આટલા બધા લોકોને ખબર પડી ગઇ હતી કોરોના વાયરસ આવશે એમ, પૂરો આર્ટિકલ વાંચીને તમને પણ લાગશે નવાઇ

કોરોના વાઇરસ આવશે તેની કોને કોને ખબર હતી ?

1. ભૂતકાળમાં સબ ટીવી પર પ્રસારિત થતી લાપતાગંજ નામની હાસ્ય ટીવી શ્રેણીના છેક 2014માં રજૂ થયેલા મણકામાં એવી કલ્પના થઈ છે કે કોરોના રોગ આવ્યો છે. એમાં જે રોગનાં લક્ષણો બતાવ્યાં છે તે તમામ લક્ષણો કોરોનાને મળતાં આવે છે. એટલે કે લેખકે છ વર્ષ પહેલાં કોરોના વાયરસ કલ્પના કરી હતી…..

2. બે મહિના પહેલાં વોટેસ-એપ પર સને 2015ની એક ઓડિયો ક્લિપ મળી હતી. જેમાં જૂનાગઢની બાજુના એક ગામના ખેડૂત, સાૈરાષ્ટ્ના કોઈ ગામમાં ખેડૂતોની જાહેર-સભામાં સજીવ ખેતીનો મહિમા ગાતાં કહેતા હતા કે પર્યાવરણના નિકંદનના પગલે પૃથ્વી પર 2020માં એક એવું વાઇરસ આવશે કે આખા વિશ્વએ ઘરમાં પૂરાઈ રહેવું પડશે. એ ખેડૂત આગેવાને જે જે આગાહી કરી હતી તે આજની સ્થિતિને સચોટ મળતી આવે છે. પછી તો એ ખેડૂત સાથે ખૂબ લાંબી ફોન પર વાત પણ કરી હતી અને બીજી આગાહીઓ વિશે જાણ્યું હતું… (જોકે એ ઓડિયો ક્લિપની અધિકૃતતા સાબિત થઈ નહોતી..)

image source

3. આઈડિયા કંપનીની અભિષેક બચ્ચનવાળી.. ઈ-સ્કૂલની જાહેરખબર પણ આજકાલ ફરતી થઈ છે જેમાં કહેવાયું છે કે એવો સમય આવશે કે ઓનલાઈન ભણવું પડશે..

4. બિલ ગેટ્સે પણ એક વ્યાખ્યાનમાં આવી મહામારી વિશે સ્પષ્ટ સંકેત આપ્યો હતો..

image source

હા, આવડા મોટા વિશ્વમાં કોઈ એક જ્યોતિષી કોરોનાની આગાહી ના કરી શક્યો એનું ભારે દુઃખ છે. (જો એવું થયું હોત તો આગોતરાં પગલાં ભરીને બચી શકાયું હોત.)

અલબત્ત, ઘણી વખત સર્જકોની કલ્પના સાચી પૂરવાર થાય છે. કનૈયાલાલ મુનશીએ પોતાની એક નવલકથામાં રાણકી વાવની કલ્પના કરેલી. એ પછી ઉત્ખનન કરતાં રાણકી વાવ પાટણમાં મળેલી.

image source

ખેર, કોરોના પર પાછા આવીએ. પર્યાવરણશાસ્ત્રીઓએ તો વારંવાર આગાહી કરી જ હતી કે પર્યાવરણના ખાત્માના પગલે જોખમી વાઇરસ આવશે જ. પર્યાવરણવિદો કહે છે કે હવાથી ફેલાય તેવું વાઇરસ પણ આવી શકે. એવી પણ આગાહી થઈ જ છે કે જો પર્યાવરણને નષ્ટ કરવાનું ચાલુ રખાશે તો 2032માં વિશ્વમાં મહાપ્રલય આવશે…

એવી પણ આગાહી થઈ જ છે કે પર્યાવરણના વિનાશના પગલે મનુષ્યની પ્રજનનક્ષમતા અને બાળકને જન્મ આપવાની સ્ત્રીની ક્ષમતા એટલી ઘટશે કે પૃથ્વી પર નવાં બાળકો જ નહીં આવે….

image source

આ આગાહીઓમાં કોઈને અતિરેક પણ લાગે. મૂળ મુદો એ છે કે સાંપ્રત સંજોગોનો સ્વાધ્યાય કરીને આવી આગાહીઓ કરવી અઘરી નથી કારણ કે બાવળ વાવીએ તો કાંટા જ આવે, તેના પર કેરી કે સફરજન ના જ આવે.

ખરેખર પર્યાવરણ અને પ્રકૃતિ પરના આપણા કુઠરાઘાત પછી માણસજાત પર જોખમ વધી રહ્યું છે. માટે જાગીએ. માટે ચેતીએ. માટે પર્યાવરણને સાચવીએ. તેનું જતન અને સંવર્ધન કરીએ.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ