રાત્રે હેર વોશ કરવાથી થાય છે આ અઢળક નુકસાન, જાણો અને ચેતી જાઓ આજથી

રાત્રે વાળ ધોવાની છે તમને પણ આદત? તો જાણી લો તેનાથી થતાં નુકસાન વિશે સૌથી પહેલાં

image source

સવારે ઓફિસ જવાની અને ઘરના કામ પૂરા કરવાની દોડધામમાંથી સમય ન કાઢી શકતાં લોકો રાત્રે વાળ ધોવાનો આગ્રહ રાખે છે જેથી સવારે ઉતાવળમાં વાળ ધોવા પડે નહીં. પરંતુ રાત્રે વાળ ધોતાં લોકો એ વાતથી અજાણ હોય છે કે આ આદત વાળ અને સ્વાસ્થ્ય બંને માટે નુકસાનકારક છે.

image source

રાત્રે વાળે ધોવા અને તેને ભીના રાખવા જોઈએ નહીં. આમ કરવાથી વાળ અને મૂળ બંને નબળા પડી જાય છે. તો ચાલો વિગતે જાણીએ કે રાત્રે વાળ ધોવાથી કયા કયા નુકસાન થાય છે અને જો અનિવાર્ય સંજોગોમાં વાળ ધોવા પડે તો કઈ વાતોનું ધ્યાન રાખવું.

વાળ તૂટે છે વધારે

image source

જ્યારે ભીના વાળ રાખી સૂઈ જવાનું થાય તો વાળ સૂકા વાળ કરતાં વધારે પ્રમાણમાં ખરે છે. વાળ ભીના હોય ત્યારે તેના ક્યૂટિકલ વધારે ઉપર હોય છે અને જેનાથી વાળ ઝડપથી તૂટી જાય છે. ભીના સ્કેલ્પમાંથી વાળ ઝડપથી ઉખડી જાય છે. તેથી જો વાળ તમારા વધારે ખરતાં હોય તો રાત્રે ક્યારેય વાળ ધોવા નહીં.

ખરાબ થાય છે વાળનું ટેક્ચર

image source

રાત્રે વાળ ધોવાથી વધુ એક નુકસાન થાય છે કે તેનાથી વાળનું ટેક્સર ખરાબ થઈ જાય છે. વાળ સૂકા ન હોવાથી સૂતી વખતે તેના આકાર બદલી જાય છે. એટલે જ્યારે તમે સવારે જાગો છો તો તેનું ટેક્ચર ખરાબ થઈ જાય છે.

વાળમાં વધે છે ગુંચ

Related image
image source

રાત્રે વાળ ધોયા બાદ તેની ગુંચ કાઢ્યા વિના જ મહિલાઓ સૂઈ જાય છે. તેનાથી વાળમાં વધારે ગાંઠ પડી જાય છે. બીજા દિવસે જ્યારે વાળમાંથી ગુંચ ઉકેલો છો ત્યારે તે સુકા હોય છે અને વધારે વાળ તુટી જાય છે.

ફંગલ ગ્રોથ વધે છે

image source

ભીના વાળ અને સ્કેલ્પ સાથે સૂઈ જવાથી ફંગસ વધે છે આ ઉપરાંત ખોડો, વાળ ખરવા અને સંક્રમણ જેવી સમસ્યા થાય છે. ભીના વાળના કારણે સ્કેલ્પમાં ફંગલ ગ્રોથ વધી જાય છે.

શરદી-ઉધરસ અને એલર્જી

image source

રાત્રે વાળ ધોવાથી શરદી, ઉધરસ કે એલર્જી થવાની શક્યતા પણ વધી જાય છે. આ ઉપરાંત માથાનો દુખાવો પણ થાય છે. ભીના વાળના કારણે માથામાં ઠંડક વધે છે અને શરીર ગરમ રહે છે. તેવામાં માથામાં દુખાવો થઈ જાય છે.

આ વાતોનું ખાસ રાખો ધ્યાન

રાત્રે વાળ ધોવા અનિવાર્ય હોય તો જ ધોવાનો આગ્રહ રાખો. અન્યથા નિયમિત સવારે જ વાળ ધોવાનું રાખો. આ ઉપરાંત જ્યારે પણ રાત્રે વાળ ધુઓ ત્યારે તેને બરાબર સુકાવી અને કોરા કરો.

image source

રાત્રે સૂતા પહેલા વાળમાંથી ગુંચ સારી રીતે કાઢવી અને ત્યારબાર વાળને બરાબર બાંધીને સુવું જેથી તેનું ટક્ચર ખરાબ ન થાય. રાત્રે વાળ ધોવાનું થાય ત્યારે તેમાં કંડીશ્નર જરૂર કરવું જેથી વાળ મુલાયમ રહે અને વાળ કોરાં કરી તેમાં સીરમ પણ લગાવવું જેથી સવાર સુધીમાં વાળમાં ગુંચ વધે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ