આવા ફોટો ભાગ્યે જ જોવા મળે છે, ઈન્ટરનેટ પર વાઈરલ થઇ રહેલા ફોટો તમે જોયા ?

વિદેશમાં રહેતા ઘણાં લોકો એવું માનતા હોય છે કે ભારતનો ઈતિહાસ 15 ઓગસ્ટ 1947થી જ શરુ થાય છે. કદાચ ભારતમાં પણ આ પ્રકારના લોકો વસતા હોય તો નવાઈ નહીં! આપણા દેશના ઇતિહાસનું ફલક આટલું બધું વિશાળ છે કે દરેક હકીકતનું જ્ઞાન હોવું અશક્ય જ છે. તો ચાલો આજે જાણીએ ભારતના ઈતિહાસ ના અદ્ભૂત, અલૌકિક અને અદ્વિતીય ક્ષણો નો ખજાનો ફોટોસ ના માધ્યમ થી !!!

૧. આઝાદી પહેલાના ૧૮૫૭નાં વિપ્લવની અમુક આંશિક તસ્વીરો.. ફેલીસ બીટો દ્વારા તે વિપ્લવ વખતે લેવાયેલા અમુક ફોટોગ્રાફ્સમાંથી અહી રજુ કરવામાં આવેલી લાશની તસ્વીર એ સંભવત ભારતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના શબની પહેલી તસ્વીર છે.૨. બ્રિટીશ રાજ દરમિયાન ભારતીય નોકરો દ્વારા બ્રિટીશરોની ખાતિરદારી બાદશાહી રીતે કરવામાં આવતી.. જેમાં તેમને પેડીક્યોર કરવાનું કાર્ય મુખ્ય રહેતું.૩. ૧૯૩૦ના સમયમાં કલકતામાં જિબ્રા ગાડાને પરિવહનના માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાતું.. જેમ લોકોએ બળદગાડામાં મુસાફરી કરી હોય, તેમ તે સમયે લોકો જિબ્રાગાડામાં મુસાફરી કરતા.૪. ૧૯૪૬ના સમયમાં એર ઇન્ડિયાની હોસ્ટેસ વિમાનના મુસાફરોને મદદ કરવા તત્પર રહેતી એ સાબિત કરતી આ તસ્વીર. દિલ્લી-મુંબઈ વચ્ચેની આ વિમાનયાત્રાની એક ઝલક છે.૫. દાર્જીલિંગ અને હિમાલયની રેખાદોરીએથી પસાર થતા ૧૮૮૦ની સાલનું આ રેલ્વે એન્જીન છે જે હિલ ગામની મધ્યમાંથી પસાર થાય છે.૬. ભારતના ઈરાકમાં આવેલા ૩૧મા આર્મ્ડ ડીવીઝનના ભાગ એવા સિંડે હોર્સના શેમ્રન ટેન્કના આ બે જુવાન સભ્યોની તસ્વીર અહી દ્રશ્યમાન થાય છે. ૧૯૪૪ના દાયકાની આ તસ્વીર છે.૭. મુંબઈની ગલીઓમાં દેખાતા એક યુવાન દેશભક્તની આ તસ્વીર છે જેઓ વિદેશીગાડાનો બહિસ્કાર કરવો એવા પોસ્ટર દરેક જગ્યાએ ચોટાડી રહ્યા છે.૮. તત્કાલીન સમયે લાહોરમાં આવેલી ઘડિયાળની આ દુકાન જે પછીથી ભારતના હિસ્સામાં આવી ગઈ.. ૧૯૪૬નાં સમયની આ તસ્વીર છે.૯. ડીસેમ્બર ૧૯૪૧ના સમયગાળા દરમિયાન ભારતીય સૈનિકોએ લીબયન ઓમરનો કબજો કરીને નાઝીઓના ઝંડાને મેળવ્યો હતો.. જેને હાથમાં લઇ વિચારમગ્ન મુદ્રામાં ઉભેલા સૈનિકો..૧૦. ૭ ઓગસ્ટ, ૧૯૪૦ના રોજ ઓક્સફોર્ડ યુનીવર્સીટી ખાતે યોજાયેલા કોન્વોકેશન બાદ ડોક્ટર એસ રાધાકૃષ્ણન, રવીન્દ્રનાથ ટાગોર તેમજ સર મૌરીસ ગ્વરે સિન્હા સદનની મુલાકાત લીધી હતી.૧૧. ભારતની પહેલી ક્રિકેટ ટીમ, પ્રથમ ક્રિકેટ પ્રવાસ પર ગઈ તે વખતે ૧૯૩૨માં ઈંગ્લેન્ડમાં લેવાયેલી તસ્વીર.૧૨. ભારતના વીર જવાનો હંમેશાથી દ્રઢ તેમજ મજબુત મનોબળ ધરાવતા રહ્યા છે તે વાતની ખાતરી આપતી ૧૮૫૦માં લેવાયેલી ભારતીય સૈનિકોની આ તસ્વીરમાં તેમનો તત્કાલીન સમયનો યુનિફોર્મ જોવા મળે છે.૧૩. એક તરફ ભારતના પ્રતિભાવાન રવીન્દ્રનાથ ટાગોર અને બીજી તરફ વૈજ્ઞાનિક ક્ષેત્રે અપાર સફળતા મેળવી ચુકેલા સર આઈનસ્ટાઇનને એક જ તસ્વીરમાં જોઈ જાણે વિશ્વની બૌધિક કુશળતા એક સ્થળે ભેગી થઇ હોય તેવું લાગે છે.૧૪. રવીન્દ્ર ટાગોરને વહાલ કરતા પ્રેરણાદાયી હેલન કેલર આ તસ્વીરમાં નજરે પડે છે.

૧૫. સુભાષચન્દ્ર બોઝ તેમના વિશ્વસનીય મિત્ર અને ડ્રાઈવર એવા કર્નલ નીઝામુદ્દીન સાથે તાદ્રશ થાય છે.

૧૬. પોતાના પ્રાણ હસતા હસતા ન્યોછવર કરી માભોમની રક્ષા કાજે ફાંસીએ ચડનાર ભગતસિંહની આ સંભવત છેલ્લી તસ્વીર છે.૧૭. ૧૮૯૮ની સાલમાં લેવાયેલી “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા” બિલ્ડીંગની આ એલીફ્સટોન સર્કલ ખાતેની તસ્વીર અત્યંત રમણીય લાગે છે.

૧૮. ૧૯૪૦ના સમયની ભારતીય એમ્બ્યુલન્સ ચેન્નાઈમાં એકસાથે કતારમાં હારબંધ લાગેલી અહી આ તસ્વીરમાં દેખાય છે.૧૯. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૮૦૦ની સાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ વખતે લેવાયેલી આ તસ્વીર છે.૨૦. બ્રિટીશ રાજાશાહીનો ઈજારો આપતી આ વધુ એક તસ્વીર જેમાં ૧૮૯૫ના સમયની રેલગાડી નજરે પડે છે. તે સમયે આ પ્રકારના વાહનને જ ટ્રેઈન તરીકે ઓળખવામાં આવતું.

૨૧. એક કિશોર વયનો ફ્રેંચ બાળક ભારતીય સૈનિકો સાથે વાત કરી રહ્યો છે. આ તસ્વીર પહેલા વિશ્વ યુદ્ધ વખતની છે જ્યારે ભારતથી સૈનિકો માર્શેલ્સ ગયા હતા.. ૩૦ સપ્ટેમ્બર, ૧૯૧૪નો એ દિવસ હતો જ્યારે આપણા સૈનિકો બ્રિટીશ દળની સાથે રહીને તેમના તરફથી લડી રહ્યા હતા.૨૨. કોલકતાના ચંદ્પાલ ઘાટની આ તસ્વીરો છે જ્યારે યાત્રાળુઓ ઘાટ પર સ્નાન કરવા માટે રેલ્વેની ટનલથી ત્યાં પહોચ્યા હતા.

૨૩. ૧૯૩૬ના ઓલમ્પિક હોકીના સેમી ફાઈનલમાં રમી રહેલા લેજન્ડ ધ્યાનચંદની આ તસ્વીર છે. ઇન્ડિયા અને ફ્રાંસ વચ્ચેની આ મેચ હતી.૨૪. મહાન પહેલવાન ગામા અને તેમના ભાઈ ઈમામ બક્ષ એકબીજા સાથે લડી રહ્યા છે ત્યારની લાલ કિલ્લા સામેની ૧૯૪૦ની સાલમાં લેવાયેલી આ તસ્વીરમાં બન્ને મહાન યોધ્ધાઓ નજરે પડે છે.

૨૫. નેતાજી સુભાસચંદ્ર બોઝ પોતાની આઝાદ હિન્દ ફોજના જવાનોની ટુકડીને સંબોધી રહ્યા છે.

લેખન.સંકલન : આયુષી સેલાણી 

મિત્રો, આપ સૌ આ ફોટાઓ પ્રથમ વાર જ જોતા હોવ તો લાઈક અને શેર કરી વધાવજો…કોમેન્ટ માં “જય હિન્દ” અચૂક લખજો !!

આવા વધુ ફોટોસ નો ભાગ ૨ જોવા અહી ક્લિક કરો : ભારતના ઇતિહાસની દુર્લભ તસ્વીરો ભાગ – ૨

ટીપ્પણી