આ 8 આદત જ વ્યક્તિના દુર્ભાગ્યને આપે છે આમંત્રણ

વાસ્તુ શાસ્ત્રમાં 8 એવી ભુલ વિશે વર્ણન કરવામાં આવ્યું છે જે વ્યક્તિને ધનવાનમાંથી પાયમાલ કરી દેવાની શક્તિ રાખે છે. જી હાં, ઘરમાં થતી આવી ભુલ જેના પર આજ સુધી તમે ધ્યાન પણ નહીં આપ્યું હોય તે પણ ભયંકર સાબિત થઈ શકે છે. વાસ્તુના આ દોષ સૌથી પહેલા ધનહાનિ કરાવે છે. જે ઘરમાં આવી વ્યવસ્થા હોય છે ત્યાં આવક કરતાં જાવક વધી જાય છે અને લોકોનું સ્વાસ્થ્ય પણ ખરાબ રહે છે. અનેક પ્રયત્ન કરવા છતાં તેમની આર્થિક સ્થિતી સુધરી શકતી નથી. તો ચાલો જાણી લો કયા છે આ ભયંકર વાસ્તુદોષ અને જો તમારા ઘરમાં થતી હોય આવી ભુલ તો તેને ફટાફટ સુધારી લેજો.

 

– જે કબાટની તિજોરીમાં દાગીના કે પૈસા રાખતાં હોય ત્યાં નજીકમાં જાડૂ રાખવાથી લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે.

– રસોડામાં ક્યારેય દવાઓ ન રાખવી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ ભુલ સૌથી ખરાબ છે. આમ કરવાથી ઘરમાં લોકોનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે અને ધનનો વ્યય દવાખાનામાં વધારે થાય છે.

– બાથરૂમ અને ટોયલેટના દરવાજાને હંમેશા બંધ રાખવા. આ દરવાજા ખુલ્લા રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે અને ધનહાનિના યોગ સર્જાય છે.

– ઘરની દિવાલો કે જમીન પર કોઈપણ પ્રકારના ચિત્રો દોરવા નહીં. ખાસ કરીને મુખ્ય દરવાજા પર અને તિજોરીના દરવાજા પર કોઈપણ પ્રકારનું લખાણ ન કરવું. આમ કરવાથી ઉધારી વધે છે.

– ઘરની દક્ષિણ દિશામાં એક્વેરિયમ અથવા તો પાણી ભરેલા પાત્ર ન રાખવા જોઈએ. આમ કરવાથી આવક ઘટે છે અને ખર્ચ વધે છે.

– ઘરની ઉત્તર પૂર્વ દિશા હંમેશા ચોખ્ખી રાખવી. આ ભાગ ગંદો હશે તો પણ ધનનો વ્યય થશે.

– પૂજા ઘર ક્યારેય બેડરૂમમાં ન રાખવું. આમ કરવાથી ક્લેશ, આર્થિક સમસ્યા વધે છે.

– ઘરમાં કાંટાવાળા છોડ ન રાખવા, આ વાસ્તુદોષ ઘરના લોકોના સંબંધ બગાડે છે અને ધનનો વ્યય પણ વધી જાય છે.

 

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

ઉપયોગી આધ્યાત્મિક માહિતી જાણવા માટે લાઇક કરો અમારું પેજ : ” જલ્સા કરોને જેંતીલાલ” 

 

 

ટીપ્પણી