અચાનક જ આકાશમાં છવાઈ ગયો તેજ પ્રકાશ, જોઈને લોકોની રાડ ફાટી ગઈ, વૈજ્ઞાનિકોની આંખો પણ ફાટી ગઈ!

આમ તો અંતરિક્ષમાં અનેક ઘટનાઓ જોવા મળતી હોય છે. ક્યારેક કોઈક અનોખા નજારા જોવા મળતા હોય છે તો ક્યારેક આશ્ચર્યજનક ઘટનાઓ બનતી હોય છે. હાલમા યુ.એસ.ના કેટલાક ભાગોમાં, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે કઈક એવું જોવા મળ્યું હતું કે લોકો ગભરાઈ ગયા હતાં તો બીજી તરફ વૈજ્ઞાનિકોનાં હોશ ઉડી ગયા હતાં. લોકો રાતનાં સમયે આકાશમાં જોયેલા જોરદાર પ્રકાશ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. આ જોઈને કેટલાકને વિચાર્યું કે ઉડતી રકાબી છે. આ દ્રશ્ય જોઈને (યુએફઓ)ની આખી ટીમ દંગ રહી ગઈ કે આ અચાનક શું થઈ રહ્યું છે.

image source

ખગોળશાસ્ત્રીઓએ આ ઘટનાં બાદ અંતરિક્ષનાં ઔદ્યોગિકરણ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. મળતી માહિતી મુજબ અચાનક લાઇટનો આ આખો કાફલો ખરેખર એલોન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા આ અઠવાડિયે લોન્ચ થયેલ સ્ટારલિંક ઇન્ટરનેટ સર્વિસ અંતર્ગત ટૂંકા અંતરના ઉપગ્રહોની શૃંખલા હતી. ટેક્સાસથી વિસ્કોન્સિન સુધીના રહેવાસીઓએ ટીવી ચેનલોને ફોન કરીને તેમને આ અચાનક જોવા મળેલ લાઇટ્સ વિશે માહિતી આપી હતી. આ રીતે અચાનક પ્રકાશની આવી શૃંખલા જોઈને બધા ઉડતી રકાબી કહી રહ્યાં હતાં.

image source

આ અંગે અવકાશ નિષ્ણાંતોએ પોતાનાં અલગ અલગ અભિપ્રાય આપ્યાં હતાં. જાણવા મળ્યું છે મે સ્પેસએક્સના પ્રવક્તાને મોકલેલા ઇમેઇલનો શનિવાર સુધીમાં કોઈ જવાબ આવ્યો નથી. પરંતુ અવકાશ નિષ્ણાતો કહે છે કે ક્રમિક લાઇટ્સ અને પૃથ્વીથી તેમના અંતરને જોયા બાદ કહી શકાય કે તે ઉપગ્રહો છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં સ્પેસએક્સે ઘણા ઉપગ્રહો લોંચ કર્યા છે. આ અંગે અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીના પ્રેસ ડો.રિચાર્ડ ફિનબર્ગે સાથે થયેલી વાતચીતમા તેમણે કહ્યું હતું કે તમે તેમને સ્ટારલિંક ઉપગ્રહો કહી શકો છો કારણ કે તે એક પછી એક આવી રહ્યાં હતાં અને તેમની ભ્રમણકક્ષા શ્રેણીમાં જ જોવા મળી હતી.

image source

જાણવા મળ્યુ છે કે આ મહિને સ્પેસએક્સે અત્યાર સુધીમા ઘણા ઉપગ્રહો લોન્ચ કર્યા છે. જાણવા મળ્યું છે કે આ બધું ઇન્ટરનેટ અંતર ઘટાડવાની અને વિશ્વના જ્યા ઇન્ટરનેટ નથી પોહચ્યુ તેવા વિસ્તારોમાં ઇન્ટરનેટ પોહચડવાનાં કામનો જ ભાગ છે. જો કે જ્યારે આ ઘટનાં બની ત્યારે આટલો બધો પ્રકાશ રાત્રી હોવા છતાં જોઈને લોકો ઘણાં ગભરાઈ ગયા હતાં કારણ કે આ અગાઉ આવુ ક્યારેય જોવા મળ્યુ નથી. આ નજારો જોતા અનેક લોકો એકબીજાને ફોન કરવામા લાગી ગયા હતા. જ્યારે વૈજ્ઞાનિકો ચોંકી ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!