કરીના કપૂર ખાનનાં (Kareena Kapoor Khan)બીજા દીકરાનો જન્મ 21 ફેબ્રુઆરીનાં રોજ થયો છે. ત્યારથી જ નાનકડું મહેમાન ચર્ચામાં છે. આમ તો કરીના કપૂર અને સૈફ અલી ખાને ઓગસ્ટ મહિનામાં કરીનાની બીજી પ્રેગ્નેન્સી (Kareena Kapoor Khan New Born) અંગે જાહેરાત કરી હતી. ત્યારથી જ આવનારા મહેમાનની ચર્ચા થવા લાગી છે.
ત્યારે સૈફ અને કરીનાએ એક સત્તાવાર નિવેદન આપતાં લખ્યું હતું કે ,’અમે આ જણાવતા ઘણાં આનંદીત છી એ કે, અમે અમારા પરિવારમાં વધારો કરી રહ્યાં છે !! આપ સૌનાં સપોર્ટ અને શુભેચ્છા માટે આભાર.’ ફરી પાપારાઝી પર ભડક્યો તૈમૂર, કારમાંથી ઉતરતા કરી એવી હરકત કે મમ્મી કરીના તેના પર થઈ ગુસ્સો. જુઓ વીડિયો.

બાળકો નાદાન હોય છે. તેમને ક્યારે શું કહેવું અને કેવો વ્યવહાર કરવો તેની સમજ હોતી નથી. તેમના મનમાં જે આવે તેઓ એવું જ કરે છે. ત્યારે હાલમાં મોટા ભાઈ બનેલા તૈમૂર અલી ખાને પણ કંઈક એવું જ કર્યું. જે બાદ મમ્મી કરીના કપૂર ખાન તેના પર ગુસ્સે થઈ ગઈ હતી. તૈમૂરની ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે. હાલમાં જ તેનો એક વીડિયો સામે આવ્યો જેમાં કરીના તૈમૂર પર ગુસ્સો કરતી જોવા મળી રહી છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
બીજી વખત માતા બન્યા બાદ કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂરની દીકરી સમાયરા કપૂરનો 16મો જન્મ દિવસ ઉજવવા તેના ઘરે પહોંચી હતી. આ દરમિયાન તૈમૂર અને તેની માતા બબીતા પણ તેની સાથે હતા. ગાડીમાંથી ઉતર્યા બાદ કરીના ત્યાં ઉભેલા પાપારાઝીને પોઝ પણ આપે છે પરંત. ત્યારે જ ગાડીમાંથી તૈમૂર બહાર આવે છે અને પાપારાઝી પર ગુસ્સે થઈને બૂમો પાડે છે અને તરત ભાગી જવાની કોશિશ કરે છે.
પરંતુ તે જોતો નથી કે મેઈન ડોર ગ્લાસનો છે અને તે બંધ છે અને તે જોરથી ભટકાઇ જાય છે. આ જોઈ સ્ટાફના લોકો અને કરીના તૈમૂરને પકડીને અંદર લઈ જાય છે. તૈમૂરની આ હરકત પર કરીના નારાજ થઇ જાય છે અને ગુસ્સો કરીને તેને અંદર મોકલી દે છે અને પોતે પાપારાઝીને મળીને અંદર જતી રહે છે. આ સમયે કરીનાએ લાઇટ બ્લૂ ડ્રેસ પહેરી હતી અને વ્હાઇટ માસ્ક લગાવ્યું હતું. તો તૈમૂરે ડાર્ક બ્લૂ રંગની ટી શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યું હતું. જેની સાથે તેણે રેડ કલરનો માસ્ક પહેર્યો હતો.
View this post on Instagram
સમાયરા કપૂર, કરિશ્મા કપૂર અને તેના એક્સ પતિ સંજય કપૂરની મોટી દીકરી છે. કરિશ્મા બોલિવૂડની શ્રેષ્ઠ એક્ટ્રેસમાંથી એક છે. જોકે, તેનાંબાળકો સમાયરા અને કિયાન લાઇમલાઇટથી દૂર રહે છે. બંને બાળકોને ફેમિલી પાર્ટી અને એરપોર્ટ પર કરિશ્મા સાથે ઘણી વખત સ્પોટ કરવામાં આવે છે. સમાયરાનું બોન્ડિંગ તેની માસી કરીના સાથે ખૂબ જ સારું છે. તે તેની ખૂબ જ નજીક છે. સમાયરા માટે કરીનાએ સ્પેશિયલ પોસ્ટ પણ શેર કરી હતી.