કેન્સર વિષે આટલું અચૂક જાણો, કેન્સર સંપૂર્ણપણે માનવ સર્જિત અને આધુનિક જીવનશૈલીની દેન…

કેન્સર સંપૂર્ણપણે માનવ સર્જિત અને આધુનિક જીવનશૈલીની દેન

એક અભ્યાસ મુજબ કેન્સરની બિમારી સંપુર્ણ પણે માનવ સર્જિત અને આધુનિક જીવન શૈલીની દેન હોવાનું પુરવાર થયું છે. સંશોધકોના મતે આધુનિક જીવનમાં બિનઆરોગ્યપ્રદ ખાનપાન, તનાવ અને વ્યાપક પ્રદૂષણ જેવા પરિબળોને કારણે કેન્સરને વિકસવામાં મદદ મળી રહે છે. અભ્યાસના તારણો પ્રમાણે આધુનિક ઔદ્યોગિકરણથી પણ કેન્સર ઉત્તપન કરતા પરિબળો આવા વિસ્તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.સંશોધકોના મતે કુદરતી વાતાવરણમાં કેન્સર પેદા કરે એવા કોઈ કારણો નથી. પરંતુ પ્રદૂષણ અને બિનઆરોગ્યપ્રદ ખાનપાનનું પ્રમાણ વધતા કેન્સરના કેસોમાં પણ વધારો થયો રહ્યો છે.તેમના મતે પ્રાચિનકાળથી સચવાયેલા મમી, જીવાશ્મીઓ કે સાહિત્યીક લખાણોમાં ભાગ્યે જ કેન્સરના રોગના અવશેષો જોવા મળતા હતા. જર્નલ નેચર રિવ્યુ કેન્સરના અહેવાલ મુજબ ઇજીપ્તમાં સદીઓથી સચવાયેલા સેંકડો મમીઓના ટીસ્યુના પરીક્ષણ બાદ માત્ર એક જ મમીમાં કેન્સરના અવશેષો મળ્યા હતા. જ્યારે ઇજિપ્તની મમીઓમાં મોટાભાગે રક્તપિત્ત તથા હૃદય બંધ પડી જવું, મૃત્યુનું સર્વસામાન્ય કારણ હતું.
બ્રિટનની માન્ચેસ્ટર યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર માઇકલ ઝીમરમેને જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં આધુનિક ઔદ્યોગિકરણ વધારે પ્રમાણમાં થયું છે ત્યાં જ કેન્સર પેદા કરતા પરિબળો વધુ પ્રમાણમાં જોવા મળ્યા છે. અભ્યાસમાં સામેલ પ્રોફેસર રોસેલી ડેવિડે જણાવ્યું હતું કે કુદરતી વાતાવરણમાં કેન્સર પેદા કરે એવા પરિબળો કે તત્વો જેવું કશું જ નથી. પ્રદૂષણ, ખાનપાનમાં પરિવર્તન અને જીવનશૈલી જેવા માનવ સર્જિત પરિબળો કેન્સર માટે જવાબદાર છે. તેમણે ઉમેર્યું હતું કે અભ્યાસનું મહત્વનું પાસુ એ છે કે તેમાં બિમારીને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તપાસવામાં આવી છે.

ડેવિડે જણાવ્યું હતું કે દુનિયાભરમાંથી મેળવવામાં આવેલી માહિતીના પૃથ્થકરણ દ્વારા એક સ્પષ્ટ સંદેશ મળે છે કે કેન્સર માનવ સર્જિત સ્થિતિ છે જેના વિશે માનવીએ વિચારવું જોઇએ તથા તેને ટાળવાના પ્રયાસ હાથ ધરવા જોઇએ.લાઈફકેર ન્યુઝ

દરરોજ આવી અનેક જાણવા જેવી અને ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી