આ વૃદ્ધ વ્યક્તિએ તો સેનેટાઇઝરનો જબરો ઉપયોગ કર્યો હોં, VIDEOમાં જોવો તો ખરા કોરોનાથી બચવા શરીર પર ક્યાં લગાવી દીધું

કોરોના વાયરસથી બચવા માટે તબીબી વિભાગ આંખ, નાક અને મોને સ્પર્શ કરતા પહેલાં સેનિટાઈઝરથી હાથ ધોવાની ભલામણ કરે છે. લોકો કંઇ પણને સ્પર્શતા પહેલા અને પછી દરેક વખતે સેનિટાઇઝરનો ઉપયોગ કરે છે. એ જાણ્યા વિના પણ કે, તેની આડઅસર પણ થાય છે.

સેનિટાઈઝરથી શું આવે છે મુશ્કેલીઓ

ઇથેનોલ, એન-પ્રોપેનોલ, આઇસોપ્રોપીલ ડ્રાય આલ્કોહોલ્સ, હાથની કુદરતી ભેજને નષ્ટ કરે છે. કેમિકલને કારણે છિદ્રો સુકાઈ જાય છે. સેનિટાઇઝરના આ ત્રણ ઘટકોનો વારંવાર ઉપયોગ કરવાથી ત્વચાની એલર્જી, માથાનો દુખાવો અને ચક્કર આવે છે. સેનિટાઈઝરમાં બેન્ઝાલ્કોનિયમ ક્લોરાઇડ હોય છે, જે ત્વચા માટે જરૂરી જંતુઓ અને બેક્ટેરિયાને પણ ધોઈ નાખે છે. તેનાથી બળતરા અને ખંજવાળ પણ થઈ શકે છે.

જ્યારે વૃદ્ધ વ્યક્તિને સેનેટાઈઝર આપ્યું તો તેઓએ તેનાથી કર્યું એવું કે જાણીને તમે પણ કરશો કમાલ. જુઓ વીડિયો કે સેનેટાઈઝરનો વૃદ્ધ વ્યક્તિએ કઈ રીતે કર્યો છે ઉપયોગ.સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે હસીને થાકી જશો. આ વીડિયોમાં જે રીતે વૃદ્ધ વ્યક્તિએ સેનેટાઈઝરનો ઉપયોગ કર્યો છે. તે હાસ્યાસ્પદ છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોઈ સામૂહિક જગ્યાએ લોકો ભેગા થયા છે. તેમાં બાળકો અને વૃદ્ધો સામેલ છે. વીડિયો જોઈને લાગે છે કે કદાચ આ કોઈ વેક્સિનેશન સેન્ટરનો વીડિયો છે. ત્યારે એક યુવક સેનેટાઈઝર લઈને આવે છે અને ખુરશી પર બેઠેલા વૃદ્ધને આપે છે.

જુઓ વૃદ્ધે સેનેટાઈઝરનો કેવી રીતે કર્યો ઉપયોગ

વૃદ્ધ વ્યક્તિ સેનેટાઈઝરને હાથમાં સારી રીતે મિક્સ કરે છે, કેને પહેલા હાથમાં લગાવે છે, પછી ચહેરા અને વાળ પર લગાવે છે અને પછી પગ પર પણ લગાવે છે. આ જોઈને યુવક ફરીથી વૃદ્ધ વ્યક્તિ પાસે આવે છે અને સ્માઈલ આપે છે જાણે પહેલીવાર સેનેટાઈઝર ઓછું પડ્યું હતું. આસપાસ હાજર લોકો પણ આ વૃદ્ધ વ્યક્તિને આશ્ચર્ય સાથે જુએ છે. આમ છતાં તે વૃદ્ધ વ્યક્તિ સેનેટાઈઝર લગાવવાનું ચૂકતા નથી. જો કે અહીં ઉદેશ્ય કોઈની મજાક કરવાનો નથી. આપણા સૌની જવાબદારી છે કે કોરોનાથી જાગૃત રહીએ.

સેવા અધિકારીએ શેર કર્યો છે વીડિયો

આ વીડિયો એક ભારતીય સેવા અધિકારી Rupin Sharma IPSએ શેર કર્યો છે. તેઓએ સોશ્યલ મીડિયા ટ્વિટર પર તેને શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે આમનો કોરોના વાળ પણ વાંકો નહીં કરી શકે પણ માસ્ક નીચે કરતા નથી આ કાકા.

આ વીડિયો લગભગ 5000 વાર જોવાઈ ચૂક્યો છે. કેટલાક લોકોને પસંદ આવ્યો છે અને કેટલાક કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યૂઝરે કહ્યું કે આનાથી તો સારું હતું કે કાકા સેનેટાઈઝરથી સ્નાન કરી લેતા. તેમ છતાં આ શાનદાર વીડિયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong