વધુ પડતી હળદર કરે છે તમારા શરીરને અનહદ નુક્સાન – અચૂક વાંચો.

શું તમે હળદરવાળા દૂધનું સેવન કરો છો ? તો જાણી લો તેનું સેવન નહીં કરવા પાછળના કારણો

image sourceહળદરના અગણિત ફાયદાઓ વિષે તો આપણે ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ. અને ચોક્કસ હળદર ઘણી બધી રીતે માનવ શરીર માટે ફાયદાકારક છે જ, પણ કેટલાક સંજોગોમાં હળદરનું સેવન તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. હળદરના સેવનથી, શરદી, ઉધરસમાં રાહત થાય છે હળદનો લેપ લગાવવાથી ઘામાં ઝડપથી રુઝ આવી જાય છે તેમજ હળદરને ચહેરા પર લગાવવાથી ત્વચા કાંતિવાન બને છે તે બધા જ ગુળ હળદરમાં છે પણ આજે અમે તમને તેની કેટલીક આડ અસરો વિષે જણાવીશું.

image sourceજો તમને લીવરનો પ્રોબ્લેમ હોય તો હળદરને અવોઈડ કરવી

જો તમારું લીવર મોટું થઈ ગયું હોય અથવા લીવરને લગતી બીજી કોઈ સમસ્યા હોય તો તમારે હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ. આ બન્ને સામગ્રીઓનું સંયોજન તમારી લીવરની સમસ્યાને ઓર વધારશે. આ સિવાય જો તમને જમ્યા બાદ માથું દુઃખવાની ફરિયાદ રહ્યા કરતી હોય તો બની શકે કે તેની પાછળ હળદર પણ જવાબદાર હોઈ શકે.

image source

એલર્જીની સમસ્યા ધરાવતી વ્યક્તિ માટે હળદર નુકસાનકારક છે

જો તમને વિવિધ જાતના મસાલા ખાવાથી એલર્જી થતી હોય તો તમારે હળદરનો પ્રયોગ ન કરવો જોઈએ. તેના સેવનથી તમારી એલર્જીની સમસ્યા વધી જશે. હળદર ગોલબ્લેડરમાં પથરી બનાવવાનું પણ કામ કરે છે. આ સિવાય તેનાથી ગેસ પણ થાય છે. જે તમને હંમેશા અસહજ રાખે છે.

image sourceડાયાબીટીક પેશન્ટ માટે હળદર આ રીતે નુકસાનકારક છે

ડાયાબીટીક દર્દીઓ માટે હળદર સામાન્ય રીતે તો નુકસાનકારક નથી ઉલટાનું તે બ્લડ શુગરના સ્તરને ઘણું ઓછું પણ કરી દે છે પણ જો દર્દીને એનિમિયાની ફરિયાદ રહ્યા કરતી હોય તો તેમણે હળધરનું સેવન ઘટાડી દેવું જોઈએ.

 

image source

ગર્ભવતિ મહિલાઓ માટે હળદરવાળુ દૂધ બની શકે છે નુકસાનકારક

પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીઓ પોતાના બાળકોને સ્વસ્થ તેમજ દેખાવડું બનાવવા માટે અવનવા પેંતરા કરતી રહેતી હોય છે. તેમાંના જ એક પેંતરા પ્રમાણે એવી માન્યતા છે કે ગર્ભવતિ સ્ત્રી જો હળદરવાળુ દૂધ પીવે તો તેનું બાળક ગોરું જન્મે છે. પણ તેમ કરવાથી હળદરમાં રહેલું જે તત્ત્વ છે તે ગર્ભાશયને સંકોચે છે, ગર્ભાશયમા રક્તસ્રાવ થવાની સમસ્યા પણ ઉભી થાય છે.

Image result for turmeric milk

image sourceસર્જરી બાદ હળદરના ઉપયોગને ટાળવો જોઈએ

જો તાજેતરમાં તમારા પર શસ્ત્રક્રિયા થઈ હોય તો તમારે હળદરનુ સેવન ઘટાડી દેવું જોઈએ. વાસ્તવમાં વધારે પ્રમાણમાં હળદર ખાવાથી શરીરમાં બ્લડ ક્લોટિંગની તકલીફ ઉભી થાય છે. અને આમ થવાથી જે વ્યક્તિની તાજેતરમાં સર્જરી થઈ હોય તેમના માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.

image source

અફળદ્રુપતાની સમસ્યા

જો પુરુષો વધારે પ્રમાણમાં હળદરનું સેવન કરે તો તેમને ઇનફર્ટિલીટીની સમસ્યાનો સામનો કરવો પડે છે. એક અહેવાલ પ્રમાણે હળદરના વધારે પડતા ઉપયોગથી સ્પર્મ પ્રોડક્શન ઘટી જાય છે. આ સિવાય વધારે પડતા સેવનથી ગેસ તેમજ ઝાડા થવાની સમસ્યા પણ ઉભી થાય છે.

image sourceકેંસરમાં હળદરની ભૂમિકા

એક સંશોધન પ્રમાણે હળદર કેન્સરના સેલ્સ સામે લડવામાં શરીરને મદદ કરે છે. પણ બીજા એક સંશોધનમાં એવી પણ જાણકારી મળી છે કે હળદરના ઉપયોગથી તેમાં રહેલું કર્યુક્યુમીન તત્ત્વ બ્રેસ્ટ કેન્સર, યુટેરાઈન કેન્સર, ઓવેરિયન કેન્સરની શક્યતામાં વધારો કરી શકે છે.

હળદરનો વધારે પડતો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે

જો વધારે પ્રમાણમાં હળદરનું સેવન કરવામા આવે તો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. હળદરનું પ્રમાણ વધવાથી વ્યક્તિને ઉબકાની સમસ્યા પણ શરૂ થાય છે.

image source

વધારે પડતાં હળદરના સેવનથી શરીરમાં આયર્નનું શોષણ ઘટે છે

જો અમુક માત્રા કરતાં વધારે પ્રમાણમાં હળદરનું સેવન કરવામાં આવે તો શરીરમાં રહેલું આયર્ન યોગ્ય પ્રમાણમાં શોષાતું નથી. જે લોકોમાં આયર્નની ઉણપ રહેતી હોય તેમણે હળદરનો પ્રયોગ સાવચેતીથી કરવો જોઈએ.

એવું નથી કે તમારે હળદર ખાવાની સદંતર છોડી દેવી જોઈએ. પણ ઉપર જણાવેલા સંજોગોમાં તમારે હળદરનો પ્રયોગ ઘટાડી દેવો જોઈએ. અથવા જ્યારે ક્યારેય તમે હળદરનું પ્રમાણ વધારવા માગતા હોવ ત્યારે તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ