શારીરિક સ્વાસ્થ્ય માટે જરૂરી ફાયબર્સ વિશે જાણવા જેવું……..

ફાયબર્સ વિશે જાણવા જેવું

શરીર માટેના જરૂરી વિટામીન્સ કે પ્રેટીન્સ, કાબ્રોબાઇડ્રેટ્સ જેટલાં જ જરૂરી ફાયબર્સ છે. ડાયટરી ફાઇબર્સ એટલે એવો ખોરાક જેમાં કોઈપણ પ્રકારની કેલેરી હોતી નથી. તે આંતરડામાં જઈને ખોરાક ખાધાનો સંતોષ આપે છે. તેનાથી પેટ ભરાયાનો સંતોષ થાય છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

વધુ ફાયબરવાળો ખોરાક ખાવાના ફાયદા ઘણા છે. વધુ ફાયબરવાળો ખોરાક ખાવાથી ડાયાબીટીસ કંટ્રોલમાં રહે છે. ઉપરાંત વધુ કોલેસ્ટ્રોલને દર્દીઓને પણ ફાયબરવાળો ખોરાક કોલેસ્ટેરોલને નિયમનમાં રાખે છે. આંતરડાના કેન્સર, કબજીયાતના રોગોને દૂર રાખવા માટે ફાઇબર્સ લેવા આવશ્યક છે. આ ઉપરાંત વધુ પડતા વજનના રોગીઓ પણ જો ફાયબર્સયુક્ત ખોરાક લે તો વજન વધતુ અટકે છે અને વજન ઉતારવા માટેના પ્રયત્ન કરતાં લોકોને પણ ફાયબર્સથી વજન જલદી ઉતારી શકાય છે.ફાયબર્સવાળો ખોરાક આંતરડામાંથી કોલોનમાં થઈને શરીરની બહાર નીકળી જાય છે જેનાથી કોલોનને હેલ્ધી રહે છે. માટે જ ફાઇબર્સને કુદરતી સ્ક્રબર કહેવામાં આ છે. જે આંતરડાને સાફ કરવાનું કામ કરે છે. આ ફાઇબર્સ આપણને આખા અનાજ, જાડા લોટ, શાકભાજી અને ફળફળાદી તેમ જ સુકામેવામાંથી ભરપુર પ્રમાણમાં મળે છે.હાઇફાયબરવાળો ખોરાક ખાવાથી ઘણાબધા રોગોથી દૂર રહેવાય છે જેમ કે ઇનસોલ્યુબલ ફાયબર્સવાળો ખોરાક એટલે શાકભાજી જાડો લોટ વિગેરે ખાવાથી કોલોન કેન્સરથી દૂર રહેવાય છે. સોલ્યુબલ ફાયબર એટલે કે ફળફળાદિ, કઠોળ, ડ્રાયફ્રુટ લેવાથી સ્ટ્રોકના રોગોને અટકાવાય છે. ઉપરાંત ડાયાબીટીસ કબજીયાત વિગેરે રોગેને દૂર રાખી શકાય છે.
સોલ્યુબલ ફાયબર્સ હાઇકોલેસ્ટેરોલમાં ફાયદો કરે છે. સોલ્યુબલ ફાયબર્સ ઓગળીને આંતરડામાં જાડા થઈ એક જાતની જેલ ઉત્પન્ન કરે છે. આ જેલ શરીરમાં શુગરનું ઉત્પાદન ઓછુ કરી શરીરમાં બ્લડ ગ્લુકોઝ લેવલ સંતુલીત કરે છે. આજ જેલ કબજીયાતને દૂર કરી હરસ મસા વિગેરેને થતા અટકાવે છે.એક નોર્મલ વ્યક્તિએ તેના રોજીંદા ખોરાકમાં 20થી 35 ગ્રામ સુધી ફાઇબર્સનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે હેલ્ધી અને ન્યુટ્રીશીયસ ડાયટમાં ફાઇબર્સ ઉમેરવામાં આવે ત્યારે તે વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. વધુ પડતા ફાઇબર્સ લેવાથી અપચો કે ગેસ ઉદ્ભવી શકે છે. જ્યારે વધુ ફાઇબર્સવાળો ખોરાક લેવામાં આવે ત્યારે પાણીનો વપરાશ પણ વધુ રાખવો જરૂરી છે. નહીંતર કબજીયાત અથવા ગેસનો અનુભવ થઈ શકે છે.આવા ફાઈબર્સનો ફાયદો મેળવવા માટે જ આપણે ફળફળાદિ વિગેરેને છાલ સહીત ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમ જ ફળના રસ પીવાને બદલે કાપીને ખાવા જોઈએ જેથી તેના ફાઇબર્સ જળવાઈ રહે. રોજિંદા ખોરાકમાં શાકભાજીનો ઉપયોગ વધારવા વિવિધ વાનગીઓ બનાવીને પિરસવી જોઈએ. અઠવાડિયામાં બે વખત સાંજના જમવામાં ફક્ત શાકભાજીવાળી વાનગીઓ બનાવવી જોઈએ. ખોરાકમાં ફાઈબર્સનો ઉમેરો કરવા પેક્ડ ફુડ ખરીદતી વખતે તેની ઉપર લખવામાં આવેલા ફાઇબર્સની માત્રા ચકાસીને જ ખરીદવા જેથી મહત્તમ ફાઇબર્સવાળો ખોરાક શરીરને ફાયદો કરે.

લેખક : લીઝા શાહ (ડાયેટીશયન), 

ફોન નંબર :  +91-9173706065

વેબસાઈટ :  www.anganahospital.com

દરરોજ આવી રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ

આપ અહિયાં આ જે માહિતી વાંચી રહ્યા છો એ હેલ્થ અને ડાયટએક્સપર્ટલીઝા શાહ દ્વારા બતાવવામાં આપેલ છે, તેઓ એક ખુબ અનુભવી એક્સપર્ટ છે, વધુ માહિતી માટે તમને તેમને કોન્ટેક્ટ કરી શકો છો…

ટીપ્પણી