આટલા બધા પૈસા હોય તો વ્યક્તિ શું નથી કરી શકતો? પણ શું તમારી પાસે આટલા પૈસા હોય તો આવા કાર્ય કરો ખરા?

દુનિયાના આ અરબપતિઓનું બેફામ ખર્ચાળ જીવન

દુનિયામાં કેટલી ગરીબી છે તે આપણે જાણીએ છીએ, કેટલી હદે ગરીબી છે તે પણ આપણે જાણીએ છીએ. આપણે ગરીબીની હદને જાણીએ છીએ કે એટલી હદે ગરીબી હોઈ શકે છે કે લોકો ભુખ્યા મરી જાય છે અથવા એટલી હદે ગરીબી છે કે લોકો કચરાના ડબ્બામાંથી કે પછી ગટરના નાળામાં પડેલી વસ્તુઓ વીણીને આરોગતા હોય છે.

પણ શું તમને અમીરીની કોઈ સીમા ખબર છે ? નહીં જ ખબર હોય તમારી કલ્પનાશક્તિ બહાર વિશ્વમાં એવા અબજોપતિ વસે છે કે તેમના માટે રૂપિયાને લીટરલી પાણીની જેમ વાપરવામાં આવે છે. કરોડો ડોલર્સ અબજો પતિ પોતાનો શોખ પુરો કરવા પાછળ ખર્ચી નાખે છે. પણ જેને કહેવાયને તેઓને તેમાં પૈસો કમાવા મળી જાય છે.

આજની આ વિડિયોમાં અમે તમને વિશ્વના એવા જ પાંચ અબજોપતિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

બિલગેટ્સ – માઇક્રોસોફ્ટના ફાઉન્ડર 51 અરબ ડોલરની તેમની નેટવર્થ છે. બિલગેટ્સ એ વિશ્વના બીજા નંબરના સૌથી ધનાડ્ય વ્યક્તિ છે. તેઓ એક નવું સ્માર્ટ સીટી બનાવવા જઈ રહ્યા છે જે 800 એકરનું હશે. તેમણે એરિઝોનામાં આવેલા ફિનિક્સ શહેરની નજીક આ જગ્યા ખરીદી છે. આ સ્માર્ટ સીટીને સંપૂર્ણ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવામા આવશે. આ સીટી તેઓ પોતાના પાર્ટનર બેલમોન્ટ સાથે બનાવવા જઈ રહ્યા છે અને સીટીનું નામ પણ બેલમોન્ટ જ રાખવામાં આવ્યું છે. આ સીટી સમયથી ખુબ જ આગળની ટેક્નોલોજી ધરાવતું હશે. તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણ એડવાન્સ ટેક્નોલોજીવાળુ હશે. શહેરમાં ડેટા રાખવા માટે એક અલાયદી જગ્યા ફાળવવામાં આવશે.
આ ઉપરાંત શહેરની જમીનમાંથી 4000 એકર જમીન માત્ર ઓફિસની બિલ્ડિંગો માટે જ ફાળવવામાં આવી છે, 500 એકર જમીન શાળાઓ તેમજ કોલેજો માટે ફાળવવામાં આવી છે અને બાકીની જમીન રહેણાક વિસ્તાર માટે ફાળવવામાં આવી છે જેમાં લગભગ 80 હજારથી માંડીને એક લાખ મકાનોનું નિર્માણ કરવામાં આવશે.

ક્લાઇવ પાલ્મર ઓસ્ટ્રેલિયન બિલિયોનેર 1.5 અરબ ડોલર 60 કરોડ ડોલરમાં ટાઇટેનિક બનાવી રહ્યા છે. આ નવા ટાઇટેનિકને આધુનિક ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યું છે. અને આ વખતે તેમાં એટલી બધી લાઇફ બોટ રાખવામાં આવી છે કે જહાજ પરની દરેકે દરેક વ્યક્તિને બચાવી શકાય.

જેફ બેઝોસ – વિશ્વની સૌથી ધનાડ્ય વ્યક્તિ – નેટ વર્થ 129 અરબ ડોલર એમેઝોન કંપનીના ફાઉન્ડર અને સીઈઓ જેફ બેસોઝે માત્ર પોતાના શોખ તેમ જ જીજ્ઞાશા ખાતર એક 500 ફૂટનું વિશાળ કદ ધરાવતી ઘડિયાળના નિર્માણ પાછળ 42 અરબ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. મળેલી માહિતી અનુસાર આ ઘડિયાલ સતત 10000 વર્ષ સુધી ચાલુ રહેશે તેમજ તે દીવસ રાત સતત ચાલુ રહેશે. દિવસ દરમિયાન તે સૂર્ય તેમજ રાત્રે ચંદ્રના પ્રકાશથી ગતિમાન રહેશે. ઘડિયાળના નિર્માણ દરમિયાનની કેટલીક વિડિયોપણ જેફ બેઝોસે ટ્વીટર પર શેયર કરી હતી.
બીડઝીના ઇવાનિશવિલિ – જ્યોર્જિયા- બિઝનેસ ટાયકૂન, પોલિટિશિયન, જ્યોર્જિયાના ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર તેમની પાસે 5 અરબ ડોલર છે, તેઓ એટલા ધનવાન છે કે તેઓ પોતાનું એક પ્રાઇવેટ ઝૂ ધરાવે છે, એવું કહેવામાં આવે છે કે તેમના ઘરના બેકયાર્ડમાં કેટલાએ પેંગ્વિન ફરતા હોય છે. આ ધનવાનનો એક શોખ જાણીને તમને નવાઈ લાગશે કે તેમને સેંકડો વર્ષો જુના વૃક્ષોને તેની મૂળ જગ્યાએથી હટાવીને પોતાના આંગળે પુનઃ વાવવાનો શોખ છે. જો કે જ્યારે તેમની ટીકા કરવામાં આવે છે ત્યારે તેઓ દલીલ કરે છે કે તેઓ આ એક વૃક્ષની જગ્યાએ બીજા સેંકડો વૃક્ષો વાવે છે.

નિકોલસ બર્ગેરીન – ઇન્વેસ્ટમેન્ટ કંપની 2 અરબ ડોલર આ લિસ્ટમાં તેઓનું નામ તેમના પૈસાના કારણે કે તેમના પૈસા ખર્ચવાના કારણે નથી આવ્યું પણ તેમની કંજૂસાઈના કારણે ઉમેરવામાં આવ્યું છે. તે એટલા માટે કારણ કે તેઓ ક્યારેય પોતાના રહેવા માટે પોતાનું ઘર નહોતા ખરીદતા અને હોટેલમાં જ રહેતા હતા. તેમને હોમલેસ કરોડ પતિ તરિકે પણ ઓળખવામાં આવતા હતા જો કે છેવટે જ્યારેતેમણે પોતાનું ફેમેલિ શરૂ કર્યું ત્યારે તેમને ઘર ખરીદવું જ પડ્યું.

આ શિપનું નિર્મણ તો જો કે 2016માં થઈ જવું જોઈતું હતું પણ તે હજુ સુધી પૂર્ણ થયું નથી. જો કે અત્યારથી લોકો તેના પર સફર કરવા માટે એક લાખ ડોલર્સ પણ આપવા તૈયાર છે.

તો તમે જાણી લીધું કે કરોડપતિઓ પોતાના કરોડો રૂપિયા સાથે કેવો ખેલ ખેલતા હોય છે અને ક્યારેક તો નવા અખતરાઓ કરી કરીને તો જાણે જુગાર જ ખેલી રહ્યા હોય છે.

વિડીઓ જોઇને તમે માની જશો કે ખરેખર પૈસા હોય તો વ્યક્તિ શું નથી કરી શકતો.