ઓશોએ 1 લાખથી પણ વધારે વાંચ્યા છે પુસ્તકો, શું તમને ખબર છે ઓશોની આ અજાણી વાતો?

તમે ઓશોનું નામ તો સાંભળ્યું જ હશે પણ જે લોકો ઓશો ને જાણતા નથી તે લોકો માટે અમે તમને જણાવી દઈએ કે ઓશો ભારતના દાર્શનિક અને આધ્યાત્મિક ગુરુ હતા , તેના ક્રાંતિકારી વિચારોને લીધે, મોટી સંખ્યામાં લોકો તેમની તરફ આકર્ષાઇને ઘણા અનુયાયીઓ પણ બન્યા હતા અનુયાયીઓ હોવા સાથે સાથે ઘણા લોકો ઓશોના વિરોધીઓ પણ હતા ઓશોને અમીરોના ગુરુ પણ કહેવામાં આવતા હતા. આજના આ લેખમાં અમે તમને ઓશો વિશેની કેટલીક એવી વાતો જણાવીશું જે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય

image source

આ રહસ્યમય વ્યક્તિત્વ નો જન્મ 11 ડિસેમ્બર 1931 ના રોજ મધ્યપ્રદેશના કુછવાડા ગામે થયો હતો, ઓશોના જન્મ થયાના 3 દિવસ સુધી તેઓ ન તો હસ્યા હતા કે ન તો રડ્યા હતા જેના કારણે તેના પરિવારના સભ્યો ખૂબ જ ચિંતિત હતા. નાનપણથી જ તે ખૂબ જ જિજ્ઞાસુ હતા જો તેને કંઇપણ જાણવું હોય તો તેને જાણવા માટે ઓશો કોઈ પણ હદ્દ સુધી જઈ શકતા હતા ઓશો 12 વર્ષની ઉંમરે રાત્રે એક સ્મશાનમાં જતા હતા કારણ કે ઓશો જાણવા માંગતા હતા કે માણસ મૃત્યુ પછી ક્યાં ચાલ્યો જાય છે એકવાર ઓશોએ જિદ્દ પકડી કે તે હાથી પર બેસીને જ શાળાએ જશે, પછી ઓશોની જીદ સામે જુકી ને તેના પિતાને હાથી મંગાવવો પડ્યો હતો અને ત્યારબાદ ઓશો હાથી પર બેઠા અને શાળાએ ગયા હતા.

image source

તેથી ત્યાની શાળામાં એક હાથી દરવાજો પણ બનેલો છે બાળપણમાં જ્યારે ઓશો નદીઓમાં સ્નાન કરવા જતાં હતા ત્યારે ત્યારે તે તેના મિત્રોને ડૂબાવવાની કોશિશ કરતા હતા કારણ કે તે જાણવા માંગતા હતા કે મોત હકીકત માં કેવી હોય છે બાળપણમાં, બનારસના જ્યોતિષવિદ્યાના વિદ્વાનોએ ઓશોની કુંડળી જોઈ ને કહ્યું કે આ બાળકને 21 વર્ષ સુધીની ઉંમરે દર સાતમા વર્ષે મૃત્યુનો યોગ થાય છે અને જો 21 વર્ષનો થાય ત્યાં સુધી તે મૃત્યુ પામતો નથી તો ઓશો એક ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ બનશે જ્યોતિષશાસ્ત્રીઓની ભવિષ્યવાણી ના લીધે 14 વર્ષની ઉમરે ઓશો એ 7 દિવસ મંદિરમાં બેસીને મૃત્યુ ની રાહ જોઈ હતી

ઓશોને પીપળાના ઝાડ સાથે ખૂબ જ સ્નેહ બંધાયો હતો, તે દરરોજ સ્કૂલ જતી આવતી વખતે તે ઝાડની ની પાસે ઊભા રહીને તેને એકનજરે જોયા કરતાં હતા ઓશો કહેતા હતા કે “જ્યારે હું ઝાડની નજીક ગયો ત્યારે મારી સાથે કંઇક ચમત્કાર થતો હતો જે મારા માટે અભૂતપૂર્વ હતો પણ એ ચમત્કાર શું કામ થયો એ મને ખબર નથી,” 21 વર્ષની ઉંમરે ઓશો ને તે જ પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી આ સમયે ઓશો જબલપુર કોલેજમાંથી ફિલોસોફીનો અભ્યાસ કરી રહ્યા હતા જ્ઞાન પ્રાપ્તિ વિષે ઓશો કહેતા હતા કે ” હવે હું કઈ પણ મેળવવા માંગતો નથી જ્ઞાન પ્રાપ્તિ થયા પછી ઈશ્વરે મારા માટે બધા દરવાજા ખોલી નાખ્યા હતા ઓશોએ સાગર યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં ફર્સ્ટ ક્લાસ સાથે ગોલ્ડમેડલ મેળવીને પાસ થયા હતા

ઓશો કહેતા હતા કે તેનો પૂર્વ જન્મ 700 વર્ષ પહેલાં તિબેટમાં થયો હતો, તે પહેલાંના જીવનમાં જે કામ કરી શક્યાં ન હતા તે કાર્યોને પૂર્ણ કરવા માટે, તેણે આ જન્મ લીધો છે અને આ જન્મ માટે તેના માતાપિતાને પણ તેમણે પોતે જ પસંદ કર્યા છે ઓશો ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળા વક્તા હતા, ઓશોના બોલવા પર એટલું નિયંત્રણ ધરાવતા હતા કે તેમણે જે કહ્યું તે જ અંતિમ માનવમાં આવતું હતું અને તે જ છાપવામાં આવતું હતું. “મારો મતલબ એવો નથી કે , મારાથી આ ભૂલ થી બોલાઈ ગયું ” આવા શબ્દોનો પ્રયોગ ઓશો એ તેમના ભાષણમાં ક્યારેય પણ કર્યો ન હતો તમે આ વાત પરથી અનુમાન લગાવી શકો કે ઓશો કેટલા કુશળ વક્તા હતા તેમણે એક પણ પુસ્તક પોતાની જાતે લખ્યું ન હતું,

image source

પરંતુ સાહિત્ય સિવાય ઓશોના જ પુસ્તકો ભારતમાં સૌથી વધુ વેચાય છે આ બધા પુસ્તકો તેમણે આપેલા પ્રવચનો પર જ આધારિત છે ઓશો જેવું પ્રવચન આપતા હતા તેવું જ તેનું પુસ્તકમાં રૂપાંતરણ કરવામાં આવતું હતું અને તે પણ કોઈ પણ જાત ના સુધારા વધારા કર્યા વગર તેમણે ઘણા વિષયો પર ઘણા ઉપદેશ આપ્યા હતા જે આજે પણ અંગ્રેજી અને હિન્દીમાં ભાષામાં ઉપલબ્ધ છે અને ઓશોના બાળપણમાં તેની આસપાસ એવી કોઈ હાઇ સ્કૂલ બાકી ન હતી કે જ્યાં ઓશોએ વકતૃત્વ માં એવોર્ડ જીત્યો ન હોય જો સાહિત્યના લેખક સિવાય વાત કરીએ તો ભારતના સૌથી બેસ્ટ સેલર ઓથર ઓશો જ છે

image source

ઓશોને પુસ્તકોનો ખૂબ શોખ હતો, તે 1 દિવસમાં ત્રણ પુસ્તકો વાચી નાખતા હતા તેનો આખો દિવસ જમવા અને સવારના પ્રવચન સિવાય પુસ્તકો વાંચવામા જ વીતી જતો હતો પુસ્તકો પ્રત્યેનું તેનું ગાંડપણ એટલું હતું કે તે ચોર બજારમાં વેચાતા પુસ્તકો ખરીદવામાં પણ સંકોચ અનુભવતા ન હતા કદાચ તમને એ સાંભળીને આશ્ચર્ય થશે કે તેણે તેમના જીવનમાં 1,00,000 થી વધુ પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો.એક સંશોધન મુજબ 20 મી સદીમાં સૌથી વધુ પુસ્તક વાચનાર વ્યક્તિ ઓશોને માનવામાં આવતા હતા ઓશો ને ભારતના બુક મેન તરીકે પણ ઓળખવામાં આવતા હતા ઓશોને પુસ્તક પ્રત્યે ઘણો પ્રેમ હતો.તેનો આ પ્રેમ જોઈને તેના પિતાએ એકવાર તેને કહ્યું હતું કે પહેલા અમારા ઘરમાં લાઇબ્રેરી હતી પણ હવે લાઇબ્રેરીમાં અમારું ઘર છે , અમારા બધા જ પરિવારના સભ્યોએ પુસ્તકોની સાચવણી કરવી પડતી હતી કારણ કે ઓશોને તેના પુસ્તકો સાથે કોઈ ગડબડ કરે તે તેને જરાપણ પસંદ ન હતું .

image source

ઓશો તેના પિતા પાસે ક્યારેય પણ પુસ્તક ખરીદવા સિવાય પૈસા માંગતા ન હતા અને ઓશોને કોઈ પણ વ્યક્તિ તેના પુસ્તકો માં નિશાની કરે કે કોઈ અન્ડરલાઇન કરે તે જરાપણ મંજૂર ન હતું તેથી ઓશો લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવવાનું અને વાંચવાનું પસંદ ન કરતા ન હતા અને ઓશો માનતા હતા કે તેને અન્ડર લાઇન કરેલૂ અથવા ચિહ્નિત થયેલ પુસ્તક વાંચવું એ તેના માટે વેશ્યા પાસે જવા બરાબર હતું તે કહેતા હતા કે આ ફક્ત પુસ્તકો જ નથી, પણ મારો પ્રેમ છે ઓશો બાળપણમાં મોટેભાગે તેની દાદી સાથે જ રહ્યા હતા તેની દાદીએ જ ઓશોને વાચતા શીખવ્યું હતું ઓશોને જે પુસ્તકો પ્રિય હતા તે પુસ્તકો રાત્રે તેની દાદીને વાચીને સાંભળવતા હતા. ઓશોએ તેની દાદીને જે પહેલું પુસ્તક વાચીને સાંભળવ્યું હતું તેનું નામ હતું ધ બૂક ઓફ મીરદાદ હતું, આ પુસ્તક ઓશોની પસંદીદા પુસ્તકોમાંની એક હતી અને ઓશો માનતા હતા કે હું મનુ સંહિતા અને મનુસ્મૃતિને હું વિશ્વનું સૌથી ખરાબ પુસ્તક માનું છું. ઓશોની લાઇબ્રેરીમાં 1,00,000 થી વધુ પુસ્તકો છે.

image source

ઓશોએ તેમના મૃત્યુ પહેલા તેમના અનુયાયીઓને સૂચના આપી હતી કે પુસ્તકાલયના પુસ્તકોને કબાટમાં બંધ કરીને રાખવામા આવે અને આ પુસ્તકો વાચવાની મંજૂરી ફક્ત એ જ લોકો ને છે જે લોકો ઓશો વિષે લખી રહ્યા હોય પરંતુ કોઈ એક વ્યક્તિ એક સમયે માત્ર 3 પુસ્તકો જ લઈ શકતા હતા ઓશોના મૃત્યુ વિષે લોકો દ્વારા ઘણી અટકળો કરવામાં આવતી હતી ઘણા લોકો નું એવું કહેવું હતું કે ઓશો જ્યારે અમેરિકા જેલ માં હતા ત્યારે તેને થિલિયમ નામનું ધીમું ઝેર આપવામાં આવ્યું હતું જેના લીધે ઓશો સતત બીમાર રહેતા હતા અને અંતે તેમનું મૃત્યુ થયું હતું

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ