આવી માહિતી જો ભૂલથી પણ ગૂગલમાં સર્ચ કરી તો મોટું નુકસાન ભોગવશો, ચેતવણી આપવામાં આવી કે….

હવે લોકો કઈ પણ માહિતી વિશે જાણવું હોય તરત જ ગૂગલમાં સર્ચ કરી લે છે. લોકો ગૂગલ જાણે ડોક્ટર હોય તે રીતે વર્તે છે એટલે કે ઘણા લોકો કોઈ રોગ હોય તો તેઓ તેમના લક્ષણો વિશે માહિતી સર્ચ કરે છે અને દવાઓ શોધવાનું ગૂગલ પર જ શરૂ કરે છે. આવા લોકો માટે અહીં મહત્વની માહિતી આપી છે. આવી રીતે ગૂગલ પરથી સર્ચ કરીને કોઈ પણ દવા લેવી તે તમારા જીવનને પણ જોખમમાં મૂકે છે. ઇન્ટરનેટનો ઉપયોગ આ કોરોના કાળમાં ભરપૂર થઈ રહ્યો છે.

image source

આ સાથે ઓનલાઇન છેતરપિંડીના કેસો પણ ઝડપથી વધી રહ્યા છે. હેકર્સ ગૂગલ પર યુઝર્સને સૌથી વધુ શિકાર બનાવી રહ્યાં છે. ગૂગલ પર આપણે ઘણી વખત એવી માહિતી સર્ચ કરતાં હોઈએ છીએ કે જે આપણા માટે હાનિકારક હોય છે. જ્યારે તમે કોઈ પણ માહિતી સર્ચ કરો છો ત્યારે હેકર્સ આ સર્ચને જોતા રહે છે અને તમે જે સર્ચ કરો છો તેની માહિતીમાંથી તમને શિકાર બનાવે છે. અહી તમને અમે તમને કેટલીક એવી વાતો વિશે જણાવી રહ્યા છીએ જે વિશે તમારે સર્ચ ન કરવું જોઈએ. આજના સમયમાં બધાં લોકો ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરતાં થયાં છે.

image source

શોપિંગથી લઈને પૈસાની લેવડ દેવડ પણ ઓનલાઇન કરી રહ્યાં છે. ઓનલાઇન બેંકિંગ વ્યવહારમાં કોરોના યુગમાં પહેલા કરતાં વધુ વધારો થયો છે. તેના ઘણા ફાયદા અને ગેરફાયદા બન્ને છે. ઓનલાઇન છેતરપિંડી કરનારા હેકર્સ બેંકની જેમ યુઆરએલ બનાવે છે અને પછી જ્યારે પણ આપણે તે બેંકનું નામ દાખલ કરીએ છીએ ત્યારે તેમની જાળમાં ફસાઈ જઈએ છીએ. હેકર્સ આ રીતે તમારાં ખાતામાંથી પૈસા ચોરી લે છે. તેથી સૌથી પહેલાં તો હંમેશાં ગૂગલની સત્તાવાર વેબસાઇટ પરથી બેંક વિશેની માહિતી લો.

image source

આ સાથે બીજી એક મહત્વની વાત કે ક્યારેય કસ્ટમર કેર નંબર સર્ચ કરવો નહીં કારણ કે હેકર્સ સૌથી પહેલાં તમને કસ્ટમર કેર નંબર પરથી શોધે છે. મોટાભાગના લોકો આને કારણે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને છે. આ માટે હેકર્સ કંપનીની બનાવટી વેબસાઇટ બનાવે છે અને ગૂગલ પર તેમનો નંબર અને ઇમેઇલ આઈડી તમને આપે છે. આ પછી લોકો તેમાં માંગેલી માહિતી આપી દેતા હોય છે જેનાં દ્વારા તેઓ તમારાં ખાતામાં સેંધ લગાવી દે છે. જો તમારે કસ્ટમર કેર નંબર જોઈએ છે તો ગૂગલ પર કોઈ પણ સર્ચ કરવાના બદલે સીધા જ કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી જોઈતો નંબર મેળવી લો તે તમારા માટે સુરક્ષિત રહેશે.

image source

બીજી એક ચેતવણી એવા લોકો માટે જે ઓનલાઇન ગૂગલ પર પોતાનાં રોગનાં લક્ષણો વિશે સર્ચ કરે અને તે મુજબ અનુસરવા લાગે છે. ગૂગલ કોઈ ડોક્ટર નથી તેથી અનુસરો નહીં. આવી રીતે લીધેલી દવાઓ તમારા સ્વાસ્થય માટે હાનીકારક નીવડી શકે છે. કોઈ રોગ વિશેની માહિતી એકત્રિત કરવી ખોટું નથી, પરંતુ ગૂગલની કોઈપણ વેબસાઇટ તેનાં માટે આંધળા બની અનુસારવા લાગવું તે ખોટું છે. ફેક વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ તેની સારવાર અથવા દવાઓ લેવી ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

image source

જો તમે કોઈ પણ વેબસાઇટ પરથી યોજનાઓની માહિતી મેળવો છો તો તે સારી વાત છે કારણ કે સરકાર પણ ડિજિટલ ભારતને પ્રોત્સાહન આપી રહી છે. પરંતુ ઇન્ટરનેટ પર તમામ યોજનાઓની માહિતી મુકાયેલી હોય છે તે સાચી હોતી નથી જેથી યોજનાઓની ઑફિશિયલ વેબસાઇટ પરથી જ સાચી જાણકારી મેળવવી જોઈએ. યોજના સંબંધિત બધી માહિતી તમને ઓડિશિયલ વેબસાઈટ પરથી મળી જશે. હેકર્સ છેતરપિંડી કરવા માટે સરકારી વેબસાઇટ જેવી બનાવટી વેબસાઇટ બનાવે છે જેથી સમજદારીથી કામ લેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!