લોખંડનો સળિયો યુવક-યુવતીના શરીરને આરપાર ઘુસી જતાં મોત

હાલમાં એક ઘટના ચારેકોર વાયરલ થઈ રહી છે અને લોકો પણ વિચારી રહ્યા છે કે આખરે આ હદ સુધી કેવી રીતે અકસ્માત થઈ શકે. કારણ કે પીડિતની જે હાલત થઈ એ જોઈને જ આંતરડી કકળી ઉઠી એવું છે. અવાર નવાર મેગા સીટીમાં અકસ્માતની ઘટના સામે આવતી રહે છે.

image soucre

ત્યારે આ વખતે બારડોલી તાલુકાના બાબેન ગામના યુવક અને યુવતી બાઈક લઈને જતા હતાં ત્યારે જ આ કરુણ ઘટના ઘટી હતી. બાઈક પર આવેલા યુવક અને યુવતીનુ બાઈક શેરડીના ગાડા સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં શેરડીના ગાડાનો એંગલ એ રીતે યુવકના છાતીના ભાગે ઘુસી ગયો કે શરીરની આરપાસ થઈને પાછળ બેસેલી યુવતીના ગળામાં ઘુસી ગયો. તો આવો વિગતે વાત કરીએ આ ઘટનાની.

image soucre

હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલમાં આ ઘટનાની તસવીરો વાયરલ થઈ રહી છે અને લોકોની જોવાઈ એવી હાલતમાં નથી. તો બન્યું એવું કે શુક્રવાર બારડોલી તાલુકાના બાબેન ગામે રહેતો સાગર પટેલ યુવતીને લઈને ફરવા ગયો હતો. પણ જ્યારે બન્ને ઘરે પરત ફરતા હતા ત્યારે મોડું થઈ ગયું હતું. બાઈક પર બન્ને પરત આવતાં હતા ત્યારે મોડી રાતે ખરવાસા ગામે બાઈક શેરડી ભરેલા ગાડા સાથે અથડાયું હતું. આ સાંભળવામાં આપણે એકદમ સામાન્ય લાગે પણ ખરેખર આ અકસ્માત ભયંકર હતો. આ અકસ્માતમાં ગાડાનો એંગલ બાઈક ચલાવી રહેલા યુવકના છાતીમાં ઘુસી ગયો હતો અને શરીરની આરપાર થઈ ગયો હતો.

image soucre

નસીબના જોવ એવા હતા કે એંગલ સીધો પાછળ બેસેલી યુવતીના ગળામાં ઘુસી ગયો હતોતી. આ અકસ્માત થતાં જ બન્નેની રાડ ફાટી ગઈ હતી. આ અકસ્માતમાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ મોડી રાતે રોડ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. આ અકસ્માતમાં યુવત અને યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં બન્નેને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પણ અફસોસની વાત એ છે કે સારવાર દરમિયાન યુવક અને યુવતીનું મોત નિપજ્યું હતું.

image soucre

પણ આ ઘટનામાં જોવા જેવી વાત એ છે કે યુવકે મોતના 8 દિવસ પહેલાં જ પોતાનો જન્મદિવસ પોતાના મિત્રો સાથે સેલિબ્રેશન કર્યો હતો. જોકે બર્થ-ડેના એક અઠવાડિયા બાદ યુવકનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. યુવકનું મોત થતાં પરિવાર પર આભ તુટી પડ્યું હતું અન પરિવારમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે યુવતી પણ આ દુનિયાને અલવિદા કહી ગઈ હતી. ત્યારે હવે ગામલોકો અને પરિવાર જનો બન્નેના મોત પર દુખ વ્યક્ત કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ