આટલી મોંઘી થઇ ગઈ છે તમારી પ્રિય નાસ્તાની વાનગીઓ.. વાંચો અને જાણો…

તમારા પ્રિય એવા અતિ સસ્તા નાશ્તાના અત્યંત મોંઘેરા વર્ઝન

સવારના નાશ્તા અને બપોરના ભાણા, અને બપોરના ભાણા થી સાંજના જમણ વચ્ચેનો સમય ખુબ જ મહત્ત્વનો છે. એવો સમય જ્યારે લોકોને શું કરવું તેની ખબર નથી હોતી. તે પોતાનું કામ કરવાની જગ્યાએ કંઈ બીજી જ પ્રવૃત્તિઓમાં રોકાયેલા રહે છે જેમ કે યુટ્યુબ પર વિડિયો જોવી. ફેસબુક પર પેજ સ્ક્રોલ કરવા વિગેરે વિગેરે. તેથી પણ વધારે મહત્ત્વનો ઉપયોગ આ સમયનો ત્યારે થાય છે જ્યારે જાત જાતના નાશ્તાઓ આરોગવામાં આવે છે. પણ આ નાશ્તાઓ આપણને ધીમે ધીમે મારી રહ્યા છે તેની તમને ખબર નહીં હોય. અને મરતા પહેલા આપણે તેને સેંકડો વાર આરોગીશું પણ ખરા.
પણ કેટલાક લોકોને તેમાં પણ લગ્ઝરી જોઈએ છે. તેઓ વિચારે છે સસ્તા નાશ્તા કરીને મરવા કરતાં થોડા મોંઘા નાશ્તા કરીને મરવું વધારે સારું !
અને આ કારણે જ તમારા તે સસ્તા નાશ્તાના મોંઘા વર્ઝનનો જન્મ થયો છે. અહીં તે દસ નાશ્તાઓ જણાવવામાં આવ્યા છે.

1. બટાટાની વેફર્સ

લેઝ મેજિક મસાલા વેફર્સ – રૂ.10 સેન્ટ, એરિક્સ બ્રુઅરી રૂ. 3614 (5 વેફર્સ)

સૈફ અલિથી માંડીને રનબીર કપૂરે પોતાનો અત્યંત કિંમતી સમય તેમજ ઉર્જા ભારતીય લોકોને લેઝની વેફર ખાવા માટે સમજાવવામાં ખર્ચી નાખ્યો છે. અમિર લોગો વાલા “સાવર ક્રિમ એન્ડ ઓનિયન” થી માંડીને લોકપ્રિય “મેજિક મસાલા” સુધી, તેમાં કોઈ જ શંકા નથી કે આપણને આ વેફર્સ કેટલી પ્રિય છે.

જ્યારથી લોકોએ એ નક્કી કરી લીધું કે કુરકુરેમાં પ્લાસ્ટિક આવે છે, ત્યારથી લેઝની બટાટાની વેફર્સ તો જાણે હાર્ટ-એટેકનું ઉદ્ભવ સ્થાન બની ગયું છે અને આપણે તો ક્યારેય પાછુ વળીને જોવામાં માનતા જ નથી. અને પછી આવી આ 3000 રૂપિયા વાળી બટાટાની વેફર. ખરેખ હદ થઇ ગઈ !

2. સોડા

કોકા કોલા – રૂ. 25 કોકા કોલા ફેક્ટરી એરર કેન – રૂ. 18,137,145

અરે સોડા પણ કંઈ આપણા સ્વાસ્થ્યને ઓછું નુકસાન નથી કરતી, તે કેટલાએ પ્રકારના ડાયાબિટિસ આપણને ભેટ આપે છે અને સોડામાં કોકાકોલાનું નામ તો પ્રખ્યાત છે. અરે હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે લોકો માત્ર એક કોકાકોલાના કેન માટે કરોડ રૂપિયો ખર્ચવા તૈયાર થઈ જાય છે.

જો તે કેનમાં ઢગલા બંધ હીરાઓ કે અન્ય કિંમતી વસ્તુઓ આવતી હોય તો તે સમજી શકાય. પણ એવું કંઈ નથી હોતું.

કોઈ શા માટે તે ખરીદે ? કારણ કે તેમના બેન્ક બેલેન્સમાં ખુબ બધા શૂન્ય હશે અને તેમને તેમાં ઘટાડો કરવો ગમતો હશે.

3. બિસ્કિટ્સ

પાર્લે-જી – રૂ. 10 ધી ટાઇટેનિક “પાઇલટ” બિસ્કિટ – રૂ. 1,248,040

ચા સાથે સિગરેટ જેટલી મજા બીજા કશા સાથે ન આવી શકે.

જો તમે ધૂમ્રપાન ન કરતા હોવ, તો તો તમને અભિનંદન ! તમે કેન્સરને મ્હાત કરવાનું પ્રથમ પગલું તો લઈ જ લીધું છે ! પણ તમારી ચાને જો કોઈ સગંત જોઈતી હોય તો તમે તેની સાથે બિસ્કિટ લેતા હશો. તમે ચામાં બિસ્કિટ બોળી બોળી મજાથી ખાતા હશો.

પણ જો તમારું બિસ્કિટ ટાઇટેનિકના અકસ્માતમાંથી બચી ગયું હશે તો તો તમે ભૂલેચૂકે પણ તેવી ભૂલ ન કરતા. કારણ કે બિચારાં ટાઇટેનિકમાંથી બચી ગયેલા તે બિસ્કિટને ચામાં પલાળીને ખાવું એક નરી ક્રૂરતા ગણાશે.

4. ચોકોલેટ

કેડબરી સિલ્ક – રૂ. 160 લે લિવર્રે – રૂ. 35,502

ચોકલેટ ખાવાની કોને મજા નહીં પડતી હોય. ચોકલેટ તમને માસિક દરમિયાન તેમજ તમારા પહેલા બ્રેક અપ દરમિયાન કંપની આપે છે. ચોકલેટ એક ઉત્તમ વસ્તુ છે.

જો કે તમે કોઈ ડાયેટ પર હશો તો ચોકલેટ ખરેખર તમારી નિયત બગાડી મુકશે.

પણ આ ચોકલેટ માટે તો તમારે એક આઈફોન કૂરબાન કરવો પડશે.

જો કે આ 35 ટીની-ટાઇની લે લિવ્રે ચોકલેટ એક અત્યંત ફેન્સી બોક્સમાં પેક કરવામાં આવે છે. જેની કિનારીઓ સોનાની હોય છે, દુર્ભાગ્યપૂર્ણ રીતે તમે તેને નથી ખાઈ શકતા.

5. જ્યૂસ

ટ્રોપિકાના ઓરેન્જ ડીલાઇટ – રૂ. 20 ઓર્ગેનિક એવેન્યુ ક્લિન્ઝ રૂ. 38,730

બજારમાં મળતા વિવિધ કંપનીના જ્યૂસ જેને સામાન્ય રીતે પીણાનો સ્વસ્થ વિકલ્પ માનવામાં આવે છે. જો કે તેમાં સોડાની જેમ જ સરખા જ પ્રમાણમાં ખાંડનું પ્રમાણ હોય છે. તેમ છતાં જો તેનાથી સારું લાગતું હોય તો તે સારું જ હોવું જોઈએ, કેમ ખરુ ને ?

પણ જો તમારે માત્ર તે જ વસ્તુને અઠવાડિયાઓ સુધી પીવાની હોય તો તે કેટલું યોગ્ય રહેશે ? કારણ કે આ સુપર એક્સક્લુઝિવ જ્યૂસ ક્લિન્ઝર તમને ઓર્ગેનિક એવેન્યુના રૂપમાં 600 ડોલરમાં મળે છે. જેનાથી તમે તમારું વજન પણ ઘટાડી શકો છો.

6. ઇન્સ્ટન્ટ નૂડલ્સ

મેગી – રૂ. 12 હેરોડ્સ પોટ નૂડલ્સ – રૂ. 2488.83

મેગી સ્વાદમાં તો લલચામણી હોય જ છે પણ તેનું વધારે આકર્ષક પાસુ તેની સસ્તી કીંમત છે.

પણ ઇંગ્લેન્ડના આ હેરોર્ડ સ્ટોરની તો વાત જ શું કરવી. તેઓ આ લક્ઝરી નુડલ્સ વેચી રહ્યા છે. જો કે તેઓ એમ કહે છે કે તેના નાણા ચેરિટિમાં જાય છે. પણ તે તો સાવ જ નિરર્થક કહેવાય.

7. ચીઝ

બ્રિટાનિયા ચીઝ સ્લાઇસીસ- રૂ. 136 (200ગ્રા) પુલે – રૂ. 83,095 (1કી.)

આપણે ઘણીવાર લુખ્ખુ ચીઝ ખાતા જ હોઈએ છીએ. તેમાં કંઈ નવું નથી. તે પણ એક જાતનો નાશ્તો જ કહેવાય.

અને કેટલાક ચીઝ શા માટે આટલા મોંઘા છે તે પણ હું સમજી શકું છું. પણ તે પાછળના કારણને હું વધારે મહત્ત્વ આપું છું. જેમ કે નાની માખીઓની મદદથી બનતું ચીઝ, અથવા તો સર્બિયન ગધેડાના દૂધમાંથી બનાવવામાં આવતું ચીઝ જેને વર્ષો સુધી પ્રીઝવ કરવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે.

બની શકે કે ગધેડાઓને દોહવા માટેનું મશીન નથી હોતું. અને સર્બિયાના લોકોને ગધેડા હાથેથી દોહ્વા પડતા હોવાથી તેના દૂધનું ચીઝ આટલું બધું મોંઘું હોય !

8. સેન્ડવિચિઝ

સ્ટ્રીટ ફૂડ સેન્ડવિચ – રૂ. 15 સેરેન્ડીપીટી 3 ક્વેઇન્ટએસેન્શિયલ ગ્રીલ્ડ ચીઝ – રૂ. 13,801

તમારી રસ્તાવાળા કાકાની સેન્ડવીચ બ્રેડ, ચીઝ, સલાડની બનેલી હશે. ખબર નહીં તમને ભાવતી હશે કે નહીં.

પણ દુનિયાની આ અતિ મોંઘી કે અતિ લક્ઝરિયસ સેન્ડવિચમાં તો વિશ્વની ઉત્તમ સામગ્રીઓ ચોક્કસ વાપરવામાં આવતી હશે જેમકે ઉત્તમ બ્રેડ, દુર્લભ ચીઝ વિગેરે, પૈસા બધું જ ખરીદી શકે છે.

પણ માત્ર આટલું જ નહીં તેમાં સોનું હોય છે. જાણે એવું લાગી રહ્યું છે કે ગુજરાતીઓએ ગુપ્ત રીતે દુનિયાના ઉત્તમ રેસ્ટોરન્ટનો અંકુશ પોતાના હાથમા લઈ લીધો છે.

9. આઈસ-ક્રીમ

અમૂલ આઇસ ક્રિમ – રૂ. 10 સેરેન્ડિપિટિ 3 ગોલ્ડન ઓપ્યુલન્સ – રૂ. 64,494

જ્યારે આપણા ઘરમાં મમ્મી આઇસક્રીમનું ફેમેલિ પેક લઈ આવે છે ત્યારે તરત જ આપણા બધાના મોઢામાં પાણી આવવા લાગે છે કે ક્યારે તે આઇસ ક્રીમ ખાવા મળશે. એક સમય હતો જ્યારે આઇસ ક્રીમ ખાવી કે ઘરમા લાવવી એ એક જાતની લક્ઝરી ગણાતી હતી. પણ હવે લોકો પ્રસંગ હોય કે ન હોય મન થાય ત્યારે આઇસ ક્રીમ ખાતા હોય છે. પણ આ લક્ઝરી આઈસ ક્રીમ ખાવા માટે તો તમારે કોને ખબર કઈ કઈ કુરબાનીઓ આપવી પડશે.

10. કેક

બ્રિટાનીયા ફ્રૂટ ફન કેક – રૂ. 14 ડાયમન્ડ કેક – રૂ. 1,07,060,040

કેક એક પ્રકારનો નાશ્તો છે, પહેલાં તો માત્ર પશ્ચિમી જગતમાં જ તેને ખાવામાં આવતી હતી પણ આજે તો ન્યૂ-યોર્કથી લઈ નવાગામ સુધી દરેક વ્યક્તિ કેકની મજા માણે છે.

પણ ઉપર તરફ આવેલી કેક તો તમે ખાવાનું કલ્પી જ ન શકો. તે તમને મારી નાખશે કારણ કે તેને હીરાથી સજાવવામાં આવી હોય છે અને જો તે તમારા ગળામાં અટકી જશે તો બની શકે કે તમારો શ્વાસ રુંધાઈ જાય અને તમે મૃત્યુ પામો. જો કે તમે તેનો ઉપયોગ તમારા સંબંધીઓ માટે કરી શકો છો!

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ