દાદરાનાગર હવેલીમાંથી ઘણી જ ઘૃણા ઉપજાવનારી ઘટના સામે આવી છે. દાદરા નાગર હવેલીના (Dadra Nagar Haveli) સેલવાસના (Selvas) નરોલી (Naroli) વિસ્તારમાં ચાર વર્ષની બાળકીને (four year girl) પાડોશીએ જ દુષ્કર્મનો (rape) શિકાર બનાવી હોવાની આશંકા છે. જે બાદ તેની લાશના ટુકડા કરીને ફેંકી દીધાની ઘટના સામે આવી છે. હાલ પોલીસે આ આરોપીની અટકાયત કરી લીધી છે અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

જ્યારે આ સમાચાર મળતાની સાથે આખા પરિવાર અને વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પરિવારની હાલત તો એકદમ દયનીય બની છે. તો બાળકીના પિતાએ (Father suicide) રાતે જ ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓ પણ મૃત્યું પામ્યા છે. ગુજરાત નજીક આવેલ સંઘશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં 4 વર્ષની બાળકીની કરપીણ હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, નરોલી વિસ્તારમાં 4 વર્ષની બાળકીનો મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં કોથળામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નરોલી વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની ચાર વર્ષની બાળકી બપોરના સુમારે અચાનક ગુમ થઇ ગઇ હતી.
બાળકી પરત નહીં આવતા પોલીસે હાથ ધરી તપાસ

જો કે, થોડા સમય સુધી બાળકી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોને આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી અને અંતે સ્થાનિક પોલીસ સ્ટેનને જાણ કરતા પોલીસે પણ તપાસ શરૂ કરી હતી.
થેલામાંથી મળી આવ્યા બાળકીના ટુકડા
પોલીસને શંકા જતા આસપાસના 40 ફ્લેટમાં યુદ્ધના ધોરણે ચકાસણી શરૂ કરી હતી. અંતે એક બિલ્ડીંગના ટોયલેટના પાઇપલાઇન પાસે શંકાસ્પદ થેલો દેખાતા તેની ઉતરીને અંદર તપાસ કરતા ગુમ બાળકીના લાશના ટુકડા અંદરથી મળી આવ્યા હતા. હાલ પોલીસે કથિત આરોપી સંતોષ રજતની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
પાડોશીની અટકાયત

પોલીસે આ મામલામાં બાળકીના પડોશીની શંકાના આધારે અટકાયત કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
માત્ર ચાર વર્ષની માસૂમ બાળકીની હત્યા કરાયેલી હાલતમાં કોથળામાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને રજત નામના પડોશીને સ્થાનિકોએ માર મારવાનો પ્રયાસ કર્યો હતો.
પિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ
ઉલ્લેખનીય છે કે, બાળકીની હત્યા અંગેના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને પિતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.
બાળકીને નશો કરાયાની આશંકા

મળતી માહિતી પ્રમાણે, નરોલી વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની ચાર વર્ષની બાળકી બપોરના સમયે અચાનક ગુમ થઇ ગઇ હતી. થોડા સમય સુધી બાળકી ઘરે નહીં આવતા તેના પરિવારજનોને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી. ત્રણથી ચાર કલાકની શોધખોળ બાદ પણ બાળકીનો કોઈ પત્તો નહી મળી આવતા આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, બાળકી બપોરના સમયે અન્ય બાળકીઓ સાથે રમી રહી હતી. પરંતુ ઘરથી ક્યાંય દૂર ગઇ ન હતી.
જે બાદ પોલીસે 40 ફ્લેટમાં ચકાસણી બાદ એક ફ્લેટના બાથરૂમની બારીનો કાંચ તૂટેલો દેખાતા એ ફ્લેટમાં રહેતા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ચર્ચા તો એવી પણ છે કે, પહેલા બાળકીને નશો કરાવ્યો હતો જે બાદ તેની પર દુષ્કર્મ થયાની પ્રબળ આશંકા છે.
નરાધમ પાડોશી ઘરમાં જ સૂતો હતો

ત્યારે બિલ્ડીંગના બાથરૂમની પાઇપલાઇન પાસે શંકાસ્પદ કોથળો દેખાતા તેની ચકાસણી કરતા ગુમ બાળકીના લાશના ટુકડા અંદરથી મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં પહેલા માળે આવેલ એક ફ્લેટના બાથરૂમની બારીનો કાંચ તૂટેલી હાલતમાં દેખાયો હતો. તે ફ્લેટનો વ્યક્તિ અંદર સૂતો હતો. પોલીસે રૂમની અંદર જોતા ઠેરઠેર લોહી જોવા મળ્યું હતું. જેથી કથિત આરોપી સંતોષ રજતની ધરપકડ કરી વધુ પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.