ભારતના ભવ્ય ઇતિહાસની સાક્ષી પુરતા ફોટાઓ ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે એ તમે જોયા કે નહિ ?

 

૨૬. ૧૯૪૮ના દાયકાની આ પાવમેન્ટ સ્કુલ, જીલેટીન પ્રિન્ટ અહી તસ્વીરમાં નજરે પડે છે.૨૭. ૧૮૭૦ની સાલમાં પણ ભારતના રાજસ્થાનમાં આવેલા જયપુરમાં કન્યા કેળવણીને અત્યંત મહત્વ અપાતું તે અહી તસ્વીરમાં ભણતી કન્યાઓની સંખ્યા જોઇને જાણી શકાય છે.૨૮. મુંબઈમાં હીરા-મોતીનો વ્યાપાર કરતા વ્ય્પારીઓનું આ બજાર અહી તસ્વીરમાં તાદ્રશ થાય છે.૨૯. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડોક્ટર જોન મુરે દ્વારા લેવાયેલો તાજમહેલનો આ ફોટોગ્રાફ ૧૮૫૦ની સાલનો છે.

૩૦. આદરણીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આ અમુલ્ય વસ્તુઓની ૧૯૩૮માં લેવાયેલી તસ્વીર તેમના આદર્શોની યાદ તાજી કરે છે.૩૧. સિકંદર બાગનો આ આંતરિક ભાગ છે જ્યાં ૧૮૫૮મા ૨૦૦૦ બળવાખોરોની કતલ ૯૩માં હાઈલેન્ડર્સ તેમજ ૪થી પંજાબ રેજીમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. આ તસ્વીરને જે પોલ ગેટ્ટી મ્યુઝ્ય્મ તથા બ્રાઉન યુનીવર્સીટી ખાતેની લાઈબ્રેરીમાં સ્થાન મળ્યું છે.૩૨. તત્કાલીન સમયનાં ખૂંખાર નેતા એવા એડોલ્ફ હિટલર સાથે ભારતના ગૌરવ શ્રી સુભાષચંદ્ર બોઝ અહી તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.૩૩. નેતાજી સુભાષચન્દ્ર બોઝ ભારતની યુવા શક્તિ સાથે અત્યંત ખુશ દેખાય છે.34. યુવા ક્રાંતિકારી એવા ચન્દ્રશેખરે આઝાદે એવી પ્રતિજ્ઞા કરી હતી કે તેઓ ક્યારેય બ્રિટીશ પોલીસની જમાનતમાં કેદ નહિ થાય અને તે જ પ્રતિજ્ઞા પાળવા તેઓએ પોતાની બંદુકમાં રહેલી છેલ્લી ગોળી પોતાની જાત પર ચલાવીને પોતાના જીવનનું બલિદાન આપ્યું. ૧૫ વર્ષની ઉમરે માભોમની આઝાદીની લડતમાં જોડાનારા એ શુરવીર સપુતને શત શત નમન.

૩૫. ભારતીય બંધારણના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકર તેમના ધર્મપત્ની સવિતા આંબેડકર સાથે આ તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.

૩૬. હ્ર્દયદ્રાવક એવી આ તસ્વીરમાં જાપાનના લશ્કરી અધિકારીઓ ભારતીય યોદ્ધાઓને આંખે પાટો બાંધી નિશાન સાધવાની તાલીમ લેતા નજરે પડે છે.૩૭. ૧૯૪૬ની ૧૧ ડીસેમ્બરના રોજ પ્રથમ વખત ભારતીય સંવિધાન સભાનું સત્ર ભરાયું ત્યારની આ તસ્વીરમાં સરદાર પટેલ વિચારમગ્ન મુદ્રામાં આગળના ભાગમાં બેઠેલા નજરે પડે છે.૩૮. કમ્યુટર વિનાના એ યુગમાં ૧૯૬૩ની સાલમાં એર ઇન્ડિયાની આ કર્મચારી જાતે વિમાન યાત્રાની અનુસૂચી તૈયાર કરી રહી છે.૩૯. નોબલ પારિતોષિક વિજેતા સર સી વી રામન આ તસ્વીરમાં સ્પેકટોગ્રાફ સાથે કાર્ય કરતા નજરે પડે છે. આંગળાની છાપ જાણવા ઉપયોગમાં લેવાતા આ યંત્રનું સંશોધન તેમણે કર્યું હતું.

૪૦. આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી તલવારબાજીનો આનંદ લઇ રહ્યા છે ત્યારની આ તસ્વીરમાં તેમના ચહેરા પર એક અનોખી આભા જોવા મળે છે.

૪૧. જવાહરલાલ નેહરુ એટલે કે આપણા પંડિતજી અહી સ્વીમીંગ માટે તૈયારી કરી રહ્યા છે.. તેમની ખાદી ટોપી સાથે જ તો..

૪૨. નવેમ્બર ૧૮૯૮મા મુંબઈમાં તેમની ડાયમંડ જ્યુબ્લી ઉજવી રહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઓફીસના કર્મચારીઓ આ તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.

૪૩. ૧૯૫૪ની સાલમાં ટાટા કમ્પનીએ તેમની નવી ગાડી મર્સિડીઝ ટેલ્કો લોન્ચ કરી ત્યારની આ તસ્વીર છે.

૪૪. હૈદ્રાબાદના છેલ્લા નિઝામ સરદાર વલ્લભભાઈ પટેલને બેગમપટ એરપોર્ટ પર મળી રહ્યા છે તે સમયની આ તસ્વીર ઓપેરેશન પોલોની સફળતા વર્ણવે છે.

૪૫. ક્યુબાના ક્રાંતિકારી શે ગુઆરેને દિલ્લી પાસેના એક ગામમાં એક વડીલ પ્રેમથી ભેટી રહ્યા છે.

૪૬. ભારતના આઈટી હબ કહેવાતા બેંગ્લોરમાં આવેલી પ્રખ્યાત સંસ્થા ઇન્ફોસીસના સંસ્થાપક નારાયણ મૂર્તિ ૧૯૬૯મા આઇઆઇટી કાનપુર ખાતે એમટેકનું ભણી રહ્યા હતા.

૪૭. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી તેમની યુવાવસ્થામાં પાઈપ સળગાવી રહ્યા છે ત્યારની આ તસ્વીરમાં તેઓ ખુશાલ જણાય છે.

૪૮. મહાત્મા ગાંધીએ એડોલ્ફ હિટલરને લખેલા આ પત્રમાં તેઓ માનવતા ખાતર લોકો પર દયા દાખવવાની અરજ કરી રહ્યા છે.

૪૯. ૧૯૫૨મા બોમ્બેમાં “બેસ્ટ” પરિવહનની ટ્રામ સેવા લોકોની સહાયતા માટે મુકવામાં આવેલી. પછી ધીમે ધીમે વર્ષો વિતતા ટ્રામની સંખ્યા ઓછી થતી ગઈ અને “બેસ્ટ” ની બસ એકમાત્ર પરિવહનનું માધ્યમ બની.

૫૦. જાન્યુઆરી ૧૯૫૨મા દેશની પ્રથમ ચૂંટણી વખતનું આ કેમ્પેઈન કોંગ્રેસ દ્વારા મતદારો પાસેથી વધુ મત મેળવવા માટે કરવામાં આવેલું.

૫૧. ૧૯૪૧મા ડ્રાઈવિંગ લાઈસન્સ કંઇક આવું દેખાતું હતું તેની સાબિતી આપતી આ તસ્વીર છે. પીટ ઓલેરીનું આ લાઈસન્સ છે.

૫૨. ભારતના પ્રથમ મહિલા પાઈલોટ સરલા ઠકરાલ જેઓએ ૨૧ વર્ષની ઉમરે તેમની વિમાની કાર્યકાળનો પ્રારંભ કર્યો હતો.

લેખન.સંકલન : આયુષી સેલાણી 

મિત્રો, આપ સૌ આ ફોટાઓ પ્રથમ વાર જ જોતા હોવ તો લાઈક અને શેર કરી વધાવજો…કોમેન્ટ માં “જય હિન્દ” અચૂક લખજો !!

ટીપ્પણી