દુનિયામાં કેટલાક એવા સ્થળ છે જ્યાં માણસનું પહોંચવું અશક્ય સમાન છે.ત્યાં વસવાટ કરી શકવો કાયમી ધોરણે શક્ય બની શકતો નથી.એમ,વિશ્વમાં એવી પણ જગ્યાઅો છે,જ્યાં ખૂબ જ અોછા માણસો રહે છે.તે સિવાય કેટલાક સ્થળો એવા પણ છે જ્યાં એક,બે અથવા ત્રણ માણસો જ રહેતા હોય.તો આવો,આજનાં લેખમાં આવી જ માહિતીની સફર કરીએ.લઈ જઈએ આપને જ્યોર્જીયાનાં ૧૩૦ ફૂટ ઉંચા પર્વત પર કે,જ્યાં ફક્ત એક જ માણસ રહે છે.પણ શા માટે? એ જાણવા આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલશો નહિં.
૧૯૯૩થી આ મૈકીજમ નામનો શખ્સ ૧૩૦ ફૂટ ઉંચા પહાડ પર એકલો રહે છે.તે પહાડની ચોટી પરથી અઠવાડિયામાં ફક્ત બે વાર જ નીચે ઉતરે છે.આ પહાડથી નીચે ઉતરવા માટે ૧૩૧ ફૂટની સીડી લગાડવામાં આવી છે.જે ઉતરવામાં મૈકીજમને ૨૦થી ૨૫ મિનિટ જેવો સમય લાગે છે. બાકીનાં સમયમાં જો કોઈ ચીજ-વસ્તુ કે અન્ય કાંઈ જરૂરિયાત ઉભી થાય તો મૈકીજમનાં ફોલોઅર્સ તેને ચક્કર અને દોરડાની મદદથી ચીજો ઉપર પહોંચાડે છે.
મૈકીજમની જિંદગીની કહાણી વિશે વાત કરીએ તો એ પહેલા ક્રેઈન અોપરેટરનું કામ કરતા હતા.તે યુવાવસ્થામાં શરાબ અને ડ્રગ્સનાં શોખીન બની ગયા હતા.ત્યારે નશામાંથી બહાર આવી નહોતા શકતા.આ કારણે તેમને એકવાર જેલમાં જવું પડ્યું હતુ.ત્યારબાદ તેમને જીવન બદલવાનો નિર્ણય કર્યો અને તે ભક્તિનાં માર્ગ પર આવી ગયા.ક્રિશ્ચિયન સંપ્રદાયનાં લોકો ઉંચા પર્વતો પર રહેતા હતા. તેમનું માનવું હતુ કે સંસારનાં પ્રલોભનથી દૂર રહે છે.૧૫મી સદીમાં આવું ચાલતું આવ્યું બાદમાં બંધ થઇ ગયું.