Activa થી લઈને Hornet સુધી, કંપનીએ પાછી મંગાવી વેંચાયેલી ગાડી, મફતમાં રીપેર કરી આપશે આ ગરબડ

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર લિમિટેડ (Honda Motorcycle and Scooter India Ltd) એ પોતાની લોકપ્રિય મોટરસાયકલ અને સ્કૂટરના અમુક મોડલ્સના થોડા યુનિટ્સને પરત મંગાવ્યા છે. કંપની દ્વારા રિકોલ કરવામાં આવેલા મોડલ્સમાં Activa 6G, Activa 5G, Activa 125 BS6, Honda X-blade, H’ness CB350, CB Shine, CB300R અને Hornet 2.0 શામેલ છે. રિકોલ કરવામાં આવેલ આ બધા દ્વિચક્રી વાહનોને નવેમ્બર 2019 થી જાન્યુઆરી 2021 વચ્ચે બનાવવામાં આવ્યા હતા.

આવી છે ખામી

image source

હોન્ડાના કહેવા મુજબ આ વાહનોમાં લગાવવામાં આવેલા રીફલેક્સ રીફલેક્ટર જરૂરી ફોટોમેટ્રિક નિયમોથી થોડા અલગ લગાવી દેવામાં આવ્યા છે. જેના કારણે લાઈટ રીફલેક્શનની એફિશીએંસી પ્રભાવિત થઈ છે. જો કે વાહનની વિઝીબિલિટી પર એનો સામાન્ય પ્રભાવ જ છે. કંપનીના કહેવા અનુસાર આ વાહનનું પરફોર્મન્સ પર કોઈ અસર નહીં થાય.

આ રીતે ચેક કરો વાહન વિશે

 image source

જો તમારી પાસે નજીકના ભૂતકાળમાં જ ખરીડેલું હોન્ડા કંપનીનું દ્વિચક્રી વાહન છે તો તમે કંપનીની વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો કે તમારું વાહન પણ કંપનીના રિકોલ અભિયાનમાં નથી આવતું ને ? આ માટે ગ્રાહક www.honda2wheelersindia.com/Services/Campaign પર સર્વિસીસ >કેમ્પએન સેક્શનમાં પોતાનો યુનિક વાહન નંબર (VIN નંબર) સબમિટ કરીને જાણી શકશે કે તેનું વાહન રિકોલ અભિયાનમાં આવે છે કે કેમ. VIN ગાડીના ઇન્શ્યોરન્સ પેપરની સાથે સાથે RC કોપી પણ જોડાયેલી રહે છે. કંપનીએ એ ઉલ્લેખ નથી કર્યો કે આ ખામીને કારણે કેટલી યુનિટ્સ પ્રભાવિત થઈ છે. રિપોર્ટ અનુસાર આ મોડલ્સ કંપનીના સૌથી લોકપ્રિય મોડલ્સ છે એટલે આ રિકોલ અભિયાનમાં અંદાજે એક લાખ જેટલા દ્વિચક્રી વાહનો આવવાની શકયતા છે.

મફતમાં કરી આપવામાં આવશે રીપેરીંગ

image source

એ સિવાય કંપનીએ બધા ડીલર વર્કશોપમાંથી આ પ્રભાવિત થયેલા વાહનોના જુના સ્પેરપાર્ટ્સ મંગાવી લીધા છે અને તેના બદલે ડિલરોને નવા માલનો સ્ટોક મોકલવામાં આવી રહ્યો છે. એ ઉપરાંત ડિલરો જે તે ગ્રાહકોને ફોન કરશે અને તેઓને વર્કશોપમાં અપોઇમેન્ટ લેવા માટે કહેશે. કંપનીએ જણાવ્યું હતું કે ગ્રાહકોને ગભરાવાની જરૂર નથી કારણ કે તેમના વર્કશોપમાં કોવિડ 19 સંબંધિત દિશા નિર્દેશો અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યુ છે અને ઉપરોકત ખામી સંબંધિત રીપેરીંગ મફતમાં કરો આપવામાં આવશે.

કંપનીએ પોતે જ કરી પહેલ

image source

નોંધનીય છે કે તાજેતરમાં જ કંપની તેના અંજક.BS6 વાહનોને પરત મંગાવી રહી છે. તેમાં સૌથી વધુ પ્રભાવિત Honda Activa 6G, Activa 125 અને H’ness CB350 છે. જો કે આ વાહનોમાં રહેલી ખામી ગ્રાહકોને કોઈ મુશ્કેલીમાં નાખી દે તેવી કે જીવલેણ નથી અને કંપનીને તેના સંબંધી કોઈ વાહન માલિકો દ્વારા ફરિયાદ પણ નથી મળી. છતાં કંપની પોતે જ પહેલ કરીને ખામી વાળી ગાડીઓનો સામાન બદલાવી રહી છે. નોંધનીય છે કે HMSI અત્યાર સુધીમાં રેકોર્ડ સંખ્યામાં BS6 વાહનોનું વેંચાણ કરી ચુકી છે. અને આ વેંચાણમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong