નસીબ-નસીબની વાત છે સાહેબ! માત્ર આટલા જ લાખમાં ખરીદ્યું જૂનું ઘર, અને એમાંથી મળ્યો બે કરોડનો ખજાનો

જીવનમાં ક્યારેક ક્યારેક એવા બનાવો પણ બની જતા હોય છે કે જેના કારણે આપણને આપણી ધારણા કરતા પણ વધુ ફાયદો પહોંચાડે છે. દાખલા તરીકે માની લો કે તમારે બજારમાંથી એક સારો અને મોંઘો અત્યાધુનિક ફોન ખરીદવો છે અને તેનો આજનો બજારભાવ 30,000 રૂપિયા છે. તમે બજારમાં વિવિધ જગ્યાઓએ ભાવ પૂછી બીજા દિવસે ફોન કરીને ખરીદવાનું નક્કી કર્યું.

image source

હવે બીજા દિવસે અચાનક જ કંપનીએ એ ભાવના ભાવ ઘટાડી દીધા અને 30,000 ના સીધા 20,000 થઈ ગયા. આ રીતે તમને કલ્પના ન કરી હોય તેવો ફાયદો થયો. ખેર, આ એક દ્રષ્ટાંત જ હતું. પણ આવી જ એક સત્યઘટના વિશે આપણે અહીં જાણીશું.

image source

કેનેડામાં આવેલી એક એન્ટિક દુકાનના માલિકે લગભગ સાત લાખ રૂપિયાનું એક ઘર ખરીદ્યું અને આ ઘર ખરીદ્યું તો ખરું તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે સાત લાખ રૂપિયા દઈને ખરીદેલા આ ઘરમાં તેને 2 કરોડનો ખજાનો હાથ લાગશે. ઘર ખરીદનારને આ ઘરમાંથી ડિઝાઈનર કપડાં, દુર્લભ સિક્કાઓ, સોના અને હીરા જડિત વીંટીઓ સાથેનું બેગ, રોકડ અને ચાંદીના ડોલર ભરેલું પર્સ સહિત અન્ય ચીજવસ્તુઓ મળી હતી જેની કુલ કિંમત અંદાજે બે કરોડ રૂપિયાની થાય છે.

image source

એન્ટિક દુકાનના માલિક એવા આ વ્યક્તિનું નામ મિસ્ટર આર્ચબોલ્ડ છે અને તેણે દિવંગત સંગીત શિક્ષક બેટ્ટે જોન આરએસીની સંપત્તિ લગભગ 10,000 ડોલર એટલે કે સાત લાખ રૂપિયા (અંદાજીત) માં ખરીદી હતી. આર્ચબોલ્ડ પોતાની દુકાને વેંચવા માટે અવાર નવાર જૂની અને પ્રાચીન ચીજવસ્તુઓ ખરીદતા રહે છે અને તે પૈકી નવીન ચીજવસ્તુઓને સોશ્યલ મીડિયા પર શેયર પણ કરે છે. આર્ચબોલ્ડે પિયાનો અને અન્ય જૂની ચીજવસ્તુઓ જોઈને આ ઘર 10,000 ડોલરમાં વેંચાતું લીધું હતું.

image source

આર્ચબોલ્ડ ઘર ખરીદીને જ્યારે તેની અંદર ગયા તો તેઓ ત્યાં આટલો કિંમતી સામાન જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા. તેના કહેવા મુજબ તેણે આવા કિંમતી સામાનની તો આશા પણ નહોતી રાખી. આર્ચબોલ્ડ સંગીતના શિક્ષક અને ઘરના મૂળ માલિકને ઘણા વર્ષોથી ઓળખતા હતા પરંતુ ક્યારેય તેના ઘરની અંદર નહોતા ગયા.

image source

આર્ચબોલ્ડના કહેવા મુજબ ઘરમાં ઘણી બધી ચીજવસ્તુઓ જમા કરવામાં આવી હતી. તેઓએ વધુમાં જણાવ્યું કે મને એ વાતની ખબર જ ન હતી કે હું જે શિક્ષકને મળ્યો છું તેઓ મિલીનેયર હતા. આર્ચબોલ્ડના ઘરમાંથી અનેક પ્રકારની ચીજવસ્તુઓ મળી હતી. જેમાં ચાંદીની એક પટ્ટી, ફર કોટથી ભરેલો એક રેક, સિલ્વર ડોલર અને 1920 ના દશકના રૂપિયા વગેરેનો સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ