આ તસવીરો તમને જોવામાં લાગશે નકલી પણ છે અસલી

તસ્વીરોની દુનિયા જ અલગ હોય છે ક્યારેક આપણે સારી તસ્વીર પડાવવા માટે લાખ મહેનત કરીએ છીએ છતાં સારી કે અપેક્ષા મુજબની તસ્વીર નથી આવતી કે જેને જોઈને આપણું મન કહી ઉઠે કે વાહ, બસ આવી જ તસ્વીર પાડવી હતી. અને ક્યારેક અનાયાસે જ અને કોઈપણ પ્લાનિંગ કે પૂર્વ તૈયારી કર્યા વિના સીધા જ ક્લિક કરી દેવાથી એવી એવી તસવીરો કેમેરામાં કંડારાઈ જાય છે જેની આપણને આશા પણ નથી હોતી.

તસ્વીરોની વાત નીકળી છે તો તસવીરોને ક્લિક કરતા કેમેરા વિશે પણ થોડી ઘણી વાત કરી લઈએ. એક સમય એવો પણ હતો જ્યારે ફોટોગ્રાફ શું એ કોઈને ખબર ન હતી. એ સમય ચિત્રકારીનો હતો. તમે જુના એટલે કે અંદાજે 1990 આસપાસના ફિલ્મ જુઓ તો તેમાં તમને જોવા મળશે કે કોઈ ફરાર ગુન્હેગારને શોધવાનું કામ જ્યારે પોલીસ આરંભે ત્યારે સૌપ્રથમ સારા ચિત્રકાર પાસે જે તે આરોપીનો હાથ દ્વારા ચિત્રિત સ્કેચ બનાવડાવે છે અને એ પણ ફક્ત વર્ણનના આધારે.

ધીમે ધીમે આધુનિક યુગ આવતો ગયો તેમ તેમ અનેક આધુનિક શોધો થવા લાગી અને તેમાં કેમેરાનો આવિષ્કાર થયો. શરૂઆતી કેમેરાનો આકાર પણ એવડો મોટો હતો કે આજના જમાનાની પેઢીને એ કેમેરો બતાવવામાં આવે અને કહેવામાં આવે કે આ કેમેરા વડે એક સમયે ફોટોગ્રાફ પાડવામાં આવતા તો એ નક્કી હસવા જ લાગે.

આ કેમેરામાં ફોટા પાડવા માટે પણ ભારે તૈયારીઓ કરવી પડતી. જો આ આર્ટિકલ વાંચનારા પૈકી કોઈ આગલી પેઢીના હશે અને તેઓએ આવા કેમેરામાં ફોટો પડાવ્યો હશે તેઓ બખૂબી જાણતા હશે કે તે સમયમાં ફોટો પડાવવો એ કેટલું નસીબદાર અને ગૌરવપૂર્ણ કામ ગણાતું.

સમય વધતો ગયો અને કેમેરાની દુનિયામાં નિકોન, કોડેક, પેનાસોનિક જેવી માતબર કંપનીઓ ઝંપલાવ્યું અને એવા એવા આધુનિક કેમેરા વિશ્વ સમક્ષ આવ્યા કે ત્યારબાદ કેમેરા એક આવશ્યક ચીજવસ્તુ બની ગઈ. કોઈ યાદગાર પ્રસંગ હોય કે આકસ્મિક ઘટના કેમેરા વડે જેની તસ્વીર લેવામાં આવતી તેને ઐતિહાસિક દસ્તાવેજ તરીકે પણ સાચવી લેવાતી. આવી અનેક તસવીરો આજના સમયમાં પણ ઇતિહાસમાં ઘટેલી ઘટનાની સાક્ષી છે

ખેર, હવે મૂળ વાત પર આવીએ તો જેમ આપણે આ આર્ટિકલની શરૂઆતમાં વાત કરી તેમ ક્યારેક અનાયાસે જ અને કોઈપણ પ્લાનિંગ કે પૂર્વ તૈયારી કર્યા વિના સીધા જ ક્લિક કરી દેવાથી એવી એવી તસવીરો કેમેરામાં કંડારાઈ જાય છે જેની આપણને આશા પણ નથી હોતી. ત્યારે આવી જ અમૂક તસવીરો અમે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ જેને જોઈને તમને પણ કદાચ બે ઘડી માટે આશ્ચર્ય થયા વિના નહિ રહે. તો ચાલો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong