શોધમાં કરવામાં આવ્યો છે દાવો, આ બ્લડગ્રુપ વાળા લોકો પર ઓછી થાય છે કોરોનાની અસર…

દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધી કોરોનાના કારણે ત્રણ કરોડ સાત લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે નવ લાખ 57 હજારથી વધુ લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. જો કે ખુશીની વાત એ છે કે અત્યાર સુધી બે કરોડ 24 લાખથી વધુ લોકો આ વાયરસને માત આપી ચુક્યા છે.હાલ સક્રિય કેસની સંખ્યા 74 લાખ 20 હજારની આસપાસ છે.

image source

કોરોનાનો લઈને સતત શોધ ચાલી રહી છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં થયેલી એક શોધે દુનિયાભરના લોકોને હેરાન કરી દીધા છે. આ શોધમાં જાણવા મદયય છે કે એક ખાસ બ્લડ ગ્રૂપ વાળા લોકો પર આ વાયરસની અસર ઓછી થાય છે. તો ચાલો જાણીએ આ શોધ વિશે વિશેષજ્ઞ શુ કહે છે અને સાથે કોરોના સાથે જોડાયેલા અન્ય કેટલાક સવાલોના જવાબ પણ જાણવાની કોશિશ કરીએ.

રેમડેસિવિર ઘણી મોંઘી દવા છે, એને જેનરીક દવામાં કેમ સામેલ નથી કરવામાં આવતી?

image source

ડોકટર જણાવે છે કે રેમડેસિવિર નવી દવા છે. જ્યારે કોઈપણ નવી દવા આવે છે તો ઉત્પાદન કંપની એને પેટન્ટ કરાવીને વેચે છે, તો આવી દવાઓ ઘણી મોંઘી મળે છે. જો કે આપણા દેશમાં આ દવા હાલ બહુ વધારે મોંઘી નથી. સરકાર એના ઓર નજર રાખે છે. બધાએ એ સમજવું પડશે કે આ દવા હમણાં દર્દીઓને ટ્રાયલ રૂપે આપવામાં આવી રહી છે. એવું નથી કે રેમડેસિવિરથી બધા દર્દીઓ સાજા થઈ રહ્યા છે. એ સાથે અન્ય દવાઓ પર પણ ટ્રાયલ ચાલી રહ્યું છે.

કોરોનાથી સાજા થયા પછી બધાને ક્યારે મળી શકાય?

image source

ડોકટરના જણાવ્યા અનુસાર રિપોર્ટ નેગેટિવ આવી ગયો હોય અને 17 દિવસ થઈ ગયા હોય તો કોઈ તકલીફ નથી. બધાની સાથે રહી શકો છો પણ સામાન્ય લોકો માટે જે પણ નિયમ બનાવવામાં આવ્યા છે એમનું પાલન તમારે પણ કરવાનું છે. સાજા થયેલા દર્દીઓ માટે કોઈ અલગ નિયમ નથી.

શુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પણ કોરોનાની તપાસ શક્ય છે?

image source

ડોકટર જણાવે છે કે સરકાર વધુમાં વધુ કોરોના ટેસ્ટ કરવાનો પ્રયત્ન કરી રહી છે. આરટી પીસીઆર ટેસ્ટને સારો ગણવામાં આવે છે જેના માટે લેબની જરૂર હોય છે અને ગામડામાં લેબ શક્ય નથી. એટલે ગામડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે પણ લોકોએ ધ્યાન રાખવાનું છે કે રેપીડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા પછી તરત આઇસોલેટ થઈ જાય ભલે લક્ષણ દેખાય કે ન દેખાય. ઘણીવાર દર્દી એસિમ્પટોમેટિક હોય છે. જો લક્ષણો હોય છતાં પણ પોઝીટીવ ન આવ્યા હોય તો આરટી પીસીઆર માટે જિલ્લા હોસ્પિટલ જાવ.

સીડીસી, અમેરિકાના નિર્દેશકે કહ્યું કે વેકસીનથી પણ વધુ પ્રભાવકારક માસ્ક છે, શુ એ સાચું છે?

image source

ડોકટરના જણાવ્યા અનુસાર અમેરિકાના સીડીસીના નિર્દેશકે આ વાત આખી દુનિયામાં માસ્ક પર થયેલા અલગ અલગ અભ્યાસના આધારે કહી છે. જો સામસામે બેઠેલા હોય અને માસ્ક પહેરેલું હોય અને સુરક્ષિત અંતર રાખ્યું હોય તો સુરક્ષા અનેક ગણી વધી જાય છે. પણ જરૂરી છે કે માસ્ક બરાબર રીતે પહેરેલું હોય, મોઢું અને નાક સારી રીતે ઢાંકેલું હોય. વેકસીનની વાત કરીએ તો એના પર ઘણા ટ્રાયલ ચાલી રહ્યા છે. વાયરસથી બચવા માટે એન્ટીબોડી હોય છે, જે વેકસીન આપ્યા પછી લગભગ 70 ટકા લોકોમાં જ બને છે જ્યારે માસ્કથી 80- 85 ટકા સુધી સુરક્ષા મળે છે.

ઓસ્ટ્રેલિયાની શોધમાં જાણવા મળ્યું છે કે o+ બ્લડગ્રુપ વાળાને કોરોનાનું જોખમ ઓછું હોય છે?

image source

ડોકટર જણાવે છે કે ઓસ્ટ્રેલિયામાં લગભગ 10 લાખ લોકોના ડીએનએ પર શોધ થઈ છે. એમને જોયું કે o+ બ્લડગ્રુપ વાળા લોકો પર આ વાયરસની અસર ઓછી થાય છે. આ પહેલા હાર્વર્ડથી પણ રિપોર્ટ આવ્યો હતો કે o+ વાળા લોકો કોરોના પોઝિટિવ ઓછા છે પણ ગંભીરતા અને મૃત્યુદરમાં બીજાની સરખામણીએ કઈ જ ફરક નથી. હજી બીજા દેશોમાં થયેલા રિસર્ચનો રિપોર્ટ આવે ત્યારે જ કંઈક કહી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ