૨૯ એપ્રિલના રોજ પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા ઈરફાન ખાનનું નિધન થઈ ગયું છે. આ સાથે જ અદ્દભુત એક્ટિંગનો એક સુરજ અસ્ત થઈ ગયો.

ઈરફાન ખાનને પેટમાં સંક્રમણ થયા પછી ૨૮ એપ્રિલના રોજ મુંબઈની કોકીલાબેન હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. જ્યાં આઈસીયુમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. ઈરફાન ખાનને વર્ષ ૨૦૧૮માં કેન્સરને હરાવ્યું હતું. ત્યાર બાદ તેમણે એક ફિલ્મની શુટિંગ પણ પૂરી કરી.

પરંતુ અંતમાં ૨૯ એપ્રિલના રોજ આ એક્ટરનું નિધન થઈ ગયું. આજે જે ઈરફાન ખાનને આપણે જાણીએ છીએ, તેમણે ઘણી ગરીબી પણ જોઈ છે. સંઘર્ષમાં એવો પણ એક સમય આવ્યો હતો જયારે અભિનેતાએ પૈસા કમાવા માટે એસી રીપેરીંગનું કામ કરતા હતા.

આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે ઈરફાન ખાનની જમીન થી લઈને આસમાનોની ઉંચાઈઓ સુધી પહોચવાની ઈરફાન ખાનની સફર….
ઈરફાન ખાનનો જન્મ ૭ જાન્યુઆરી, ૧૯૬૭માં રાજસ્થાનના જયપુર માં થયો હતો. તેમના પિતા ટાયર વેચતા હતા.

ઈરફાન ખાનને પરિવારમાં બે ભાઈ અને એક બહેન હતા. તેમના અમ્મી સઈદા બેગમની કેટલાક દિવસો પહેલા જ મૃત્યુ થઈ હતી. લોકડાઉનના કારણે ઈરફાન ખાન પોતાની અમ્મીના અંતિમ સંસ્કારમાં સામેલ ના હોતા થઈ શક્યા.

ઈરફાન ખાનનું અસલી નામ સાહબજાદે ઈરફાન અલી ખાન હતું. ઈરફાન ખાનએ નેશનલ સ્કુલ ઓફ ડ્રામા દિલ્લીથી અભ્યાસ પૂરો કર્યો હતો.
પરંતુ આ એક્ટર ઈરફાન ખાનને એમ જ શોહરત મળી હતી નહી. ઈરફાન ખાનને પોતાના સંઘર્ષના સમય દરમિયાન તેમણે પૈસા કમાવા માટે એસી રીપેરીંગનું કામ પણ કર્યું હતું.

આ સાથે જ પૈસા કમાવા માટે ટ્યુશન પણ ભણાવતા હતા. ઈરફાન ખાનએ એનએસડીથી ભલે ડીગ્રી લીધી હતી, તો પણ ઈરફાન ખાનને ખુબ જ સંઘર્ષ કરવા પડ્યો હતો.
ઈરફાન ખાનએ કરિયરની શરુઆતમાં ‘ચાણક્ય’, ‘ભારત કી ખોજ’, ‘સારા જહા હમારા’, ‘બનેગી અપની બાત’, ‘ચંદ્રકાંતા’, ‘અણુંગુંજ’, ‘શ્રીકાંત’, ‘સ્ટાર બેસ્ટ સેલર્સ એન્ડ સ્પર્શ’ જેવા ટીવી સીરીયલ્સમાં નાના મોટા રોલ પણ કર્યા હતા.

વર્ષ ૧૯૮૮માં ઈરફાન ખાનએ મીરા નાયરના ‘સલામ બોમ્બે’માં કેમિયો રોલ કર્યો હતો. જેને પાછળથી કાપી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી ઈરફાન ખાનએ કેટલીક ફિલ્મોમાં અને સિરીયલ્સમાં નાના નાના રોલ કર્યા.

ઈરફાન ખાનને ઓળખ મળી વર્ષ ૨૦૦૦માં. જયારે તેમણે લંડન બેસ્ટ ડાયરેક્ટર આસિફ કપાડિયાની ‘ધ વોરિયર’માં કામ કર્યું. વર્ષ ૨૦૦૧માં અલગ અલગ ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રદર્શિત કરવામાં આવી આ ફિલ્મમાં લાફકેડિયા ‘ધ વોરિયર’ના મુખ્ય પાત્રની ભૂમિકા નિભાવ્યા પછી ઈરફાન ખાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળી.

ત્યાર પછી ઈરફાન ખાનએ પાછળ ફરીને જોયું નહી. ઈરફાન ખાનએ ‘સ્લમડોગ મીલેનીયર’, ‘પાનસિંહ તોમર’, ‘ધ લંચ બોક્સ’, ‘કિસ્સા’, ‘તલવાર’, ‘પીકુ’ જેવી ફિલ્મોથી પણ ખુબ વખાણ થઈ રહ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ઈરફાન ખાનની ત્રણ હીટ ફિલ્મો ‘મદારી’, ‘હિન્દી મીડીયમ’ અને ‘કરીબ કરીબ સિંગલ’એ બોક્સ ઓફીસ પર સારી કમાણી કરી.

ઈરફાન ખાનએ હોલીવુડમાં ‘સ્પાઈડરમેન’, ‘જુરાસિક વર્લ્ડ’, ‘ઇન્ફ્રનો’ સિવાય કેટલીક અન્ય આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રોજેક્ટમાં પણ શાનદાર કામ કર્યું. પોતાની એક્ટિંગથી ઈરફાન ખાનએ નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મેળવ્યો. ઈરફાન ખાનને ફિલ્મ ‘પાન સિંહ તોમર’ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ