જાણી લો આ 5 કેન્સર વિશે, જે મહિલાઓને થાય છે સૌથી વધુ પ્રમાણમાં…

કેન્સરને દુનિયાની સૌથી ગંભીર અને ઘાતક બિમારીઓમાંથી એક માનવમાં આવે છે.

image source

એક સમય હતો જ્યારે કેન્સરનું નામ સાંભળીને જ ચોંકી જતા હતા, પરંતુ આજે કેન્સર સામાન્ય બીમારી બની ગઈ છે. આ ઘાતક બીમારી સમય દર સમય ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબલ્યુએચઓ )ના આંકડાઓ મુજબ, કેન્સર મોતનું બીજું મુખ્ય કારણ છે જે વર્ષ ૨૦૧૮ માં લગભગ ૯.૬ મિલિયન લોકોના મૃત્યુ માટે જવાબદાર છે.

દુનિયાભરમાં ૬ માંથી ૧ મોતનું કારણ કેન્સર હોય છે.

image source

જોવા જઈએ, તો કેન્સરના ૧૦૦ થી પણ વધારે પ્રકાર છે, પરંતુ મહિલાઓમાં સૌથી સામાન્ય અને વધારે થવાવાળું કેન્સર, બ્રેસ્ટ કેન્સર છે. આવો હવે અમે આપને જણાવીશું કે મહિલાઓમાં ૫ સૌથી વધારે અને સામાન્ય પ્રકારના કેન્સર કયા કયા છે?

૧. સ્કીન કેન્સર:

image source

સ્કીન કેન્સર દુનિયાભરમાં સૌથી વધારે સામાન્ય અને મહિલાઓમાં વધારે જોવા મળતું કેન્સર છે. જેમઆ આપની ત્વચામાં મોલ જેવા કે મેલેનિન જેવું કઈક થઈ શકે છે. સ્કીન કેન્સરમાં કેન્સરગ્રસ્ત કોશિકાઓની અસામાન્ય વૃધ્ધિ મોટાભાગે સૂર્યના યુવી કિરણોના સંપર્કમાં આવવાથી વિકસિત થાય છે.

એમાં સ્કેલ્પ, ચેહરા, હોઠ, કાન, ગર્દન, છાતી અને હાથ-પગ પર ક્યાંય પણ થઈ શકે છે. સ્કેમસ સેલ કાર્સીનોમાં આપના શરીરના યુવી કિરણોવાળા ભાગ પર થાય છે, જે એક કઠોર, પોપદીવાળા સ્તરની સાથે એક ફર્મ, લાલ ઘાવની જેમ જોવા મળી શકે છે.

૨. બ્રેસ્ટ કેન્સર:

image source

બ્રેસ્ટ કેન્સર મહિલાઓમાં જોવા મળતું બીજું સૌથી સામાન્ય પ્રકારનું કેન્સર છે. સંખ્યા મુજબ, પ્રત્યેક ૮ માંથી ૧ મહિલાને પોતાના જીવનકાળ દરમિયાન એકવાર આ કેન્સરમાંથી પસાર થવું પડે છે. જો કે બ્રેસ્ટ કેન્સર પુરુષોમાં જોવા મળે છે પરંતુ પુરુષોની તુલનામાં આ મહિલાઓમાં વધારે થાય છે.

image source

બ્રેસ્ટ કેન્સરના કેટલાક સામાન્ય લક્ષણો છે, જેવા કે બ્રેસ્ટમાં ગાંઠ બનવી, બ્રેસ્ટના આકારમાં પરિવર્તન, બ્રેસ્ટની આસપાસની ત્વચા છોલાઈ જવી કે સ્વેલિંગ અને આપના બ્રેસ્ટની ઉપરની ત્વચાનું લાલ થવું પણ સામેલ હોઈ શકે છે. બ્રેસ્ટ કેન્સર આજના સમયમાં ખૂબ સામાન્ય થઈ ગયું છે, એટલા માટે આવા કોઈપણ સંકેત દેખાતા તરત જ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવું.

૩. ફેફસાનું કેન્સર.:

image source

ઘણા બધા લોકોને એવું લાગે છે કે બ્રેસ્ટ કેન્સર મહિલાઓને અને ફેફસાનું કેન્સર પુરુષોને જ થઈ શકે છે, જ્યારે આ ધારણા બિલ્કુલ્ ખોટી છે. એવું નથી કે ધુમ્રપાન કરવાવાળા પુરુષોને જ ફેફસાનું કેન્સર થાય, છેલ્લા ચાર દશકોમાં મહિલાઓમાં ફેફસાંના કેન્સરના મામલાઓમાં ઘણી વૃધ્ધિ થઈ છે. આ કેન્સરમાં કેન્સરની કોશિકાઓ ફેફસમાં ખૂબ ઝડપથી વધવા લાગે છે અને અન્ય ભાગોમાં પણ ફેલાઈ જાય છે.

image source

ધુમ્રપાન નિશ્ચિત રીતે આ પ્રકારના કેન્સર થવા પાછળ સૌથી સામાન્ય કારણો માંથી એક કારણ છે, પરંતુ આ મળી આવ્યું છે કે ફેફસાંના કેન્સરથી પીડિત અડધાથી વધારે મહિલાઓએ ક્યારેય પણ ધુમ્રપાન કર્યું નથી. ફેફસાંના કેન્સરનું સૌથી સામાન્ય લક્ષણોમાં ખાંસીની સાથે લોહીનું આવવું, શ્વાસ ફૂલવો, છાતીમાં દુખાવો, ઓછું વજન હોવું, માથાનો દુખાવો અને હાડકાંમાં દુખાવો પણ સામેલ છે.

૪. એંડોમેટ્રીયલ કેન્સર:

image source

એંડોમેટ્રીયલ કેન્સર, ગર્ભ કે ગર્ભાશયથી જોડાયેલ કેન્સર છે, જેનાથી મહિલાઓમાં માં બનવાની ક્ષમતા હમેશા માટે ખતમ થઈ શકે છે. એંડોમેટ્રીયલ કેન્સરને ગર્ભાશયના કેન્સરના રૂપમાં પણ જાણવામાં આવે છે. એંડોમેટ્રીયલ કેન્સરમાં ગર્ભાશયની અંદરની બાજુ એંડોમેટ્રીયમની કોશિકાઓ અસામાન્ય રીતે વધવા લાગે છે, જે એંડોમેટ્રીયલ કેન્સરનું કારણ બને છે. પોસ્ટમેનોપોજલ મહિલાઓમાં મુખ્ય રૂપથી આ પ્રકારનું કેન્સર થવાની સંભાવના હોય છે. એંડોમેટ્રીયલ કેન્સરના લક્ષણોમાં મેનોપોઝ પછી યોનિમાં લોહીમાં વહેવું, પિરિયડ્સ અને પેલ્વિકમાં દુખાવાની સાથે બ્લીડિંગ થવું સામેલ છે.

૫. થાઈરૉઈડ કેન્સર:

image source

થાઈરૉઈડ કેન્સર, થાઈરૉઈડની કોશિકાઓમાં વિકસિત થાય છે, જે આપની ગરદનની વચ્ચે રહેલ પતંગિયાના આકારની થાઈરૉઈડ ગ્રંથિમાં કેન્સર થાય છે. એમાં જેમ જેમ કેન્સરની કોશિકાઓ વધે છે, તો આપના ગળામાં દુખાવો,ખાવામાં તકલીફ અને સોજન કારણે થઈ શકે છે. થાઈરૉઈડ કેન્સરના સામાન્ય લક્ષણ છે કે આપના ગળામાં ગાંઠ, આપના અવાજમાં પરિવર્તન અને ખાવાની કે કોઈપણ વસ્તુ ગળવામાં તકલીફ થવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ