રાજ્યસભાના MP અભય ભારદ્વાજને તાત્કાલિક ચાર્ટર પ્લેનમાં ચેન્નઈ લઈ જવાયા, જાણો કોરોના રિપોર્ટને લઈ શું છે સમાચાર

રાજ્યસભાના MP અભય ભારદ્વાજને તાત્કાલિક ચાર્ટર પ્લેનમાં ચેન્નઈ લઈ જવાયા, જાણો કોરોના રિપોર્ટને લઈ શું છે સમાચાર

કોરોનાને લઈ એક તરફ ગુજરાત માટે રાહતના સમાચાર આવી રહ્યા છે તો બીજી તરફ અમુક લોકોને કોરોના એટલી હદે નુકસાન કરી રહ્યો છે કે પરેશાન કરી મૂક્યા છે. પરંતુ અમુકની કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં તેને મુશ્કેલી પડી રહી છે. એક એવો જ કિસ્સો છે અભય ભારદ્વાજનો. છેલ્લા દોઢ મહિનાથી કોરોનાની સારવાર લઈ રહેલા રાજ્યસભાના MP અભય ભારદ્વાજને વધુ સારવાર માટે ચાર્ટર પ્લેન દ્વારા ચેન્નઈ લઈ જવામાં આવ્યા છે. ભારદ્વાજને ચેન્નઈની MGM હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે, જ્યાં તેમની સારવાર ડો. બાલાક્રિષ્નન કરશે.

image source

ઉલ્લેખનીય છે કે, અભય ભારદ્વાજ સાથે મુંબઈના ડો. ઓઝા સહિત 3 ડોક્ટર, અભયભાઈના પુત્ર અંશ અને તેમના ભાઈ પણ તેમની સાથે ચેન્નઈ ગયા છે. નાના ભાઈ નીતિન ભારદ્વાજે નિવેદન આપતાં જણાવ્યું છે કે મારા ભાઈનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જરૂર જણાય તો ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવા સુધીની પણ અમે તૈયારી દાખવી છે.

image source

40 દિવસની સારવાર બાદ આજે ચાર્ટર પ્લેનથી ચેન્નઈ લઈ જવામાં આવ્યા છે. ડો. કે. આર. બાલાક્રિષ્નન ફેફસાં માટેના દેશના સુપર સ્પેશિયાલિસ્ટ ગણાય છે. તેમણે સુરતના 90 ટકા ડેમેજવાળા કોરોના દર્દીને ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવાના હતા તેમને સારવાર આપી સાજા કર્યા છે. તેઓ ફેફસાં, મિકેનિકલ સર્ક્યુલર સપોર્ટ અને કાર્ડિયાક બાબતોના નિષ્ણાત છે. તેઓ કોરોનાકાળમાં કપરા કેસોમાં પણ સફળતા મેળવી ચૂક્યા છે.

image source

હાલમાં મળતા અહેવાલ પ્રમાણે સાંસદ અભય ભારદ્વાજને કોરોનાને કારણે ફેફસાંમાં વ્યાપક તકલીફ ઊભી થઈ છે. ફેફસાંમાં ગઠ્ઠા જામી જતાં ઓક્સિજન પહોંચતો નથી, તેથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા તેમજ લોહી પાતળું કરવાની, લોહીના ગઠ્ઠા ઓગાળવા સહિતની દવાઓ આપવામાં આવી રહી છે. અમદાવાદથી આવેલી ટીમે પણ તેમની તબિયત નાજુક હોવાનું જણાવ્યું હતું.

image source

આ માટે ફેફસાંના નિષ્ણાત ડો. સમીર ગામી મોડી રાત્રે ચાર્ટર પ્લેનથી સુરતથી રાજકોટ આવ્યા હતા અને તેમની સારવાર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ કોરોના પોઝિટિવ આવતાં 31 ઓગસ્ટથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વધુ તબિયત બગડતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 3 તબીબની ટીમને અમદાવાદથી રાજકોટ મોકલી હતી.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

image source

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1243 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,49,194એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3550એ પહોંચ્યો છે. જ્યારે 1518 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 86.76 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,662 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ