‘મનમર્જિયા’ નું શૂટિંગ પૂરુ થતા ભાવુક થયો અભિષેક બચ્ચન, લખ્યો ઈમોશનલ લેટર……

‘મનમર્જિયા’ નું શૂટિંગ પૂરુ થતા ભાવુક થયો અભિષેક બચ્ચન, લખ્યો ઈમોશનલ લેટર

બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન, વિક્કી કૌશલ, અને અભિનેત્રી તાપસી પનૂની ફિલ્મ મનમર્જિયા છેલ્લા કેટલાંક સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં જ પૂરુ થયું છે અને ફિલ્મનું શૂટિંગ પૂરુ થવાની સાથે અભિષેક બચ્ચનએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. પોતાની પોસ્ટમાં અભિષેકએ લખ્યું છે કે, ‘ફિલ્મ બનાવી એક સફર જેવું છે. ફિલ્મ બનાવા માટેની સૌથી ખાસ વાત એ છે કે તેની સફર હંમેશા તમને યાદ રહી જાય છે. તેમજ આ ફિલ્મ માટે અભિષેકે અનુરાગ કશ્યપનો આભાર વ્યક્ત કર્યો હતો’.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપએ કર્યું છે. અભિષેકે આગળ લખ્યું કે, તેને આશા છે કે તે આ ફિલ્મથી અનુરાગને પ્રાઉડ ફીલ કરાવશે. પોતાની આ પોસ્ટમાં અભિષેકે પોતાની કો-સ્ટાર્સ વિશે પણ લખ્યું છે. તેમણે તાપસી અને વિક્કીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે, તેઓ પોતાના સુંદર કો-સ્ટાર્સને થેંક્યું કહ્યું, ખાસ કરીને તાપસી અને વિક્કી કૌશલને.તમે બંને હંમેશા વાસ્તવિક રહો અને હંમેશા મજાક-મસ્તી કરતા રહો.

તમને જણાની દઈએ કે, કેટલાંક સમય પહેલા તાપસીએ પણ અનુરાગ સાથેની પોતાની તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને લખ્યું હતું કે, અમુક નિર્દેશક એવા હોય છે જે તમને માર્ગદર્શન આપતા હોય છે અને અમુકની અંદર એવી ઉર્જા હોય છે જે તમે તમારું સારું પરફોર્મન્સ આપવા માટે મજબૂર થઈ જાવ છો. આવો જ સ્વભાવ અનુરાગ કશ્યપનો છે. સૂત્રોના અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ પંજાબ અને કશ્મીરમાં થયું છે. ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક તસવીરો અને વીડિયોને તાપસીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. મનમર્જિયા ફિલ્મ 7 સ્પ્ટેમ્બરે રિલીઝ થશે.
https://www.instagram.com/p/BhqA8QRhF57/?taken-by=taapseeસૂત્રોના જણાવ્યા અનુસાર, સોનાલી બોસ હાલમાં જ મનમર્જિયાના સેટ પર અભિષેકને મળી હતી. સોનાલી પોતાની આવનારી ફિલ્મ માટે અભિષેકને કાસ્ટ કરવા માંગે છે. તેમજ આ ફિલ્મમાં તે પ્રિયંકા ચોપરાને લેવાનું વિચારી રહી છે. સૂત્રોના અનુસાર, સોનાલી જે ફિલ્મ માટે અભિષેક અને પ્રિયંકાને લેવા માંગે છે તે આયેશા ચૌધરીની રિયલ લાઈફ પર આધારિત છે.

સોનાલી બોસએ મારગ્રેટ વિધ ધ સ્ટ્રોથી ડિરેક્ટર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. પ્રિયંકા ચોપરા અને અભિષેક બચ્ચનએ દોસ્તાના અને બ્લફમાસ્ટર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમજ મોટા પડજા પર બંનેની કેમેસ્ટ્રીને લોકોએ પસંદ કરી હતી. તેમજ ફરીથી સોનાલી બોસની ફિલ્મમાં આ બંનેની જોડી જોવા મળે તેવી સંભાવના છે.

લેખન.સંકલન : પ્રિયંકા પંચાલ 

બોલીવૂડ જગતની સેલિબ્રિટીઓના ન્યુજ તેમજ આવનારી નવી નવી મૂવીના રીવ્યુ વાંચો અમારા પેજ પર …

ટીપ્પણી