નાનપણની વિડિયો શેર કરીને નાના ભાઈ અભિષેકને બર્થડે વિશ કરી શ્વેતા બચ્ચને
અભિષેકના બર્થડે પર તેના ફેન્સે તેના પર શુભેચ્છાઓનો વરસાદ કરી મૂક્યો છે. તો અભિષેકની મોટી બહેન શ્વેતા પણ પાછળ રહે તેમ નથી. શ્વેતા એ પણ એક સુંદર તસ્વીર શેર કરીને ભાઈને વહાલભરી બર્થડે વિશ કરી છે.
શ્વેતાએ પોતાના સોશિયલ મડિયા અકાઉન્ટ પર અભિષેકનો એક નાનપણનો ફોટો શેર કર્યો છે જેમાં અભિષેક મીની ટ્રેક્ટર જેવી દેખાઈ ટ્રાઈસિકલમાં બેસી રહ્યો છે. અને શ્વેતા તેને સાઈકલ ચલાવવામાં મદદ કરી રહી છે. અથવા તો તે બન્ને સાઇકલનો આંટો લેવા માટે ઝઘડી પણ રહ્યા હોય તેવું પણ બન્યું હોય.
શ્વેતાએ આ ફોટો શેર કરતાં અભિષેકને કંઈક આ રીતે વિશ કરતાં લખ્યું છે, ‘હંમેશા અને એક દિવસ તારી સાથે, એક સાઈકલ જે આપણા બન્ને માટે બની હતી.’
શ્વેતાએ આ ફોટો શેર કરીને અભિષેકને વિશ કર્યાના થોડાક જ સમયમાં અભિષેકે પણ હાર્ટ તેમજ હગીંગ ઇમોજીઝ સાથે તેની શુભેચ્છાઓ વધાવી લીધી હતી. તમને જણાવી દઈએ કે છેલ્લા બે-ત્રણ દિવસથી અભિષેક પોતાના કુટુંબીજન અરમાન જૈન અને અનિસા મલ્હોત્રાના લગ્નમાં વ્યસ્ત છે. અભિષેક ઐશ્વર્યા અને આરાધ્યા સાથે રવિવારે તેમના લગ્ન પર જોવા મળ્યો હતો.
અભિષેકની કેરિયરની વાત કરીએ તો તેના ફેન્સે આવતું વર્ષ જરા પણ નિરાશ નહીં થવું પડે કારણ કે આવતા વર્ષે અભિષેકના એકથી એક અફલાતુલ પર્ફોમન્સ તમને જોવા મળશે. હાલ અભિષેક એક સાથે ત્રણ-ત્રણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. ફિલ્મોના નામ છે, ધ બીગ બુલ, લુડો અને બોબ બિસ્વાસ.
ધ બીગ બુલમાં તે હવાલા કૌભાંડી હર્ષદ મહેતાની ભૂમિકા ભજવતો જોવા મળશે તો બોબ બિસ્વાસમાં તે સિરિયલ કીલરનું પાત્ર ભજવતો જોવા મળશે.
છેલ્લે અભિષેક અનુરાગ કશ્યપની ફિલ્મ ‘મનમર્ઝિયાંમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેના કામને ખૂબ વખાણવામાં આવ્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ