અમદાવાદમાં હાઇવે પર વહેલી સવારે ત્રિપલ અકસ્માત

રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. હજુ ગઈ કાલે જ સમાચાર આવ્યા હતા કે ધોળકા બગોદરા હાઈવે પર ખાનપુર પાટીયા નજીક કાર અને સીએનજી રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.

image source

આ ચાર મૃતકોમાં બે પુરુષ અને એક મહિલા અને એક બાળક છે. જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. ત્યારે હવે વધારે એક ખરાબ સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે. તો જો વાત કરીએ તો અમદાવાદ રિંગરોડ પર વહેલી સવારે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. સરખેજ-નારોલ હાઇવે પર લક્ઝરી બસ, ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત થયો છે.

image source

વિગતે વાત કરીએ તો ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઇડર કુદીને રોંગ સાઇડ ઘૂસી જતાં ટ્રક બસ સાથે ટકરાયો હતો. જો કે બાદ બસની પાછળ આવતી આઇસર ટ્રક પણ બસની સાથે અથડાતા અકસ્માતમાં 2 લોકોને ઇજા પહોંચી હતી. આ અકસ્માત બાદ નારોલ વિશાલા હાઈ-વે પર થોડા સમય માટે લાંબો ટ્રાફિક જામ પણ થયો હતો. પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક મળતી વિગત અનુસાર ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઇડર કુદીને રોંગ સાઇડ ઘૂસી જતા બસ સાથે ટકરાયો હતો.

image source

પરિસ્થિતિની વાત કરીએ તો બસની પાછળ આવતી આઇસર ટ્રક બસ સાથે ટકરાઇ હતી. આ ત્રિપલ અકસ્માતમાં 2 લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. અમદાવાદના સરખેજ-નારોલ હાઇ વે રિંગ રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાતાં થોડા સમ માટે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

image source

જો કે અકસ્માત અંગેની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને કાર્યવાહી શરુ કરી. એક તરફ હાલમાં હાલ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે શિયાળામાં વહેલી સવાર ધુમ્મસભર્યા વાતાવરણમાં વારંવાર મોટા અકસ્માતો સર્જાતા હોવાનું સામે આવતું હોય છે. ત્યારે શહેરમાં વહેલી સવારે રિંગરોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

image source

ગઈ કાલના અકસ્માતની જો વાત કરીએ તો ધોળકા-બગોદરા હાઈવે પરના ખાનપુર ફાટક પાસે રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં પાંચ લોકોનાં મોત નિપજ્યા છે. અને ચાર લોકોને ઇજાગ્રસ્ત થયા છે. જેમને 108 દ્વારા તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે ધોળકા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મૃતકમાં એક મહિલા, દોઢ વર્ષનું બાળક અને બે પુરુષ છે. જોકે બાળકનું મોત સારવાર દરમિયાન થયુ છે. ત્યાં જ ત્રણ લોકો હાલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ