આજનો દિવસ :- આજના દિવસે નેતાજી સુભાષચંદ્ર બોઝ આટલું જાણો !!

અણથક સતત પ્રયાસ એટલે સુભાષ,
આઝાદીની આશ એટલે સુભાષ,
ઇન્કલાબી રતાશ એટલે સુભાષ,
ગોરાઓનું સત્યાનાશ એટલે સુભાષ,
જનગણમન વિશ્વાસ એટલે સુભાષ,
અંતે બસ એટલું સુભાષ એટલે સુભાષ.

લેખક – કુણાલ શાહ.

? જન્મ
૨૩ જાન્યુઆરી,૧૮૯૭
કટક, ઓરિસ્સા

? મૃત્યુ
૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ (વિવાદાસ્પદ)
તાઇવાન

? મૃત્યુનું કારણ
હવાઇ દુર્ઘટના (વિવાદાસ્પદ)

? હુલામણું નામ
સુભાષબાબુ

? અભ્યાસ
આઇ.સી.એસ.(સને:૧૯૨૧)

? ખિતાબ
નેતાજી

? રાજકીય પક્ષ
કોંગ્રેસ,ફૉરવર્ડ બ્લૉક

? માતા-પિતા
પ્રભાવતી , જાનકીનાથ બોઝ

સુભાષચન્દ્ર બોઝ (બંગાળી: સુભાષચન્દ્ર બસુ/શુભાષચૉન્દ્રો બોશુ) (૨૩ જાન્યુઆરી ૧૮૯૭ – ૧૮ ઓગસ્ટ ૧૯૪૫) જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ “જય હિન્દ”નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે.

પ્રભાવતી દેવીના પિતાનું નામ ગંગાનારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કોલકાતાનું એક કુલીન પરિવાર માનવામાં આવતું હતું. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં.

પિતા જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.

પોતાના બધા ભાઈઓમાંથી સુભાષને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો. શરદબાબૂ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષ તેમને મેજદા કહેતા હતા. શરદબાબૂની પત્નીનું નામ વિભાવતી હતું.

૧૫ વર્ષની ઉંમરમાં સુભાષ ગુરૂથી શોધમાં ઘરેથી ભાગીને હિમાલય ચાલ્યા ગયા છે. પરંતુ ગુરૂની તેમની શોધ અસફળ રહી હતી, ત્યાર બાદ સ્વામી વિવેકાનંદનું સાહિત્ય વાંચીને તેઓ તેમના શિષ્ય બની ગયા. ૧૯૨૧માં ઈંગ્લેન્ડ જઈને તેઓ ભારતીય સિવિલ સેવાની પરીક્ષા પાસ કરી પરંતુ તેમણે અંગ્રેજોની સેવા કરવાનો ઈનકાર કરી દીધો અને ભારત પરત આવી ગયા.

ભારત પરત આવ્યા બાદ તેઓ સર્વપ્રથમ મુંબઈ જઈ મહાત્મા ગાંધીજીને મળ્યા હતા. ત્યાં ૨૦ જુલાઈ ૧૯૨૧ના રોજ મહાત્મા ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી. ગાંધીજીએ તેમને કોલકતા જઈ દાસબાબુ સાથે મળીને કામ કરવાનું કહ્યું હતું. ત્યાર બાદ ટૂંક સમયમાં જ સુભાષબાબુ દેશના એક મહત્વપૂર્ણ યુવાનેતા બની ગયા.૨ જાન્યુઆરી ૧૯૩૧ના રોજ કોલકતામાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સુભાષચંદ્ર બોઝે વિશાળ મોર્ચો કાઢ્યો હતો. ત્યારે પોલીસે લાઠીચાર્જ કરી તેમને ઘાયલ કરી દીધા હતા. સુભાષચંદ્ર બોઝ જેલમાં હતા ત્યારે મહાત્મા ગાંધીએ અંગ્રેજો સાથે સહમતી કરી કેદીઓને છોડાવ્યા હતા.

પોતાના જીવનકાળ દરમિયાન સુભાષચંદ્ર કુલ ૧૧ વખત જેલ ગયા હતા.

૩મે ૧૯૩૯માં સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ અંતર્ગત ફોરવર્ડ બ્લોક નામથી પોતાની પાર્ટીની સ્થાપના કરી હતી. ત્યાર બાદ તેમને કોંગ્રેસમાંથી હાંકી કઢાયા હતા.

૨૯ માર્ચ ૧૯૪૨ના રોજ તેઓ જર્મનીના સર્વોચ્ચ નેતા હિટલરને મળ્યા હતા. પરંતુ હિટલરને ભારતના વિષયમાં ખાસ રસ ન હતો.

૧૯૪૪માં અમેરિકી પત્રકાર લુઈ ફિશર સાથે વાત કરતાં મહાત્મા ગાંધીએ નેતાજીને દેશભક્તોના પણ દેશભક્ત કહી નવાજ્યા હતા.

નેતાજીનું યોગદાન અને પ્રભાવ એટલો મહાન હતો કે એવું કહેવામાં આવે છે કે જો તે સમયે નેતાજી ભારતમાં હોત તો કદાચ ભારત એક સંઘ રાષ્ટ્ર બન્યુ હોત અને ભારતનું વિભાજન થયું ન હોત. સ્વયં ગાંધીજીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો.

? મૃત્યુ

દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનની હાર પછી નેતાજીએ બીજો માર્ગ શોધવો રહ્યો હતો. તેમણે રશિયા પાસેથી સહાયતા માગવાનું નક્કી કર્યું ૧૮ ઓગષ્ટ ૧૯૪૫ના રોજ નાતાજી વિમાન મારફત માંચુરિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓ લાપતા બની ગયા હતા. ત્યાર બાદ તેઓ કોઈને જોવા મળ્યા ન હતા.

૧૯૪૫ની ૧૮ ઓગષ્ટે એક દાવા પ્રમાણે સુભસચંદ્ર બોઝનુ જાપાનના ફોરમોસા કે જે હાલ તાઈવાનમાં છે ત્યાં પ્લેન ક્રેશ બાદ અવસાન થયું હતું. બોઝ સાઈગોન એરપોર્ટથી તેમની ટીમ સાથે હેવી બોમ્બર પ્લેન મીત્સુબીશી કેઆઈ-૨૧ કે જેનુ કોડ નેમ શેલી હતું તેમાં ટોકીયો અને ત્યાંથી સોવિયત યુનિયન જવા નિકળ્યા હતા. ત્યારે આ અકસ્માત થયો હતો. તેઓ સખ્ખત દાઝી ગયા હતા. ઝાપાનમાં તેમની ટ્રીટમેન્ટ પણ કરાઈ પરંતુ તે દરમિયાન તેઓ કોમામાં જતા રહ્યા અને બાદમાં ૧૮ ઓગષ્ટે રાત્રે ૯ થી ૧૦ વગ્યા દરમીયાન તેમનું મોત નિપજ્યું હતું. જેના બે દિવસ બાદ તેમની શરીરને તાઈહોકુ ખાતે અતિમવિધી કરાઈ. અને ૨૩ ઓગષ્ટે જાપાની ન્યુઝ એજન્સીએ તેમના મોતના અહેવાલ છાપ્યા હતા. બાદમાં તેમના અસ્થિ ટોકીયો ખાતે લઈ જવાયા અને ત્યાં સ્થિત ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ લીગના રામા મુર્તીને સોંપવામાં આવ્યા હતા.અને તે અસ્થિને બાદમાં રેન્કોજી ટેમ્પલ ખાતે રાખવામાં આવેલ છે.

મહત્વનું છે કે નેતાજીના સમર્થકોએ તેમના મોત અને તે સમગ્ર ઘટનાક્રમના દાવાને ફગાવી દીધો હતો. અને આ સમગ્ર ઘટનાને એક કાવતરૂ માને છે. તથા હજી પણ ઘણા માને છે કે સુભાષબાબુ ક્યાંક જીવિત છે. ભારત સરકારે બોઝના મોત બાદ તે અંગેની તપાસ માંટે ૩ જેટલા કમીશનની રચના કરી હતી. જેમાં બે કમીશને તેમનુ મોત પ્લેન ક્રેશમાં થયું હોવાનું તારણ આપ્યું જ્યારે ત્રીજા કમીશનનો દાવો હતો કે બોઝે તેમના મોતનો કીસ્સો જાતે જ રચ્યો હતો. જે તારણને સરકારે કોઈ પણ કારણ આપ્યા વિના ફગાવી દીધો હતો.

? જીવન પ્રસંગ :- અપૂર્વ દેશપ્રેમ

નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇંગ્લેન્ડ માં આઇ. સી.એસ.માં પાસ થઈ ને ભારત પાછા ફર્યા ત્યારે તેઓને એક લેખિત પરિક્ષા આપવી પડી.

પ્રશ્નપત્ર માં એક પ્રશ્ન વાંચતાજ સુભાષચંદ્ર નું મોઢું રોષ થી લાલઘૂમ બની ગયું.એ પ્રશ્ન મા એક અંગ્રેજી પરિછેદ નું વિદ્યાર્થી એ પોત પોતાની માતૃભાષામાં ભાષાંતર કરવાનું હતું.ફકરામાં એક વાક્ય આપ્રમાણે હતું.”ઇન્ડિયન સોલ્જર્સ આર જનરલી ડિસઓનેસ્ટ” અર્થાત “હિન્દી સૈનિકો સામાન્યતયા બેઇમાંન હોય છે”

આ પ્રશ્ન વાંચતાજ સુભાષચંદ્ર ઉભા થઇ ગયા અને નિરીક્ષકને પોતાની પાસે બોલાવીને કહ્યું “મહેરબાની કરીને આ પ્રશ્ન કાઢી નાંખો ” જવાબ મળ્યો જરૂરત રૂપેજ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જે કાઢી ના શકાય તમેજો એ પ્રશ્ન નો ઉત્તર નહિ લખો તો આવી મોટી નોકરી મલશે નહિ.

આ સાંભળતાજ સુભાષચંદ્ર બોઝ મનમાં સમસમી ગયા.તેમને એક પળ નો પણ વિલંબ કર્યા વગર પ્રશ્નપત્ર ફાડી નાખ્યું અને કહ્યું .આ પડી તમારી નોકરી ! પોતાની માતૃભૂમિ ના લોકો પર કલંક મુકવા કરતા ભૂખે મરવું બહેતર છે. મારે નથી જોઈતી તમારી નોકરી ! મારા દેશ ના સૈનિકો બેઇમાન છે એવું કદી પણ લખી શકું નહીં.પ્રશ્નપત્ર ફાડી ને તરતજ પરીક્ષા ખંડ માંથી નીકળી ગયા.

આવી દેશ ભક્તિ હાડોહાડ ભરી હતી.સુભાષચંદ્ર બોઝ માં .અને અત્યાર ના નેતા ઓ સૈનિકો ની શહીદી પર રાજકરણ રમેછે.

? ભવિષ્ય વાણી

સુભાષચંદ્ર બોઝ ની ભવિષ્ય વાણી આજે સાચી થઇ છે . તેમને કહ્યું હતું ,
“ભારતના બે ભાગ થયા તો તે બંને રાષ્ટ્રો એક બીજા સાથે લડતા રહેશે . અને બીજા રાષ્ટ્રો તેને દોહતાં રહેશે .

? લેખન અને સંકલન :– Vasim Landa The-Dust Of-Heaven ✍

ટીપ્પણી