ગ્રીન ટી તો બહુ પીધી પણ વજનમાં કોઈ ઘટાડો નથી થયો? ટ્રાય કરો આ ગ્રીન કોફી…

ગ્રીન કોફી વિષે જાણવા જેવું

ગ્રીન ટી પછી હવે લોકો ગ્રીન કોફી પણ પીવા લાગ્યા છે. જગતમાં જુદી જુદી જાતની કોફી પીવાવાળાનો તોટો નથી. આજકાલ ‘ગ્રીન કોફી’થી વજન ઉતારવાનો પ્રયોગ લોકોએ શરૂ કર્યો છે. ગ્રીન ટીની જેમ જ ગ્રીન કોફીમાં પણ કેફિનનું પ્રમાણ ઘણું ઓછું રહે છે. આથી જ કોફીના બધા જ ફાયદા મેળવી શકાય છે પરંતુ તેની અંદર કેફિનનું પ્રમાણ ઘણુ ઘટી જાય છે.

ગ્રીન કોફી શું છે ?આપણે રોજબરોજ જે કોફીનો ઉપયોગ કરીએ છીએ તે પ્રોસેસ્ડ અને રોસ્ટેડ છે. તેથી જ તે કલરમાં ડાર્ક બ્રાઉન હોય છે અને તેમાંથી જુદી જ જાતની સુગંધ મળે છે.

ગ્રીન કોફી એ રેગ્યુલર કોફી કરતા સ્વાદમાં કંઈક જુદી જ છે. તેમાં કેફીન પણ ઓછું છે. માટે જ વધુ પડતી કોફી વાપરતાં કોફીના શોખીનોને એ ખૂબ જ પસંદ આવવા માંડી છે. તે કોફીના દાણા છે જેને પ્રોસેસ્ડ કરવામાં આવતા નથી.

વજન ઉતારવા માટે કેવી ગ્રીન કોફી લેવી ?સોલ્યુબલ ગ્રીન કોફીઃ-
સાદી અને ઝડપથી બની જતી આ કોફીમાં ફક્ત એક કપ પાણી જ નાખવાની જરૂર છે. એક કપ ગ્રીન કોફી માટે તમારે એક કપ પાણીમાં માત્ર એક ચમચી ગ્રીન કોફી નાખવાની છે અને આમ તૈયાર થઈ જશે તમારી ગ્રીન કોફી.ગ્રીન કોફી વાપવરાની જુદી જુદી રીતઃ-

1) ગ્રીન કોફી હળદર સાથે
2) ગ્રીન કોફી ફુદીના સાથે
3) ગ્રીન કોફી તજના ભુક્કા સાથે
4) ગ્રીન કોફી આદુ સાથે

ગ્રીન કોફી કેટલી લેવી ?કોઈપણ વસ્તુ ‘અતી’ એ નુકસાનકારક છે. વધુ પડતી ગ્રીન કોફી લેવાથી નુકસાન થઈ શકે છે.

– જમ્યા બાદ તરત જ ગ્રીન કોફી લેવી નહી.
– વધુ પડતા ગરમ પાણીમાં ગ્રીન કોફી નાખવી નહી
– દિવસમાં 2થી3 કપથી વધુ વાપરવી નહી

ગ્રીન કોફી વાપરવાના ફાયદાઃ-1. એન્ટીઓક્સીડન્ટથી ભરપૂર

ગ્રીન કોફીમાં એન્ટીઓક્સીડન્ટ્સ ભપૂર હોય છે. જેના કારણે શરીરના ફ્રી રેડિકલ્સને મદદ મળે છે અને ઓવરઓલ હેલ્થ ઇમ્પ્રુવ થાય છે. કોફીના બી ઉપર પ્રોસેસ નહીં થવાના કારણે શરીરને પુરતા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ્સ મળે છે.

2. મેટાબોલીઝમને ઇમ્પ્રુવ કરે છે

પ્યોર કોફી બીન્સ શરીરના મેટાબોલીઝમને ઇમ્પ્રુવ કરી વધુ પડતા વજનને ઓછુ કરવા મદદ કરે છે.

3. એક્સ્ટ્રા ફેટને દૂર કરવા મદદરૂપ થાય છે.તેમાં ખાસા પ્રમાણમાં Kelp આવેલું છે. જે વિટામીન અને મીનરલ્સથી ભરપૂર છે.

4. ભૂખ ઓછી કરે છે

જો તમને વારંવાર ખોટી ભૂખ લાગ્યા કરતી હોય તો ગ્રીન કોફી બીન્સ તમને મદદરૂપ થઈ શકે છે. વધુ પડતા ગળ્યા ખોરાકની ઇચ્છાને અને વધારે પડતા ખોરાકને દૂર કરે છે અને વ્યક્તિને વજન ઉતારવામાં મદદરૂપ થાય છે.

5. ટાઇપ 2 ડાયાબીટીસને ઓછો કરે છે

ગ્રીન કોફી બીન્સ શરીરમાં શુગરનું પ્રમાણ ઓછુ કરે છે માટે વેઇટ લોસ થઈ શકે છે

6. ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે

કોલેસ્ટ્રોલ લેવલ જે ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે જાણીતુ છે જેના કારણે વધુ પડતા હાર્ટના રોગો થઈ શકે છે તે પણ ગ્રીન કોફીથી ઓછું થઈ શકે છે.

7. શરીરમાં લોહીનું સર્ક્યુલેશન સુધારે છે.

હાઇ બ્લડ પ્રેશરને કારણે થતા સ્ટ્રોક, હાર્ટ ફેઇલીયર વિગેરે માટે આપવામાં આવતી એસ્પીરીન જેવું તત્ત્વ ગ્રીન કોફીમાં જેવા મળે છે. માટે ગ્રીન કોફી લેવાથી આર્ટરીઝ કઠોર થતી નથી અને શરીરમાં લોહીનું ભ્રમણ વધે છે.

8. નેચરલ ડી-ટોક્સ છે

ગ્રીન કોફી બીન્સ નેચરલ ડી-ટોક્સ છે જે લીવરના ટોક્સીન્સ દૂર કરે છે. લીવર ડી-ટોક્સ થાય છે એટલે ઓવરઓલ હેલ્થમાં સુધારો થાય છે.

9. વાળ અને ચામડી સુધારે છે અને વળી એન્ટી-એજિંગ તરીકે કામ કરે છે.

10. ગ્રીન કોફી લેવાથી ચામડીને મોઇશ્ચરાઇઝર મળે છે. વળી વાળની ચમક પણ વધે છે. તે એન્ટી એજીંગ તરીકે કામ કરી ત્વચાની કરચલી દૂર કરે છે.

લેખક : લીઝા શાહ (ડાયેટીશયન), 

ફોન નંબર :  +91-9173706065

વેબસાઈટ :  www.anganahospital.com

દરરોજ આવી રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ

આપ અહિયાં આ જે માહિતી વાંચી રહ્યા છો એ હેલ્થ અને ડાયટએક્સપર્ટલીઝા શાહ દ્વારા બતાવવામાં આપેલ છે, તેઓ એક ખુબ અનુભવી એક્સપર્ટ છે, વધુ માહિતી માટે તમને તેમને કોન્ટેક્ટ કરી શકો છો…

ટીપ્પણી