અચાનક કેવીરીતે કોઈ ગાયબ થઇ શકે, આ લીસ્ટમાં સામેલ છે સુભાષચંદ્ર બોઝ…

દેશ દુનિયામાં રોજેરોજકઈને કંઈ અલગ થતુ જ રહે છે. ક્યારેક કોઈ કારનામા કરીને સમાચારમાં આવે છે, તો કોઈ કંઈક અલગ કરી બતાવે છે. પહેલા તો આવા અજીબોગરીબ લોકો વિશે માલૂમ પડતુ ન હતું, પણ આજે તો સોશિયલ મીડિયાનો સમય છે, આવામાં દરેક હરકત સોશિયલ મીડિયા પર છવાઈ જતા વાર લાગતી નથી. આજે અમે તમને દુનિયાના કેટલાક રહસ્યમયી લોકો વિશે બતાવવા જઈ રહ્યા છે, જેમને છેલ્લી વાર જોવાયા તેના બાદ ક્યારેય જોવા નસીબ પણ નથી થયા.

ઉપરથી પડી રહેલો આ માણસ


9/11નો આતંકવાદી હુમલો તો તમને યાદ જ હશે. આ હુમલામા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરથી નીચે પડતો એક શખ્સ કેમેરામાં કેદ થયો હતો. આ શખ્સ વર્લ્ડ ટ્રેડ સેન્ટરથી માથાના ભાગથી નીચે પડી રહ્યો હતો. આખી દુનિયાએ તેની આ તસવીર જોઈ હતી. આજ સુધી આ વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. કેટલાક લોકોનું કહેવું છે કે તે એ બિલ્ડિંગમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં કામ કરનારો એક વેઈટર હતો.

હિરોશિમાનો પડડછાયો


હિરોશિમા પરમાણુ બોમ્બ હુમલામાં લગભગ 3 લાખ લોકો એક ઝટકામાં માર્યા ગયા હતા. આ જગ્યા પર બોમ્બ પડ્યો હતો અને તેનાથી 850 મીટરની દૂરી પર આ પડછાયો જોવા મળ્યો હતો. માનવામાં આવે છે કે, જ્યારે અહીં બોમ્બ પડ્યો હતો, તો એક માણસ અહીં બેસેલો હતો. આ માણસ બોમ્બની અસરથી તો ખત્મ થઈ ગયો હતો, પરંતુ તેનો પડછાયો અહીં રહી ગયો હતો. આજ દિન સુધી તેની ઓળખ થઈ શકી નથી.

સુભાષચંદ્ર બોઝ


ભારતની આઝાદીમાં ભાગ લેનારા સૌથી મોટા નેતાઓમાં એક હતા સુભાષચંદ્ર બોઝ. તેમની ખુદની આઝાદ હિંદ ફોજના નામથી એક ફોજ હતી. તેમની આ બહાદુર ફૌજે જાપાના, જર્મની, ચીન જેવા દેશઓની મદદથી બ્રિટિશની વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. 18 ઓગસ્ટ, 1945માં તે તાઈવાનના રસ્તે હવાઈ સફર કરી રહ્યા હતા અને તાઈવાનના તાઈપેઈ શહેરમાં વિમાનને આગ લાગી હતી. તેમાં દેશના આ સૌથી કદાવર નેતાનું મોત થયું હતુ. જોકે, આજ દિન સુધી તેમના મોતની પુષ્ટિ થઈ નથી. કહેવાય તો એમ છે કે, તેમણે પોતાના મોતનુ ખોટું નાટક રચ્યું હતું અને તેના બાદ તેઓ ભારત પરત ફરીને સાધુના વેશમાં રહેવા લાગ્યા હતા.

કેવિન કાર્ટરની ફોટો


સુદાનમાં ક્લિક કરાયેલી આ તસવીરથી આખી દુનિયા હચમચી ગઈ હતી. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે એક બાળક મોતના મુખમાં છે, અને તેની પાછળ ગીધ બેસેલો છે. આજ સુધી આ બાળકની ઓળખ નથી થઈ શકી.

રૂપિયાનો ચોર


તે અમેરિકાના એક હવાઈ જહાજને હાઈજેક કરનારો અપરાધી હતો. તેણે હાઈજેક કરવાના બદલામાં મોટી રકમ માંગી હતી, તેના બદલામાં તમામ યાત્રીઓને છોડી દેવાયા હતા. તે હવાઈ જહાજમાં જ બેસી રહ્યો હતો, અને તેને ઉડાવીને લઈ ગયો હતો. એફબીઆઈએ એવો પ્લાન બનાવ્યો હતો કે, જ્યારે તે પ્લેનમાંથી નીચે ઉતરશે તો તેને પકડી લેશે, પણ તે તો ઉડતા પ્લેનમાંથી પેરાશૂટ લઈને કૂદી ગયો હતો. આ રૂપિયામાંથી થોડાક રૂપિયા નદીના કિનારે મળ્યા હતા, પરંતુ બાકીના રૂપિયા અને પેરાશૂટની કોઈ જ માહિતી મળી શકી ન હતી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રહસ્યમય માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી