જલ્સા કરોને જેંતીલાલ

રોડ બનાવવામાં આવતો ડામર એક નહિં પણ આવે છે અનેક રીતે કામમાં, જાણો તમે પણ

ડામર એટલે શું ? તે લગભગ આપણે દરેક જાણીએ જ છીએ.

image source

સામાન્ય બોલચાલમાં જેને આપણે ડામર તરીકે ઓળખીએ છીએ તેનો ઉપયોગ મોટેભાગે મજબૂત રસ્તાઓ બનાવવા માટે થાય છે.

પરંતુ ડામર કઇ રીતે બને છે અને રોડ રસ્તાઓ બનાવવા સિવાય તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે મોટાભાગના લોકો નથી જાણતા.

અહીં જેન્તીલાલ ડોટ કોમ પર જાણવા જેવું વિભાગ એટલા માટે તો છે જ કે અભ્યાસુ અને કઇંક નવું જાણવા માંગતા વાંચકોની જ્ઞાનભૂખ સંતોષી શકાય.

image source

તો ચાલો આજના આ આર્ટિકલમાં આપણે ડામર વિશે માહિતીપ્રદ તથ્યો જાણીને આપણા જ્ઞાનમાં વધારો કરીએ.

સૌથી પહેલા વાત કરીએ કે ડામર કઈ રીતે બને છે.

ડામર અસલમાં પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા પ્રવાહી અને ઘન પદાર્થોમાંથી એક પદાર્થ છે.

બીજા શબ્દોમાં કહીએ તો પૃથ્વીના પેટાળ તેમજ સમુદ્રના નીચેથી રિફાઇનરી દ્વારા કાઢવામાં આવતા વિવિધ પેટ્રોલિયમ પદાર્થો પૈકી એક એટલે ડામર.

image source

કુદરતી રીતે ડામર બનવાની પ્રોસેસ પણ રસપ્રદ છે. પૃથ્વીના પેટાળમાં મૃત પશુઓના અવશેષો તથા અનેક પ્રકારના ખનીજ અને પદાર્થો પર પ્રચંડ દબાણ થતું હોય છે.

લાખો વર્ષોથી નિયમિત ચાલી આવતી આ કુદરતી પ્રક્રિયાના પરિણામે પૃથ્વીના પેટાળમાં એક અત્યંત ઘટ્ટ અને અર્ધ કઠણ પ્રવાહી નિર્માણ પામે છે.

આ પ્રવાહીને આધુનિક મશીનો દ્વારા પૃથ્વી તેમજ સમુદ્રના પેટાળમાંથી બહાર કાઢવામાં આવે છે. અને ત્યારબાદ તેને પેટ્રોલ, ઓઈલ, ડીઝલ, કેરોસીન અને ડામર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

image source

આપણે જેને સામાન્ય ભાષામાં ડામર તરીકે ઓળખીએ છીએ તેને અંગ્રેજીમાં એસફાલ્ટ તથા બીટુમીન કહેવાય છે. ડામરનો ગુણધર્મ કોઈપણ બે સપાટીને જોડવાનો હોય છે.

ડામરનો ઉપયોગ

ડામર એક એવો પદાર્થ છે જે એક નિશ્ચિત તાપમાને ગરમ થઇ અર્ધ કઠણ બની જાય છે જ્યારે ઠંડો થતા અતિ કઠણ બની જાય છે જે લગભગ કોઈ પણ સપાટી સાથે સખત ચોંટી જાય છે.

image source

ડામરનો ઉપયોગ મુખ્યત્વે રોડ રસ્તાઓ બનાવવા માટે થાય છે. પણ એ સિવાય પાણી લિકેજને રોકવા તથા વિદ્યુતના અવાહક પદાર્થ તરીકે અનેક ઈલેક્ટ્રીક ઉપકરણોમાં પણ તેને ઉપયોગમાં લેવામાં આવે છે.

ડામરનો ઇતિહાસ

ડામરનો ઉપયોગ પ્રાચીન સમયથી થતો આવે છે. પ્રાચીન ઇજિપ્ત, ગ્રીસ, બેબીલોન જેવા દેશોમાં ઘરની દીવાલોને વરસાદના પાણીથી થતા ભેજ અટકાવવા ઓગાળેલા ડામરનો ઉપયોગ કરવામાં આવતો હતો.

image source

એવું મનાય છે કે ભારતમાં ડામરનો સર્વપ્રથમ ઉપયોગ 3000 ઇ.સ. પૂર્વે મોહેં જો દડો નામના સ્થળે પાણીની ટાંકીઓ રીપેર કરવા ઉપયોગ કરાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version