જલ્સા કરોને જેંતીલાલ

આથેલાં લીંબુ નું અથાણું – ખૂબ ટેસ્ટી બને છે જલ્પાબેન દ્વારા બતાવવામાં આવેલ આ અથાણું…

લીંબુ આપણાં સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. વિટામિન C થી ભરપૂર લીંબુ ખાવાના ફાયદાઓ અનેક છે. અને એમાં પણ જો લીંબુ ને તેની છાલ સહિત ખાવામાં આવે તો તેના ફાયદાઓ બમણા થઈ જાય છે. લીંબુ માંથી વિટામીન C મળે છે. તેમજ પાચન માટે ખૂબ ફાયદાકારક છે. સ્કિન ને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. તે વજન ઘટાડવા માં પણ મદદરૂપ છે.આ સિવાય પણ લીંબુ ના અનેક ફાયદાઓ છે. આજે હું ખૂબ જુના સમય થી પ્રચલિત એવું આથેલાં લીંબુ ના અથાણાં ની રેસિપી લાવી છું..જે માત્ર 3 સામગ્રી ની મદદથી બને છે.


આ આથાણું માત્ર સ્વાદ માટે ના ખાતા તમારી પાચન અંગે ની લગભગ બધી સમસ્યાઓ દૂર કરે છે. અને આ અથાણું વર્ષો સુધી ખાઈ શકાય છે. કહેવાય છે કે જેટલું જૂનું અથાણું એટલું ફાયદાકારક… 2 વર્ષ બાદ કદાચ કલર ઘટ્ટ થાય પરંતુ તેના ગુણ વધતા જ જાય છે. લીંબુ ની છાલ સહિત બનાવમાં આવતું આ અથાણું ખૂબ ન સ્વાદિષ્ટ અને ગુણકારી છે.

લીંબુ ના અથાણાં માટે ની સામગ્રી:-

10-12 નંગ ડાઘ રહિત પીળા લીંબુ

2 મોટા ચમચા અથવા 1/2 કપ મીઠું

1/2 ચમચી હળદર

રીત:-


સૌ પ્રથમ લીંબુ ને ધોઈ ને સાફ કરી ને કોરા કરી લો. હવે બધા લીંબુ માં આડા + ના આકાર માં એવા કાપા કરો ફોટો માં દેખાડ્યા મુજબ.
ત્યારબાદ એક બાઉલ માં મીઠું અને હળદર મિક્સ કરો. હવે કાપા કરેલા લીંબુ માં થોડું મીઠું અને હળદર નું મિશ્રણ ભરો. આ રીતે બધા લીંબુ ભરી લો. એક સાફ કોરી કરેલી કાચ ની બરણી માં આ હળદર -મીઠા વાળાલીંબુ ને દબાવી ને ભરો. (એવું કરવાથી થોડી વાર માં લીંબુ નો રસ નીકળવાનું શરૂ થઇ જશે અને એની આથવાં ની ક્રિયા શરૂ થાય છે.) બધા લીંબુ ભરી દો ત્યારબાદ બરણી એર ટાઈટ બંધ કરી લો. અને 12 -15 દિવસ સુધી આ લીંબુ ને રહેવા દો. ત્યાર બાદ એક વાર લીંબુ ઉપર નીચે કરી લો. એવું કરવાથી ઉપર ના લીંબુ નીચે ના લીંબુ ના રસ માં બરાબર અથાય જશે. બીજા 5 -7 દિવસ ફરી થવા દો. આ લીંબુ આશરે 20 દિવસ પછી ખાઈ શકાય છે. જેટલા પ્રમાણ માં જોઈએ એટલા નીકાળી ને ઉપયોગ માં લો. આ આથેલાં લીંબુ નું અથાણું વર્ષો સુધી ખાઈ શકાય છે .
નોંધ:-

અથાણાં માટે ના લીંબુ બહુ કડક કે બહુ પોચા ના હોવા જોઈએ.

વધુ પડતું ઓછું કે વધારે મીઠું ના ઉમેરો.

ઓછું મીઠું હશે તો અથાણું બગડી જશે.

તમે ઈચ્છો તો શેકેલા અજમો અને સંચળ પણ ઉમેરી શકો તો પણ આ અથાણાં નો ટેસ્ટ સારો આવશે .

આ અથાણું 20-25 દિવસ પછી જ ઉપયોગ માં લઇ શકાય છે કેમકે છાલ બરાબર અથાય પછી જ સ્વાદિષ્ટ લાગશે .

લીંબુ ના બિયાં નીકળવાના નથી

જરૂર લાગે તો 7 દિવસ પછી લીંબુ ને બરણી માં ઉપર નીચે કરી શકાય.. નીચે લીંબુ નો રસો સારો થયો હોય એટલે જલ્દી અથાય જાય.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી

Exit mobile version