત આપે એવા છે. આ પેટ્રોલ કરતાં સસ્તું છે અને તેમાં વધુ એવરેજ પણ મળે છે. આ જ કારણ છે કે ઘણા લોકો એક્ટિવામાં પણ CNG કીટ ફીટ કરાવી દે છે અને ત્યારબાદ એક્ટિવાની એવરેજ 100 કિમીની થઈ જાય છે. CNGની કિંમત આશરે કિલો દીઠ 47-48 રૂપિયા છે. એટલે કે, આટલા રૂપિયાના ખર્ચમાં સ્કૂટર 100 કિલોમીટર સુધીનું અંતર કાપશે. પેટ્રોલના ભાવ કૂદકેને ભૂંસકે વધી રહ્યા છે. આજે પેટ્રોલનો ભાવ પણ લિટર દીઠ 83 રૂપિયાને પાર કરી ગયો છે. આવી સ્થિતિમાં પેટ્રોલના વધતા ભાવને કારણે સામાન્ય માણસને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. CNGને લગતા આ સમાચારથી તમે ખુશ થઇ જશો કે હવે તમે તમારી એક્ટિવામાં પણ CNG કિટ ફીટ કરી શકો છો.
CNG પેટ્રોલ કરતા સસ્તું છે અને તે વધારે માઇલેજ પણ આપે છે

તમારી એક્ટિવામાં CNG કીટ ઇન્સ્ટોલ કરીને તમે પેટ્રોલના ભાવના ટેન્શનને બાય બાય કહી શકો છો. કારણ કે CNG પેટ્રોલ કરતા સસ્તું છે અને તે વધારે માઇલેજ પણ આપે છે.

ઘણા લોકો એક્ટિવામાં CNG કિટ પણ ફીટ કરે છે. CNG કીટ સાથે એક્ટિવાનું માઇલેજ 100 કિ.મી. થઇ જાય છે. વળી CNGની કિંમત પ્રતિ કિલો 47-48 રૂપિયા આસપાસ છે. હોન્ડાએ એક્ટિવાના ઘણા મોડેલ્સ લોન્ચ કર્યા છે. બજારમાં અત્યાર સુધીમાં ઉપલબ્ધ તમામ એક્ટિવા મોડેલો પેટ્રોલ સંચાલિત મોડેલો છે.
કીટની કિંમત અને તેને ઇન્સ્ટોલ કરવા માટેનો કુલ ખર્ચ લગભગ 15000 રૂપિયા

આવી સ્થિતિમાં દિલ્હીની CNG કીટ નિર્માતા કંપની LOVATOએ સ્કૂટર્સ માટે CNG કીટ લોન્ચ કરી છે. આ કીટની કિંમત અને તેને ઇન્સ્ટોલ કરવા માટેનો કુલ ખર્ચ લગભગ 15000 રૂપિયા છે. LOVATOએ દાવો કર્યો છે કે તમે આ ખર્ચ એક વર્ષ કરતા ઓછા સમયમાં વસુલ થઇ જાય છે.
CNG અને પેટ્રોલ એમ બંને રીતે ચાલી શકે છે એક્ટિવા

વિશેષ વાત એ છે કે જો જરૂર પડે તો CNG કીટ સાથે સજ્જ એક્ટિવા પેટ્રોલથી પણ ચલાવી શકાય છે. આ માટે એક્ટિવામાં સ્વિચ આપવામાં આવે છે, તમે તમારા સ્કૂટરને CNG અથવા પેટ્રોલ મોડમાં શકો છો.

સીટની નીચેની બાજુમાં CNGને ઓપરેટ કરવાવાળું એક મશીનફીટ કર્યા કરવામાં આવે છે. કીટ લગાવ્યા પછી CNG સંબંધિત કેટલાક ગ્રાફિક્સ પણ એક્ટિવા પર મૂકવામાં આવે છે, જેથી તેમની ઓળખ થઈ શકે.
CNG કિટના ગેરફાયદા

જોકે સ્કૂટરમાં CNG કિટ લગાવવાના કેટલાક ગેરફાયદા છે. પહેલું એ કે આ કિટમાં ફિટ થયેલું સિલિન્ડર ફક્ત 1.2 કિલો CNG સ્ટોર કરે છે. આવી સ્થિતિમાં, 120થી 130 કિલોમીટર પછી તમારે ફરીથી CNGની જરૂર પડશે. તેમજ, CNG સ્ટેશન સરળતાથી નથી મળતાં. તે તમારા લોકેશનથી 10-15 અથવા તેથી વધુ કિલોમીટરના અંતરે હોઈ શકે છે. જો કે, CNG સ્કૂટરની એવરેજ વધારશે. પરંતુ તેનાથી ગાડીને પિકઅપ નથી મળતું. આવી સ્થિતિમાં, ચઢાણવાળા રસ્તા પર એન્જિન પર લોડ પડશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ