૫૫ વર્ષની ઉંમર થવા આવી હવે આવું બધું શોભતું હશે… અનોખી પ્રેમની વાર્તા…

વૃંદા….. ઓ વૃંદા…..ક્યાં છે??? અરે અહીંજ છું!!!! કેમ આટલી બુમાં બમ કરો છો???55 ના થવા આવ્યા તોય હજી નાના છોકરાની જેમ બૂમો પાડવાની ટેવ ગઈ નહિ તમારી !!!! અરે સાંભળ તો ખરી ચાલ આજે આપણે બહાર ફરવા જઈએ અને પિક્ચર જોઈશું ફરીશું અને બહાર જમી ઘરે આવીશું …


અને વૃંદા ને યાદ આવે છે 30 વર્ષ પહેલાનો એ સમીર કે જે એની પાછળ ગાંડો બની જતો એકદિવસ એને ના જોવે તો એને ચેન ના પડે વૃંદા અને સમીર નાનપણ થીજ સાથે એટલે એકજ સોસાયટી માં રેહતા અને સ્કૂલ અને કોલેજમાં પણ સાથે અને એક દિવસ અચાનક વૃંદા એ કોલેજ પુરી થતા સમીર ને કહ્યું કે હવે સમીર આગળનું શું વિચાર્યું છે ??? શું કરીશ તું હવે અને અચાનક વૃંદા નો હાથ પોતાનાં હાથમાં લઇ એને કહે મેં આગળનું એક જ વિચાર્યું છે કે બસ તારો હાથ જીવન ભર છોડવો નથી અને ત્યારે વૃંદા ને લાગ્યું કે હું ખરેખર હવે મોટી થઇ ગઈ અને સમીર ના પ્રેમ અને એની લાગણી ને સમજતી થઇ અને સમીર નો હાથ પોતાના હાથમાં આવતાજ કંઈક અલગ જ અનુભવ કર્યો.


અત્યાર સુધી ઘણી વાર સમીરનો હાથ પકડ્યો એની સાથે મસ્તી કરી એક સાચા મિત્ર તરીકે રહી પણ આજે સમીર એને મિત્ર થી પણ વિશેષ લાગ્યો અને એ કદાચ મારો એના માટેનો પ્રેમ જ હશે જેની અનુભૂતિ મને આજે થઇ અને એ એકદમ શરમાઈ ગઈ કંઇજ બોલી ના શકી અને સમીરે કરેલા પ્રપોઝ ને એણે સ્વીકારી લીધું અને બંને બચપનના સાથી આજે જીવન ભરના સાથી બનવાનું વચન એકબીજાને આપી દીધું.


સમીર MBA નું આગળ ભણવા ગયો અને વૃંદા કૉલેઝ પછી ઘરે જ રહી સમીર અને વૃંદા ના માતા પિતાને પણ આ સંબંધ ગમ્યો વૃંદા ની મમ્મી કહે અજાણ્યા માં પડવું એના કરતા જાણીતો છોકરો મળે તો વધારે સારું અને સમીર અને વૃંદાની સગાઇ થઇ અને 1 વર્ષ પછી લગ્ન થયું એ એક વર્ષનો ગાળો એટલે સમીર અને વૃંદા નો જીવન ભરની યાદગીરી નો સમય બની ગયો બહાર જવું પિકચર જોવું કલાકો સુધી એકબીજાની સાથે હાથમાં હાથ નાખી બેસી રેહવું .


લગ્ન થયા એટલે થોડાક જ વખત માં સમીરને જોબ મળી ઘરમાં બધા ભેગા રહે એટલે બધાની જવાબદારી અને પછી બાળકો થયા એટલે મારી જવાબદારી માં વધી ઘર બાળકો સાસુ સસરા અને સામાજિક પ્રસંગો બધુજ નિભાવનું અને સાથે સમીર નું પણ ધ્યાન રાખવાનું કારણ એ પૈસા અને ઘર માટે ખુબજ મેહનત કરે બાળકોના ભણતર ના ખર્ચ અને એમના હાયર એજ્યુકેશન માટે એ તન તોડ મેહનત કરતો અને બાળકોની કારદીકી બનાવામાં હું અને સમીર અમારી જીંદગી જીવવાનુજ ભૂલી ગયા ….


અને ત્યાંજ પાછો સમીર નો અવાજ આવે છે વૃંદા ક્યાં ખોવાય ગઈ જવાબ તો આપ અને વૃંદા કહે છે સમીર કેવું લાગે આ ઉંમરે આપણે બે એકલા પીકચર જોવા જઈએ અને બહાર જમીએ અને કલાકો સુધી બહાર રહી એ તો કેવું લાગે …..અને ત્યાંજ સમીર કહે છે. પ્રેમ ની કોઈ એક્સપયારી ડેટ ના હોય….ડીયર….


હું તને ફરી પ્રપોઝ કરવા માંગુ છું ફરી એ દિવસો ને તારી સાથે વિતાવા માંગુ છું પ્રેમ ની કોઈ સીમા ના હોય એ ગમેતે ઉંમરે ફરી કરી શકાય બસ એની દર્શાવાની રીત અલગ હોય ..એ જુવાનીના જોશ માં કરેલું પ્રપોઝ અને આ જિંદગી ની મધ્ય અવસ્થે કરેલું પ્રપોઝ તને થોડું અલગ લાગશે પણ લાગણી અને પ્રેમ તારા માટે ત્યારે પણ એટલોજ હતો અને આજે પણ એટલોજ છે બસ તું હા કરી દે પ્રેમ ની આ બીજી ઇનિંગ માટે અને વૃંદા જાણે પેહલીજ વાર સમીર ને મળતી હોય તેમ ઉંમરને બાજુ એ મૂકી સમીર ની બાંહો માં સમાઈ જાય છે જાણે 30 વર્ષ પછી ફરી પેહલી વાર મળ્યાનો આંનદ એના ચેહરા પર દેખાય છે.

લેખક : નયના નરેશ પટેલ

વાહ ખુબ સુંદર પ્રેમભરી વાર્તા.