અમુક પ્રેમીઓ આવા પણ હોય, ગર્લફ્રેન્ડનાં લગ્ન અટકાવવા માટે સીધી મુખ્યમંત્રીને કરી દીધી વિચિત્ર અપીલ

કોરોનાની હાલમાં ખુબ જ તેજીથી ફેલાઈ રહ્યો છે. આ ચેઇનને તોડવા માટે અનેક રાજ્યોએ લોકડાઉન લગાવ્યું છે. સરકાર દ્વારા લોકોને કોરોના નિયમોનું પાલન કરવું કરવાનું કહેવામાં આવી રહ્યું છે. બસોમાં મર્યાદિત સંખ્યામાં લોકોને મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે તો લગ્ન કે મરણ પ્રસંગે પણ મર્યાદાઓ રાખવામાં આવી છે. જો કે આ પછી પણ અનેક જગ્યાએથી નિયમોને તોડી રહેલાં લોકોની તસવીરો સામે આવી રહી છે. પરંતુ આ વચ્ચે એક એવી વાત સામે આવી છે કે જે જાણીને તમે ચોંકી જશો.

image source

મળતી માહિતી મુજબ રાજસ્થાન સરકારે પણ લોકડાઉનની ઘોષણા કરતા બેન્ડવાજા કે ડીજે વગેરે પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 31 મે સુધી રાજ્યમાં લગ્ન સમારોહ યોજાશે નહીં તેવું કહેવામાં આવ્યું છે. ઘણા લોકો આ નિર્ણયથી દુ:ખી છે પરંતુ એક વ્યક્તિ ખૂબ જ ખુશ છે અને એ પાછળનું કારણ કે પણ ઘણું અજીબ છે. તે જાણવા મળ્યું છે કે આ છોકરો આ નિર્ણયથી એટલાં માટે ખુશ છે કે તેની ગર્લફ્રેન્ડનાં લગ્ન થઈ રહ્યાં છે અને તેવું તે ઈચ્છતો ન હતો. આ વ્યક્તિએ રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને આ માટે અપીલ કરી હતી અને કહ્યું હતું કે ગેહલોતજી કોરોનાકાળમાં આ લગ્નો બંધ કરી દેવા જોઈએ.

image source

મારી ગર્લફ્રેન્ડનાં લગ્ન છે તો તે પણ અટકી જશે. આ માટે તમે એક કામ કરો આજની રાતે જ નવી માર્ગદર્શિકા જાહેર કરો જેથી 5 મેથી થનારા તમામ લગ્નો રદ થઈ જાય. જો કે અશોક ગેહલોત આ અગાઉ પણ લોકોને સતત લગ્નને મોકૂફ રાખવા માટે અપીલ કરતાં આવ્યાં છે. જાણવા મળ્યું છે કે ગોહતેલે ટવીટ કરીને લખ્યું છે કે કોરોનાની આ બીજી લહેરમાં દરમિયાન લગ્ન કરવાનું લોકોને ટાળવું જોઈએ તેવી મારી અપીલ છે. હમણાં કોવિડનાં સમયમાં લગ્ન કરવામાં આમ પણ ખુશહાલી કરતાં વધુ બીક અને મુશ્કેલી રહે છે.

कोरोना की इस भयावह दूसरी वेव के दौरान जिन लोगों की शादियां हैं उनसे अपील है कि फिलहाल अपनी शादी टाल दें। अभी शादी में…

Posted by Ashok Gehlot on Friday, 30 April 2021

 

મુખ્યમંત્રીનાં આ નિર્ણય બાદ બીજા બધાં લોકોની તો ખબર નહીં પણ અંકુર ઘણો ખુશ છે કે આ બહાને તેની ગર્લફ્રેન્ડનાં લગ્ન પણ અટકી ગયાં છે. આ પછી આગળ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ રોગચાળો દૂર કરવા માટે કોવિડ ઇન્ફેક્શનની ચેઇન તોડવી ઘણી જરૂરી છે. આથી લગ્નમાં દરમિયાન જે રીતે ભીડ થાય છે તેવી સ્થિતિમાં હવે આ શક્ય નહીં બને. મુખ્યમંત્રીના આ ટ્વિટ પર અંકુર દૌરવાલ નામના એક ફેસબુક યુઝર્સએ આ ટિપ્પણી કરી છે જે જે ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં અંકુરે પણ લગ્ન રોકવા માટે કહ્યું હતું. જો કે અંકુરનું આવું કહેવા પાછળનું કારણ કઈક અલગ હતું પણ હવે આ કમેન્ટ ઘણી વાયરલ થઇ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!