આ ‘બુલેટ થાળી’ ખાઇને મેળવો 1.65 લાખની રોયલ એનફિલ્ડ મફતમાં, જુઓ આ ભાઇને તો ઇનામ મળી પણ ગયું

જમવું એ લોકોનો મોટો શોખ છે અને આપણે જોયું જ છે કે લોકો જમવા માટે કેટલી હદ સુધી જતા હોય છે. જો કે ખાવાના શોખીનોને ક્યારેય લલકારવા ન જોઈએ. કારણ કે એ લોકો જ્યારે વટ પર આવે ત્યારે ઝાપટી જાય છે. આમ પણ વાત કરીએ તો કોરોના લોકડાઉનને કારણે ઘણીબધી હોટલ-રેસ્ટોરાં બંધ હતી અને પારવા પારવા લોકો જ જતા હો છે.

image source

મોટા ભાગના લોકો ઓનલાઈન ઓર્ડર કરીને જ જમવાનું મગાવી રહ્યા છે. ગ્રાહકોને ફરી આકર્ષવા માટે પુણેની એક રેસ્ટોરાંએ એક અનોખો પ્રયોગ કર્યો છે અને હવે આખા ભારતમાં તેની ચર્ચા કરવામાં આવી રહી છે.

જો વિગતે વાત કરીએ તો આ રેસ્ટોરાંમાં એક સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. કંઈક ઓફર એવી છે કે જે વ્યક્તિ અહીંની જંબો થાળી 60 મિનિટમાં પૂરી કરી દેશે તેને રૂ. 1.6 લાખની એક રોયલ એનફિલ્ડ બાઈક ઈનામમાં આપવામાં આવશે અને આ વાત હવે ખુબ જ વાયરલ થઈ રહી છે.

મળતી માહિતી પ્રમાણે પુણેની શિવરાજ હોટલ પોતાના ગ્રાહકો માટે અનોખી ઑફર લઇને આવી છે. ત્યાં 4 કિલોની ‘બુલેટ થાળી’ને જો તમે 60 મિનિટમાં પુરી રીતે ખાઈ જાઓ તો તમને રૉયલ એનફિલ્ડ બાઇક મળશે. હા તમે સાચું જ સાંભ્ળ્યું છે. પણ ગ્રાહકોની સામે 4 કિલોની આ બુલેટી થાળીને પુરી કરવી એક મુશ્કેલ ચેલેન્જ છે.

image source

જો હોટલ વિશે વાત કરીએ તો આ હોટલ પુણેના બહારના વિસ્તાર વડગાવ મવલ વિસ્તારમાં છે. હોટલે કોરોના મહામારી દરમિયાન ગ્રાહકોને આકર્ષિત કરવા માટે આ અનોખી રીતે ‘Win A Bullet Bike’ અપનાવી છે.

image source

એક વાત એ પણ જગ જાહેર છે કે આ એવો સમય છે કે જ્યારે રેસ્ટોરન્ટ્સ કોરોના વાયરસ મહામારીની વચ્ચે ભારે નુકસાનનો સામનો કરી રહી છે અને ખુદને બનાવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે, ત્યારે ગ્રાહકોને આકર્ષવા માટે આ અનોખી સ્કીમ કામ કરી રહી છે.

image source

આ સ્પર્ધામાં ભાગ લેનારા વ્યક્તિએ એક નૉનવેજ થાળીને 60 મિનિટમાં ખાયને પૂરી કરવાની રહેશે, જે પણ આ થાળીને ખત્મ કરી લેશે તે 1.65 લાખની કિંમતવાળી Royal Enfield Bullet જીતી શકે છે. આ નોન વેજિટેરિયન થાળીમાં 12 વ્યંજન છે.

image source

આ વ્યંજનોને 4 કિલોગ્રામ મટન અને માછલીમાંથી બનાવવામાં આવે છે. આ ખાસ વ્યંજનોનું નામ છે ફ્રાઇડ સુરમઈ, પૉમફ્રેટ ફ્રાઇડ ફિશ, ચિકન તંદૂરી, ડ્રાઈ મટન, ગ્રે મટન, ચિકન મસાલા અને કોલુંબી પ્રોન બિરયાની.

image source

એક થાળીની કિંમત 2,500 રૂપિયા છે. અહીં આવવા પર તમને આ કૉન્ટેસ્ટના બેનર જોવા મળશે અને મેન્યૂ થાળીમાં પણ કૉન્ટેસ્ટની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. એક શખ્સ આ બાઈક જીતી પણ ગયો છે. તેની જો વાત કરીએ તો સોલાપુર મહારાષ્ટ્રના સોમનાથ પવારે આ કૉન્ટેસ્ટમાં ભાગ લીધો અને તેમણે એક રૉયલ એનફિલ્ડ પણ જીતી.

image source

જો આ સ્પર્ધક વિશે વાત કરીએ તો પવારે બુલેટ થાળીને એક કલાકથી પણ ઓછા સમયમાં ખત્મ કરી હતી. જો કે આ હોટલે આ પહેલાં પણ આવી ઓફર બહાર કાઢી હતી. જેમાં 4 લોકોએ 8 કિલોની રાવણ થાળીને 60 મિનિટમાં ખત્મ કરવાની હતી.

image source

જીતનારાઓને 5 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવતુ હતુ. ત્યારે હવે ફરીવાર આવી ઓફર લાવવાના લીધે ફરી એકવાર હોટલની ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ