“ઓપરેશન ઘાતક” – આર્મીના એક ઓપરેશનની વાત આર્મીના એક જવાનની કલમે..

ફેબ્રુઆરી મહિનો પોતાનું જોર બતાવી રહ્યું છે. આકાશમાંથી જેમ દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરતા હોય એમ સફેદ બરફ ફૂલની જેમ વરસી રહ્યો છે. ધરતી ઉપર બરફનું સામ્રાજય ફેલાઈ ગયું છે,જાણે ધરતીએ સફેદ સાડી પહેરી હોય એવું લાગી રહ્યું છે. વૃક્ષો ઉપરથી લીલા પાન ખરી ગયા છે અને વૃક્ષો કુપોષિત બાળકની જેમ હાડપિંજર જેવા દેખાઈ રહ્યા છે.

‎બપોરનું સમય છે, ટિમ વોરિયર્સ પોતાના રૂમમાં આરામ ફરમાવી રહી છે. કોઈ T.V. જોઈ રહ્યા છે તો કોઈ કેરમબોર્ડ ઉપર પોતાની આંગળીઓ ચલાવી રહ્યા છે તો કોઈ ફોન ઉપર પોતાના સ્વજનો જોડે વાતો કરી રહ્યા છે.

‎ બ્લેક કલરનું ટેલિફોલ પોતાના હોવાનું અહેસાસ કરાવતું હોય એમ જોર થી રણકી ઉઠ્યું, ટિમ કમાન્ડર સંજયે ફોન પોતાના હાથમાં લીધું.
‎ ” જય હિન્દ સર, જી સર, હા સર હમ રેડી હૈં, ઓકે સર.”
‎ ટિમ કમાન્ડર સંજયે ફોન કટ કરી નાખ્યો.
“‎સંદીપ ઔર વીપીન આપ દોનો મેપ લેકે મેજર સાબ કે પાસ જાઓ ઔર બાકી પાર્ટી રેડી હો જાઓ.” – કમાન્ડર સંજય બોલ્યા. કમાન્ડર સંજય એક અનુભવી કમાન્ડર હતા. 15 વર્ષની સર્વિસ માં ઘણા બધા ઓપરેશન કરી ચુક્યા હતા. 10 વર્ષનો ફિલ્ડનો અનુભવ સાફ દેખાઈ આવતો હતો.
‎ ( અહીં કોઈની પણ રેન્ક કે સાચા નામ નો ઉપયોગ નથી કર્યો એનું ધ્યાન રહે.)
‎ સંદીપ અને વીપીન મેપ ફાઇલ અને જરૂરી કાગળો લઈને મેજર અમરદીપની ઓફિસ માં જવા રવાના થઈ ગયા. રુમની અંદર હરકત વધી ગઈ, બાકી પાર્ટી બરફ અને ઠંડી થી બચવાનું અને પોતાના એક્યુપમેન્ટ સાથે રેડી થવા લાગી. પાર્ટી 5 મિનિટ માં રેડી થઈને ગ્રાઉન્ડમાં હતી. સંદીપ અને વીપીન ઓફિસ માંથી આવીને રેડી થવા રૂમ માં ચાલ્યા ગયા. મેજર અમરદીપ ઓફિસમાં થી બહાર આવ્યા, ટિમ કમાન્ડર સંજયે ટિમને સાવધાન કરીને મેજર સાહેબને રિપોર્ટ કર્યું.

‎દોસ્તો મુજે અભી ઈન્ફોર્મેશન મિલી હૈં કી રાજપુર ગાવ મૈં, મોહમદ ઇકબાલ કે ઘર પે 5 મિલ્ટન કી ખબર આઈ હૈં.
‎” સર ઉસકા ઘર જાન માહોલ મૈં હૈં” ગણેશ વચ્ચે બોલી ઉઠ્યો.
“‎જી ગણેશ આપ સહી બોલ રહે હો. આપ લોગો ને પુરા સમાન લે લીયા હૈં ના?”

‎”જી સર” બધા એક સાથે બોલી ઉઠ્યા.

‎સંદીપ અને વીપીન પણ આવી ગયા હતા. બધા જોડે પોતાની પર્શનલ વેપન A.K 47, હેન્ડ ગ્રેનેડ ,બુલેટ, નાઈટ ઉક્યુપમેન્ટ, જમવાનું અને પાણી આટલું સમાન રેડી હાલત માં રાખતા. ઓપરેશન નું કોઈ ઠેકાણું નોહતું, કેટલો ટાઈમ નીકળી જાય એ કોઈ જાણતું નોહતું.

ટિમ વોરિયર્સ ઓપરેશન માટે નીકળી ગઈ. સરપ્રાઈઝ મેન્ટેન કરવા માટે 7 KM. પગપાળા જવાનું નક્કી કર્યું. બેક ટુ બેક ટીમના 12 જવાનો ચાલી રહ્યા હતા. રસ્તાનું કોઈ ઠેકાણું નોહતો, 4 ફૂટ જેટલા બરફે ઉબડ-ખાબડ જમીનને સમતલ કરી નાખી હતી. આગળ ચાલી રહેલ ગાઈડ કરન ઘણીવાર પોતાની જાતને સંભાળતો, લપસ્તો અને પડતો આગળ રસ્તો બનાવતો આગળ ચાલી રહ્યો હતો , બાકી જવાનો એજ રસ્તા ઉપર આગળ વધી રહ્યા હતા. બરફવર્ષા ચાલુ હતી એ બંધ થવાનું નામ નોહતી લેતી.

જવાનો ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા. બધા પોતપોતાનું બેલેન્સ બનાવીને, આગળ ચાલી રહેલ સાથી ના પગના નિશાની ઉપર પોતાનો પગ મૂકીને રસ્તો કાપી રહ્યા હતા.
” સબ લેટ જાઓ.” આગળ ચાલી રહેલ કરન ધીમા અવાજે બોલ્યો અને હાથ થી સુઈ જવાનો ઈશારો કર્યો . ઈશારો થતા બધા જવાનો પોતાની જગ્યાએ જ બરફમાં પોતાની જાત ની છુપાવી દીધી. બધાના હાથની પહેલી આંગળી ટ્રિગર ઉપર પોતાની મેળે આવી ગઈ. કરન બાયનોકુલર થી આગળનો રસ્તો દેખવા લાગ્યો. કરનને બાયનોકુલર માં 3 માણસો દેખાઈ આવ્યા, જેઓ એક મોટા ઝાડના થડમાં બેઠા હતા. કરન આ દ્રશ્ય જોઈને પોતાના સિનિયરને રેડીયોસેટ ઉપર મેસેજ પાસ કર્યો. થોડીક ડિસ્કસ પછી કમાન્ડરે પોતાના હાથ થી ઈશારો કર્યો બધા જવાનો હરકત માં આવી ગયા. ટીમ વોરિયર્સ બે ભાગોમાં વહેંચાઈ ગઈ અને બરફમાં પોતાના પેટના જોર ઉપર ક્રોવલિંગ કરતાં કરતાં પેલા બેઠેલા 3 માણસોની ચારે બાજુ ફેલાઈ ગયા અને એમને ઘેરી લીધા. હજુ પણ પેલા 3 માણસો આ પરિસ્થિતિ થી અંજાન હતા.
ટીમની ખાસિયત એવી હતી અને બધાય જવાનો આકરી ટ્રેનિંગમાં થી પસાર થઈ ચૂક્યા હતા.દરેક સિંગલ જવાન કોઈપણ આકરી પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર હતો.

પેલા ત્રણ માણસો કંઈક વાત કરવાં મશગુલ હતા . કમાન્ડર અને ટીમ ને એ વાત નું આશ્ચર્ય હતું કે વરસતા બરફમાં આ લોકોનું આવી રીતે બેઠા રહેવું, અને એ પણ ગામ લોકોની વસ્તી થી દુર.

ટીમના જવાનોએ પોતાની જાતને સુરક્ષિત રાખવા મોટા ઝાડની આડશ લઈને ઉભા હતા,બધાની નજર પેલા બેઠેલા માણસો ઉપર હતી
‎ કમાન્ડરે પેલા માણસોનું ધ્યાન ખેંચવા જોરથી અવાજ કર્યો, પેલા બેસેલા ત્રણેજણ ચમકીને જોવા લાગ્યા અને અચાનક ઉભા થઇ ગયા અને ચારે બાજુ જોવા લાગ્યા. એમની નજર ફોજી ડ્રેસમાં ચારેબાજુ ફેલાયેલા જવાનો ઉપર પડી. માણસો હડબડીમાં અમુક ભૂલો કરી બેસતાં હોય છે,અને એમણે પણ કરી. તેઓ ભગવા લાગ્યા. “રુક જાઓ” કમાન્ડરે અવાજ કર્યો. કોઈ સાંભળવા તૈયાર નોહતા, ત્રણે અલગ અલગ દિશામાં ભાગવા લાગ્યા. સામે ઉભેલ કિશોરે પોતાની AK47 ભાગી રહેલ માણસ ની તરફ કરી, આ જોઈને ભાગી રહેલ માણસે પોતાના *ફેરનમાંથી એ અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યો. એક સેકન્ડ માટે બધા જવાનોએ પોતાની આડાસ માં છુપાઈ ગયા અને તરત પરિસ્થિતિનો તાગ પામી અને સામે ફાયરિંગ ચાલુ કરી દીધું.

ચારેબાજુ ગોળીઓ એકબીજા જવાનોની નજીકથી નીકળી રહી હતી. ભાગી રહેલ 3 માંથી એક આતંકીને ગોળી વાગી હતી એ જમીન ઉપર પડ્યો પડ્યો ફાયર કરી રહ્યો હતો. બાકી 2 જણ ખેતરમાં બનાવેલ *શડ ( ખેતરમાં કામ કરવા અને સમાન રાખવા માટે બનાવવામાં આવતું એક ટાઈપનું ઘર.) માં છુપાઈને ફાયરિંગ કરી રહ્યા હતા. એમને પણ ખબર પડી ગઈ હતી કે આજે એમનું જીવતા રહેવું મુશ્કિલ છે, છતાં જ્યાં સુધી લડાય ત્યાં સુધી લડી રહ્યા હતા. મેજરસાહેબે પોતાની રાઇફલ થી નિશાન લીધું અને જમીન ઉપર ઘાયલ પડેલ આતંકીની ખોપડી ઉડાવી દીધી.
‎ અંધારું થઈ રહ્યું હતું, આતંકીઓ રહી રહીને ફાયર કરી રહ્યા હતા. જેમ બને એમ જલ્દી ઓપરેશન ખતમ કરવું હતું , જો મોડું થાય તો આતંકીઓ અંધારાનો લાભ લઇને છટકી શકે એમ હતા. કમાન્ડર અને મેજરસાયબ બંને રેડિયોસેટ ઉપર કૈક વાત કરી. કમાન્ડરે સંદીપને મેસેજ પાસ કર્યો. બીજીજ ક્ષણે સંદીપ RL.(રોકેટ લૉન્ચર) લઈને તૈયાર ઉભો હતો.
‎ એક જોરદાર ધમાકો થયો અને સળગતો લીસાટો સામે રહેલ ઘર જેવા સડની અંદર ઘુસી ગયો, અંદરથી અમુક દબાયેલી ચીસો બહાર આવી અને ઘર ધમકાભેર ટૂટી પડ્યું.
‎એટલી વારમાં પોલિસ પણ આવી ગઈ. બધું ડોક્યુમેન્ટેસન પૂરું કરી ટિમ વોરિયર્સ સેફલી પોતાની જગ્યાએ પાછી આવી …..???????? ફરી મળીશું એક કાલ્પનિક પણ હકીકત લાગતી સ્ટોરી સાથે.

【આ સ્ટોરીને હકીકત સાથે કોઈપણ જાતનો સંબંધ નથી. કહાનીમાં આવેલ પાત્રો અને ઘટનાઓ માત્ર કાલ્પનિક છે.】

લેખક : અશોક ચૌધરી

સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી