ચિત્રાંગદા સિંહ આપી રહી છે તનુશ્રી દત્તાએ શરૂ કરે મી ટૂ અભિયાનને સમર્થન, કહે છે સમાજમાં બદલાવ જરૂરી.

અભિનેત્રી ચિત્રાંગદા સિંહ, મી ટૂ અભિયાન પર પોતાનો અભિપ્રાય આપતાં કહે છે કે આ સ્ત્રી પુરુષ વચ્ચેની બાબત નથી… બદલાતી સમાજની સ્થિતિનું ચિત્રણ છે.

અભિનેત્રી, મોડલ અને હાલમાં જ ફિલ્મ પ્રોડ્યૂસર બનેલ હિન્દી ફિલ્મોમાં પોતાના માટે જુદું જ સ્થાન બનાવેલ એવી ચિત્રાંગદાએ સોશિયલ મીડિયા પર બહુચર્ચિત મુદ્દો મી ટૂ અભિયાન વિશે પોતાનું મંતવ્ય આપ્યું છે. તેણે કહ્યું છે કે આ ખરેખર એક ગંભીર બાબત છે. હકીકતે આપણે એક સંસ્કૃતિ પરથી આગળ જઈને વર્તન કરી રહ્યાં હોઈએ એવું લાગે છે. એમાંય ખાસ કરીને મી ટૂ અભિયાનમાં ભારતીય ફિલ્મી દુનિયા જ નથી પણ વિદેશી સંસ્કૃતિ પણ એનો ભોગ બની રહી છે. આ સ્ત્રી પુરુષ વચ્ચેની વાત નથી. સમજણ અને માનસિકતાની વાત છે. આપણે બહુ સહેલાઈથી વિદેશી ફિલ્મો અને શો જોઈ લેતાં હોઈએ છીએ એનો મતલબ એ નથી હોતો કે આપણે મોર્ડન વિચારસરણી ધરાવવા લાગ્યાં છીએ.

તેણી વધુમાં ઉમેરે છે કે આ પુરુષોને બદનામ કરવાનું કે તેમને સજા દેવરાવવાનું અભિયાન પણ નથી. તે માને છે કે આ અભિયાન દ્વારા સમાજમાં જાગૃતિ આવસે સ્ત્રીની સુરક્ષા અને એના સન્માન તથા અધિકારો વિશે મુક્ત રીતે ચર્ચા થવાની શરૂઆત થઈ છે.
ચિત્રાંગદા કહે છે, બદલાવની શરૂઆત ક્યારેક અને ક્યાંકથી તો થાય છે. સારું થયું કે આ પ્રકારની ચર્ચા હવે જાહેરમાં થવા લાગી છે. તેને લાગે છે. આપણી ભારતીય રીતભાત અને પ્રથા તથા વિદેશી રીતભાત, પ્રથા વચ્ચે ઘણું અંતર છે. જેને લીધે ઘણી તકલીફો વધે છે અને સાચી બાબત બહાર નથી આવી શકતી. મી ટૂ જેવા અભિયાન માટે તેને સફળ બનાવવા અને ભવિષ્યમાં આવું ન થયા તે માટે સ્ત્રી પુરુષે સામસામે થઈને નહીં બલ્કે એકસાથે મળીને અહીં સહકાર આપવો પડશે.
ચિત્રાંગદાએ આ બાબતે પોતાનો અભિપ્રાય કહ્યો ત્યારે તેણે તનુશ્રીના નામનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેણે સારું કર્યું કે આ પ્રકારના અભિયાન વિશે અવાજ ઉપાડ્યો. આ રીતે પણ સમાજ વ્યવસ્થામાં સુરક્ષાની વાત શરૂ થશે તો કંઈ ખોટું નથી.

ફિલ્મ હઝારોં ખ્વાઈશે ઐશી, ૨૦૦૩માં તેની પહેલી ફિલ્મ આવી હતી. મુખ્યત્વે તેણે તેની દરેક ફિલ્મોમાં કેરેક્ટર રોલ્સ કર્યા છે. એ પરથી કહી શકાય કે તે અભિનયને અને સક્ષમ પાત્રોને વધારે મહત્વ આપે છે. ગોલ્ફ પ્લેયર જ્યોતિ સિંહ રંધાવાને પરણી હતી અને એક બાળક પણ છે. વર્ષ ૨૦૧૪માં તેની સાથે છૂટાછેડા લીધેલ છે અને દીકરાની કસ્ટડી તેની પાસે છે.

દેશી બોયઝ, યે સાલી ઝિંદગી, ગબ્બર ઈઝ બેક જેવી ફિલ્મોમાં તેનું કામ નોંધનીય છે. આ સિવાય તેણે એક શોર્ટ ફિલ્મ, આઈટમ સોન્ગ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

હાલમાં સ્પોર્ટસમેન સ્પીરીટને અનુલક્ષીને બનાવાયેલી અને હોકી પ્લેયર્સને લઈને બનાવાયેક વાર્તા સૂરમાને તેણે પ્રોડ્યુસર તરીકે તેની પહેલી ફિલ્મ હતી
જેને દર્શકોએ સારો પ્રતિસાદ પણ આપ્યો હતો.

લેખ.સંકલન : જલ્સા કારોને જેંતીલાલ ટીમ