આલિયા ભટ્ટની મુવી “રાઝી” વિષે જાણો શું જણાવી રહી છે આલિયા.

વિવિધતાદર્શી રોલ ભજવતી આલિયા

બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં આલિયા ભટ્ટનું નામ લેવામાં આવે છે. તેમણે પોતાની અભિનય ક્ષમતાનો પરિચય ફિલ્મોથી આપેલો છે. સ્ટુડન્ટ ઓફ ધ યર, બદ્રીનાથ કી દુલ્હનિયાની વાત કરીયે કે પછી ઉડતા પંજાબ અને હાઇવે જેવી ગંભીર વિષયો પરથી બનેલી ફિલ્મોની વાત કરીયે, તો તેમણે પોતાના અભિનય દ્વારા દર્શકોના દિલ જીતી લીધા છે. હવે તે પોતાની ફિલ્મ રાઝીમાં અલગ અંદાજમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં આલિયા એક કાશ્મીરી યુવતીના પાત્રમાં છે. તે ફિલ્મમાં એક જાસૂસ તરીકે છે. તેનું ટ્રેલર અને પોસ્ટર હાલમાં જ રીલીઝ થયું છે, જે ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યું છે.

મેધના ગુલઝારની પસંદ ફક્ત આલિયાબોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ રાઝીની ખાસ વાત એ છે કે તેનું નિર્દેશન મેધના ગુલઝાર કરી રહ્યા છે. મેધનાએ આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી છે. વાર્તાથી લઇને ડ્રેસ, મેકઅપ, ડાયલોગ, વગેરે દરેક બાબતો પર ખાસ ધ્યાન આપ્યું છે. મેધનાએ એક ઇન્ટરવ્યૂહમાં કહ્યું હતું કે આ ફિલ્મની હિરોઇન તો ફક્ત આલિયા જ હોઇ શકે છે. આલિયા જ મારી ફિલ્મ માટે ફિટ છે.

ઉપન્યાસ પર આધારીત રાઝીહરિંદર સિક્કાના ઉપન્યાસ કોલિંગ સહમત પરથી આ ફિલ્મ બની છે. જે એક કાશ્મિરી યુવતીની સાચી વાર્તા છે. 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન તે પાકિસ્તાનના એક આર્મી ઓફિસર સાથે લગ્ન કરી લે છે. તે પછી તેના જીવનમાં કેવા ફેરફાર આવે છે, તેના પર કેવી મુશ્કેલીઓ પડે છે, તે કેટલું સહન કરે છે, તેની વાત રાઝીમાં છે. ફિલ્મનું નિર્દેશન મેધના ગુલઝારે કરેલું છે.

શું છે રાઝીની વાર્તાઆ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ લોન્ચ થયું છે. ધર્મા પ્રોડક્શન અને જંગલી પિક્ચર્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ રાઝીમાં આલિયા ખૂબ જ પડકાર જનક ભૂમિકા કરતી જોવા મળી રહી છે. ફિલ્મના ટ્રેલરની સાથે જ ફિલ્મનું પોસ્ટર પણ રીલીઝ કરવામાં આવી રહ્યું છે. આ એક સત્યઘટના પર આધારિત વાર્તા છે. તેમાં જે પાત્ર આલિયા ભજવી રહી છે, તે મહિલાનું નામ જાહેર કરવામાં આવ્યું નથી કારણકે તે ભારતની જાસૂસ હતી. વાર્તા 1971ના સમયની છે.

ફિલ્મના ટ્રેલરમાંઆલિયા પાકિસ્તાનમાં રહીને પોતાના દેશ માટે જાસૂસી કરતી જોવા મળી રહી છે. ફિલ્મમાં આલિયા સહમત નામની એક પાકિસ્તાની યુવતીના પાત્રમાં જોવા મળશે. જે દેખાવમાં તો ખૂબ જ સરળ લાગે છે પણ પોતાની ચાલાકીથી દેશ માટે જાસૂસ તરીકે કામ કરે છે. ફિલ્મના ટ્રેલરની શરૂઆત ભારત-પાકિસ્તાનમાં તણાવપૂર્ણ વાતાવરણથી થાય છે. સહમતના પિતા તેના નિકાહ એક પાકિસ્તાની ઓફિસર (વિકી કૌશલ) સાથે કરાવે છે. જેથી તે પાકિસ્તાનમાં રહીને દેશ માટે જાસૂસી કરી શકે. આલિયા ફિલ્મના ટીઝરમાં બુર્કેની આરપારથી બધી માહિતી ભેગ કરતી હોય તેવું જોવા મળે છે. ટીઝરના અંતમાં આલિયા કહેતી જોવા મળે છે કે હા મૈં રાઝીહૂ.

આવનારી બે ફિલ્મોઆલિયા હાલમાં એકસાથે બે ફિલ્મોમાં વ્યસ્ત જોવા મળી રહી છે. ફિલ્મ ગલી બોયમાં તે રણવીર સિંહ સાથે શૂટીંગમાં વ્યસ્ત છે. તો બીજી બાજુ બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરવાની છે. તેની આ ફિલ્મ માટે તે ખૂબ જ મહેનત કરી રહી છે. હાલમાં જ આલિયાને બ્રહ્માસ્ત્રના સેટ પર ઇજા થઇ હતી. શૂટીંગ દરમિયાન તેના ખભાના ભાગમાં ઇજા થઇ હતી. જેના કારણે ડોક્ટર્સે આલિયાને આરામ કરવાની સલાહ આપી છે. તેનું શૂટીંગ બુલ્ગારીયામાં થઇ રહ્યું છે. તે ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. રણબીર કપૂર ઉપરાંત મૌની રોય પણ જોવા મળશે. આ ફિલ્મના શૂટીંગ માટે આલિયા અને રણબીર ઘણા લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે. તેના માટે બંને એક્ટર્સે હોર્સ રાઇડીંગ પણ શીખી છે.

વરુણ સાથે જોડી લોકપ્રિયઆલિયાની દોસ્તની ચર્ચા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે વારંવાર સાંભળવા મળે છે. તેઓ સાથે જ પાર્ટીમાં પણ જોવા મળતા હોય છે. ફિલ્મના પડદા પર વરુણ ધવન સાથે દર્શકો તેની જોડી વધારે પસંદ કરે છે. સ્ટુડન્ટ ઓફ ધ યર, બદ્રીનાથ કી દુલ્હનીયા અને હમ્પ્ટી શર્મા કી દુલ્હનીયા જેવી ફિલ્મોમાં તેઓ સાથે જોવા મળ્યા હતા. તે ઉપરાંત શાહરૂખ સાથે આવેલ ફિલ્મ ડિયર જીંદગીમાં પણ તેના અભિનયના વખાણ થયા હતા. અર્જુન કપૂર સાથે 2 સ્ટેટ્સમાં પણ ખૂબ લોકપ્રિય થઇ હતી.

પોતાની મહેનતથી આગળ આવી

મહેશ ભટ્ટે ડિરેક્શન કરવાનું બંધ કર્યું તેથી આલિયાએ પોતાની રીતે જ બોલિવૂડમાં સ્થાન મેળવ્યું. તે ઇચ્છતી હતી કે પપ્પા દ્વારા તેમને બ્રેક મળે. તેમની પહેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર માટે તેમણે સ્ક્રીન ટેસ્ટ પણ આપ્યા હતા. 400 જેટલી યુવતીઓને રીજેક્ટ કર્યા પછી તેમાં આલિયાને પસંદ કરવામાં આવી હતી.

મિત્રતામાં માને છે આલિયા

આલિયાએ જેમની સાથે કામ કર્યું છે એ દરેકને સારા મિત્રો માને છે. ભલે તે સિદ્ધાર્થ મલહોત્રા હોય, વરુણ ધવન, અર્જુન કપૂર કે રણદીપ હુડા જ કેમ ન હોય. વરુણ અને સિદ્ધાર્થ સાથે તેમને અતૂટ મૈત્રી છે. રણવીર સિંહ અને અર્જુન પણ તેમના મિત્રો છે. આલિયા માને છે કે ખાસ મિત્રો રોજ મળે કે ન મળે પણ તેમની વચ્ચે સમજદારી તો હોવી જ જોઇએ. કારણ કે તેઓ પરિપક્વ છે, સ્માર્ટ છે. આલિયા તેના દરેક સાથી કલાકારની ફિલ્મોને પોતે પણ પ્રમોટ કરતી ઘણીવાર જોવા મળે છે.

આલિયાની તમને સૌથી વધુ ગમતી મૂવીનું નામ કોમેન્ટમાં જણાવો…

લેખન : મેધા પંડ્યા ભટ્ટ

દરરોજ બોલીવુડની આવી ઘણી અવનવી અને ચટપટી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી