જલ્સા કરોને જેંતીલાલ

શું તમે પણ આ વસ્તુઓ ફ્રીઝમાં મુકો છો તો આજથી જ બંધ કરી દેજો…

આ ખોરાક ક્યારેય ફ્રીજમાં મુકવા ન જોઈએ

આપણા માટે એ સ્વાભાવિક છે કે આપણે બજારમાંથી લાવેલો ખોરાક વધારે લાંબા સમય માટે સાંચવી રાખવા માગતા હોઈએ. અને જ્યારે મગજમાં ખોરાકને સાંચવી રાખવાની વાત આવે ત્યારે પ્રથમ વિચાર તેને ફ્રિજમાં મુકી દેવાનો આવે છે. પણ શું તમે એ જાણો છો કે એવા ઘણા બધા ખોરાક છે જેને ફ્રિજમાં મુકવા જોઈએ નહીં. આજના આ લેખમાં અમે તેવા જ કેટલાક ખોરાક વિષેની જાણકારી લાવ્યા છીએ. આમાંના કેટલાક ખોરાક તો તમને આશ્ચર્ય પમાડશે.

કેળાકેળા અને ફ્રિજમાં ? કેળામાં રહેલા પોષકતત્ત્વો ફ્રિજ કરતાં બહાર વધારે સુરક્ષિત હોવાથી તેને ક્યારેય ફ્રિજમાં મુકવા જોઈએ નહીં. એક સંશોધન પ્રમાણે કેળા જ્યાં સુધી પુરા પાકી ન જાય ત્યાં સુધી તેને ફ્રિજની બહાર રાખવા જોઈએ. જો કાચા કે અરધા કાચા કેળાને ફ્રિજમાં મુકવામાં આવશે તો તેની પાકવાની પ્રક્રિયા સ્થિર થઈ જશે અને તેને ફ્રિજમાંથી બહાર કાઢ્યા બાદ પણ કોઈ જ ફરક પડશે નહીં. માટે કેળાને ક્યારેય ફ્રિજમાં મુકવા જોઈએ નહીં.

બટાટાનિષ્ણાતો એવું માને છે કે બટાટાને ઠંડી, સુકી અને અંધારી જગ્યામાં રાખવા જોઈએ. પણ બટાટાને ફ્રિજમાં રાખવાથી તેમાં રહેલો સ્ટાર્ચ ખુબ જ ઝડપથી શર્કરામાં ફેરવાવા લાગે છે. માટે તેને હંમેશા ફ્રિજની બહાર જ રાખવા જોઈએ. આ ઉપરાંત બટાટાને પ્લાસ્ટિક કે પેપર બેગ્સમાં પણ રાખવા જોઈએ નહીં. આ ઉપરાંત તેને ક્યારેય ધોઈને સ્ટોર કરવાની સલાહ આપવામાં આવતી નથી તેમજ તેને હંમેશા ખુલ્લી છાબડીમાં જ મુકવાની સલાહ આપવામાં આવે છે.

ડુંગળીજો તમે ડુંગળીને ફ્રિજમાં મુકશો તો તે ભીની થઈ જશે અને કુમળાઈ જશે. અમિરકાની એક સંસ્થાના કહેવા પ્રમાણે ડુંગળીને હંમેશા પ્લાસ્ટિકની થેલી તેમજ ફ્રિજથી બહાર જ રાખવી જોઈએ. તેમજ તેના છોતરા કાઢવા જોઈએ નહીં. કારણ કે છાલ કાઢ્યા વગરની ડુંગળી વધારે લાંબો સમય ટકી રહે છે. પણ જો તમે ડુંગળીની છાલ ઉતારી લીધી છે તો તમે તેને એક બંધ ડબ્બામાં ફ્રિજમાં મુકી શકો છો.

એવોકાડો

જો તમે કાચા એવોકાડો ખરિદ્યા હોય તો તમારે તેને ક્યારેય ફ્રિજમાં મુકવા જોઈએ નહીં. તેને પકવવા માટે તમારે તેને બહારના સામાન્ય વાતાવરણમાં રાખવું જોઈએ. તેને ફ્રિજમાં રાખવાથી તે કાચા જ રહેશે અને તેને બહાર કાઢ્યા બાદ પણ તેની પાકવાની પ્રક્રિયા પુનઃસ્થાપિત થશે નહીં અને તે કાચા જ રહેશે. પણ જો એવોકાડો પાકી ગયા હોય અને તમે તેનો ત્યારે જ ઉપયોગ કરવા માગતા ન હોવ તો તમે તેને ફ્રિજમાં મુકી શકો છો.

લસણતમે માનો કે ન માનો પણ જો તમે લસણને ફ્રિજમાં મુકશો તો તે ફણગવા લાગશે. ડુંગળીની જેમ લસણ પણ ભીનું અને રબ્બર જેવું થઈ જશે. આ ઉપરાંત ફ્રિજમાં રાખેલું લસણ દેખાવે જરા પણ બદલાશે નહીં માટે જ્યાં સુધી તમે તેને છરીથી કાપી નહીં જુઓ ત્યાં સુધી તે વાપરવાને લાયક છે કે નહીં તેની ખબર પડશે નહીં.

બ્રેડબ્રેડ ફ્રિજમાં રાખવાથી ખુબ જ જલદી ડ્રાય થઈ જશે. પણ જો તમે બ્રેડમાંથી સેન્ડવિચ બનાવી લીધી હોય અને વધેલી બ્રેડ તમે ફ્રિજમાં મુકતા હોવ તો ઠીક છે. જો કે ફ્રિજનું ઠંડુ તાપમાન તેને કઠોર અને ચવ્વડ બનાવી દેશે. આ ઉપરાંત તે બહારના તાપમાનની સરખામણીએ અંદર ફ્રિજમાં વધારે ઝડપથી સુકાઈ જશે.

કોફીકોફીને ઠંડી, સુકી અને અંધારી જગ્યાની જરૂર હોય છે જેથી કરીને તમે તેની સોડમ અને તાજગીને જાળવી રાખી શકો પણ તે માટે ફ્રિજ કંઈ યોગ્ય જગ્યા નથી. કોફી તેમજ કોફીના બીજને તમારે એરટાઇટ ડબ્બામાં જ ભરવી જોઈએ. જો તમારી પાસે વધારે પ્રમાણમાં કોફી હોય અને તમે તેને ત્યારે વાપરવાના ન હોવ તો તમે તેને વ્યવસ્થિત એરટાઇટ ડબ્બામાં પેક કરી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. આ રીતે તમે તેને એક મહિના સુધી ફ્રિજમાં સાંચવી શકો છો.

ટામેટાબધાને ટામેટા તેના ખાટ્ટા-મીઠાં સ્વાદના કારણે ગમતા જ હોય છે. પણ જો તેને ફ્રિજમાં મુકવામાં આવશે તો તેની બધી જ ફ્લેવર દૂર થઈ જશે. આ ઉપરાંત ફ્રિજમાંની ઠંડક તેને પાકવા નહીં દે. અને આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે પાકેલા ટામેટાનો સ્વાદ ઉત્તમ હોય છે. ફ્રિજનું ઠંડુ તાપમાન ટામેટાના ટેક્સરમાં પણ ઘટાડો કરે છે. ફ્રિજની ઠંડક ટામેટાની દિવાલોમાંની ચામડીને તોડી નાખે છે. માટે સારું એ રહેશે કે તમે તેને ફ્રિજ બહાર કોઈ બાસ્કેટ કે બાઉલમાં જ સાંચવી રાખો.

મધ

મધ એમ પણ સાંચવીને કોઈ બરણીમાં મુકી તેને કીચનના કોઈ કબાટમાં લાંબા સમય માટે સાંચવી રાખી શકાય છે. એમ પણ શુદ્ધ મધ ક્યારેય જૂનું થતું નથી અને તે જેમ જેમ જુનું થાય છે તેમ તેમ તેના ગુણમાં પણ વધારો થાય છે. માટે મધને ફ્રિજમાં મુકવાનો કોઈ અર્થ નથી. મધ એક કુદરતી રીતે જ સેલ્ફપ્રિઝર્વ્ડ હોય છે માટે તેને આપણી કોઈ જ જરૂર નથી. ઉલટાનું જો તમે મધને ફ્રિજમાં મુકશો તો તેમાંની શર્કરા ખાંડમાં ફેરવાવા લાગશે. અને તેના કારણે ધીમે ધીમે કરતાં મધ એ લોટ જેવું અને ત્યાર બાદ પથ્થર જેવું થઈ જશે. માટે તેને વાપરવું અશક્ય થઈ જશે કારણ કે તેને તમે ચમચીથી પણ કાઢી શકશો નહીં.

ટેટી-તરબુચ
જો તમે તમારું તરબુચ કે ટેટી હજું કાપ્યું ન હોય તો તમારે તેને ફ્રિજમાં મુકવાની કોઈ જરૂર નથી. સંશોધન એવું જણાવે છે કે ટેટી કે તરબુચને રૂમ ટેમ્પ્રેચર પર જ રાખવા જોઈએ, તેના કારણે તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સનું સ્તર સમાન રહેશે. આ ઉપરાંત તેને ફ્રિજમાં રાખવાથી તેમાં રહેલા બેટા-કેરોટિન પણ નાશ પામે છે. એ વાત યાદ રાખો કે આ અભ્યાસ બંધ એટલે કે આખા ટેટી-તરબુચ માટેના છે માટે તમે કાપેલા ટેટી-તરબુચ તો ચોક્કસ ફ્રિજમાં મુકી શકો છો, જો કે તેને ઢાંકેલા જ રાખવા જોઈએ.

કોળુ
તમારે ક્યારેય તમારા કોળાને ફ્રિજમાં મુકવું જેઈએ નહીં. કોળાને તમારે હવાની અવરજવર વાળી જગ્યાએ જ ખુલ્લામાં રાખવું જોઈએ. તે જગ્યા અંધારી, ઠંડી અને સુકી હોવી જોઈએ. તે માટે ઘરનું બેઝમેન્ટ પર્ફેક્ટ જગ્યા છે.

ઓલિવ ઓઇલજો તમે ઓલિવ ઓઇલને ફ્રિજમાં મુકશો તો તે ઘાટુ અને હાર્ડ બની જશે, માટે તેને ક્યારેય ફ્રિજમાં મુકવું જોઈએ નહીં. તેની જગ્યાએ તમે તેને ઠંડી-અંધારી જગ્યામાં મુકી શકો છો. નહીંતર તમારું ઓલિવ ઓઈલ માખણ જેવું ઘાટું થઈ જશે.

તુલસી

તુલસીને જો ફ્રિજમાં રાખવામાં આવશે તો તે બહારના સામાન્ય વાતાવરણ કરતાં ફ્રિજની અંદરના ઠંડા વાતાવરણમાં ઝડપથી કુંમળાઈ જશે. આ ઉપરાંત તુલસી એ અન્ય ખોરાકની વાસ ખુબ જ સરળતાથી પોતાનામાં સોષી લે છે. માટે તમારે તુલસીને તાજા ફુલોની જેમજ સાંચવવાની છે. સારા પરિણામ માટે તમારે તેને ફ્રિજની બહાર અને તાજા પાણીના જગમાં રાખવી જોઈએ. તેમ છતાં તમે તુલસીને વધારે લાંબો સમય સાંચવવા માગતા હોવ તો તમે તેને ગરમ પાણીમાં બ્લાન્ચ કરી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.

ફળો જેવા કે જળદારુ, કિવિ, પીચ, પ્લમ અને કેરી

ટામેટા તેમ અન્ય ફળોની જેમ જ આ ફ્રૂટ્સને પણ જો ફ્રિજમા રાખવામાં આવશે તો તેની પાકવાની પ્રક્રિયા સ્થગિત થઈ જશે. કિવિ, જળદારુ, કેરી, પ્લમ અને પીચને જો ઠંડા તાપમાનમાં રાખવામાં આવશે તો તેના પોષકતત્ત્વો નાશ પામે છે. માટે તેને ઠંડા તાપમાનમાં રાખાવાની જગ્યાએ તમે તમારા રસોડાની અંધારી, ઠંડી અને સુકી જગ્યા પર તેને રાખી શકો છો.

પીનટ બટર

પીનટ બટરને જેલી સાથે બ્રેડ પર લગાવીને ખાવાની તો મજા આવી જાય. પણ તમે અન્ય જામ કે જેલીની જેમ પીનટ બટરને ફ્રિજમાં સ્ટોર કરી શકશો નહીં. તેને ફ્રિજમાં મુકવાથી તે ધીમે ધીમે કડક અને સુકુ થઈ જશે. તેની જગ્યાએ તમે તેને તમારા રસોડાની ઠંડી-અંધારી-સુકી જગ્યામાં મુકી શકો છો. તેનાથી પીનટ બટર સ્મુધ, સોફ્ટ અને બ્રેડ પર લગાવવા માટે હંમેશા તૈયાર રહેશે.

અથાણા

ઘણા બધા લોકોને અથાણા ફ્રિજમાં મુકવાની ટેવ હોય છે, તમારી જાણ ખાતર અમે જણાવી દઈએ કે તેને હંમેશા ફ્રિજની બહાર જ રાખવા જોઈએ. તમને એ જાણ હોવી જોઈએ કે અથાણામાં ભરપુર પ્રમાણમાં પ્રિઝર્વેટિવ હોય છે અને મેં ફ્રિજની બહાર રાખવામાં આવેલા ત્રણ વર્ષ જુના અથાણા પણ ચાખેલા છે. અને તમે મારા પર વિશ્વાસ કરો કે તેને ખાતી વખતે મને કોઈ પણ જાતની ગંધ કે ચીકાશની ફિલિંગ થઈ નથી. અરે ક્યાંક તો એવું પણ જાણવામાં આવ્યું છે કે કેટલાક ખોરાકને અથાણાથી પ્રિઝર્વ કરવામાં આવે છે એટલે કે અથાણાનો જ પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. માટે તમારે ક્યારેય ફ્રિજની બહાર રાખેલા અથાણાની ગુણવત્તા બાબતે શંકા કરવી જોઈએ નહીં.

ઇંડાં
ઇંડાને ફ્રિજમાં રાખવા જોઈએ કે નહીં રાખવા જોઈએ તે માટે કેટાલએ લાંબા સમયથી હંમેશા ચર્ચા ચાલતી આવી છે. એક અભ્યાસ એવું જણાવે છે કે ઇંડાને ફ્રિજમાં રાખવા કે નહીં રાખવાથી તેની સામાન્ય સંપત્તિમાં કોઈ જ ફરક પડતો નથી માટે એવું કહી શકાય કે જો તમે ઇંડાને રૂમ ટેમ્પ્રેચર પર રાખતા હોવ તો તેમાં કોઈ જ સમસ્યા ન નડવી જોઈએ. બીજો એક અભ્યાસ એવું જણાવે છે કે ઇંડાને ફ્રિજમાં રાખવાથી તેનો કુદરતી સ્વાદ અને ફ્લેવર નાશ પામે છે માટે સારું તો એ જ રહેશે કે તમે તેને ફ્રિજની બહાર જ રાખો.

સલાડ/સેલેડ

તેલ કે વિનેગર આધારિત સલાડને તમે ફ્રિજ બહાર લાંબા સમય માટે રાખી શકો છો. આ ઉપરાંત જો સલાડને ફ્રિજમાં રાખવામાં આવશે તો તેમાંથી ગંધ આવવા લાગે છે. પણ કેટલાક સલાડ મેયો તેમજ દહીં આધારિત હોય છે જેને તમારે સારા રાખવા માટે ફ્રિજમાં રાખવા જ જોઈએ. માટે જો તમારી પાસે થોડું સલાડ હોય જેનું તમે ડ્રેસિંગ કરી લીધું હોય તો તેને તમારે ફ્રિજની બહાર જ રાખવું જોઈએ.

કેચપ

કેચપમાં સમાયેલા બેક્ટેરિયાના કારણે તમારો કેચપ ફ્રિજ બહાર પણ એક વર્ષથી વધારે સમય માટે સારો રહી શકે છે. કેચપમાં જે પ્રિઝર્વેટિવ નાખવામાં આવ્યા હોય છે તે તેની ગુણવત્તા જાળવી રાખવા માટે ખુબ જ મદદરૂપ રહે છે પછી તેને ખોલી નાખવામાં આવ્યો હોય તેવા સંજોગોમાં પણ. માટે જો તમે કેચપની બોટલ ખોલી નાખી હોય તો તમારે ચિંતિત થવાની જરૂર નથી તમે તેને લાંબા સમય સુધી વાપરી શકો છો. તે છતાં તમારે તેના પર લખેલી એક્સપાઇરી ડેટને અનુસરવી જોઈએ.

સાયટ્રસ ફ્રૂટ્સ
સાઇટ્રસ ફ્રૂટ જેમ કે સંતરા, નારંગી, લીંબુ વિગેરે જો ફ્રિજમાં રાખવામાં આવે તો તેને ફાયદા કરતાં નુકસાન વધારે થાય છે. આ ફળોને કુદરતી તાપમાનની જરૂર હોય છે જેથી કરીને તે વ્યવસ્થિત રીતે પાકી શકે, માટે તેને ફ્રિજમાં રાખવાથી તેની આ પ્રક્રિયા સ્થગિત થઈ જશે. તમે જોઈ શકશો કે આવા ફળોને જો ફ્રિજમાં રાખવામાં આવ્યા હશે તો ક્યારેક ક્યારેક તમે તેની ત્વચા જાંખી થઈ ગઈ હોય છે.

કાકડીકાકડીને તમારે હંમશા રૂમ ટેમ્પ્રેચર પર જ રાખવી જોઈએ, માટે ફ્રિજ તેના માટે જરા પણ યોગ્ય સ્થળ નથી. તમે જોઈ શકશો કે ફ્રિજમાં રાખેલી કાકડીને જ્યારે બહાર કાઢવામાં આવે છે ત્યારે તેની સ્કીન ઝાંખી પડી ગઈ હોય છે અથવા તો તેમાં કરચલીઓ પડી ગઈ હોય છે. વાસ્તવમાં ફ્રિજમાં રાખેલી કાકડીની ચામડી વધારે જલદી સડી જાય છે માટે તેને તમારા રસોડાના ઠંડી-અંધારી-સુકી જગ્યામાં જ રાખવી જોઈએ. ત્યાં તે વધારે લાંબો સમય સારી રહેશે.

ગાજરકાકડીની જેમ જ ગાજર પર પણ સમાન નિયમ જ લાગુ પડે છે. જો ગાજરને ફ્રિજમાં રાખવામાં આવશે તો તે વધારે જલદી સડવા લાગશે અને વાપરવા યોગ્ય રહેશે નહીં. જો કે ગાજરને હંમેશા સનલાઇટથી દૂર અંધારામાં જ રાખવા જોઈએ. તેને વધારે પડતાં ભેજવાળા વાતાવરણમાં રાખવાથી તે વધારે વહેલા બગડી જાય છે.

ચોકોલેટ
સામાન્ય રીતે આપણે ચોકલેટને હંમેશા ફ્રિજમાં જ જોતા આવ્યા છીએ. તમારે જે ચોકલેટો વધારે જલદી ઓગળી જતી હોય તેને ફ્રિજમાં રાખી શકો છો. પણ મોટા ભાગની ચોકલેટને રેફ્રિજરેશનની જરૂર નથી હોતી. તમે ફ્રિજ બહાર તેમજ ફ્રિજ અંદર રાખેલી ચોકલેટના ટેસ્ટમાં તફાવત અનુભવી શકશો. માટે તમારે ક્યારેય ચોકલેટને ફ્રિજમાં મુકવી જોઈએ નહીં સિવાય કે તે ખુબ જ જલદી પિગળી જતી હોય તો. જો કેટલીક ચોકલેટ બહારના વાતાવરણમાં રહેલી ગરમીના કારણે પ્રવાહી થઈ ગઈ હોય તો તમે તેને ફરી સોલિડ કરવા માટે ફ્રિજમાં મુકી શકો છો.

સિરિયલ્સ
તમારે તમારી સિરિયલ્સને લઈને ક્યારેય ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે તેને સારી રાખવા માટે તમારે તેને ફ્રિજમાં મુકવાની જરૂર નહીં પડે. તે ફ્રિજ વગર જ સારી રહી શકે છે. અને અહીં પણ ફ્રિજમાં રહેલો ભેજ અને તેનું ઠંડુ વાતાવરણ તમારી સિરિયલને કોઈ ફાયદો તો નહીં કરે પણ તેની જે ક્રન્ચીનેસ છે તે દૂર કરી દેશે અને તેને ભેજયુક્ત બનાવી દેશે.

લોટ

તમે લોટને ફ્રિજમાં રાખો કે ન રાખો તેનાથી કોઈ જ ફરક પડતો નથી. માટે એ તમારા પર છે કે તમે લોટને કોઈ પણ કારણ વગર ફ્રિજમાં રાખી ફ્રિજમાં ભીડ વધારવા માગો છો કે પછી તેને બહાર જ રહેવા દો છો. તમારે તમારા ફ્રિજમાં બીનજરૂરી સામાન મુકીને તેને ગીચોગીચ ભરી રાખવાની મુર્ખાઈ ન કરવી જોઈએ. લોટને જો તમે એરટાઇટ ડબ્બામાં સાંચવીને મુખી રાખશો તો તે સુરક્ષિત જ રહેશે. હંમશા લોટ રાખવાની જગ્યા નક્કી રાખો. અને લોટ ભરતી વખતે તે ડબ્બો બરાબર સુકાયેલો છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખો.

મરચા

એક ખોટી માન્યતા છે કે મરચાને ફ્રિજમાં રાખવાથી તે લાંબા સમય માટે જળવાઈ રહે છે. પણ તેને ફ્રિજમાં રાખવાથી તેની ચામડીનું તેજ ઓછું થઈ જાય છે અને તેનો રંગ પણ ઝાંખો પડી જાય છે. માટે તમારી પાસે જે લાલ, પીળા, લીલા રંગના મરચા હોય તેને તમે રસોડામાંની જ કોઈ ઠંડી-સુકી-અંધારી જગ્યા પર રાખી શકો છો. તમે રોજિંદા વપરાશવાળા લીલા મરચાંને પણ બહાર રાખી શકો છો.

જામ/જેમ

જામને પુષ્કળ પ્રિઝર્વેટિવમાં બનાવવામાં આવે છે આ કારણસર તમે જામને ફ્રિજ વગર પણ લાંબા સમય માટે સુરક્ષિત રાખી શકો છો. ઘણા લોકોને આ ક્યારેય સમજાતું નથી અને તે હંમશા જામની બરણીને ફ્રિજમાં જ રાખી મુકે છે. તમે માત્ર સિલ્ડ જામની બરણી જ બહાર નથી રાખી શકતાં પણ જામની બરણી ખોલ્યા બાદ પણ તેને રૂમ ટેમ્પ્રેચર પર સુરક્ષિત રાખી શકો છો. બહાર રાખેલી જામની બરણીમાં ક્યારેક તમને તેમાંથી છુટ્ટુ પડેલું પાણી જોવા મળશે પણ તેમાં કશું જ ચિંતાજનક નથી. તમારે જામને બીજી બરણીમાં ભરતી વખતે એ ધ્યાન રાખવાની જરૂર છે કે તે બરણીમાં બીજો કોઈ ખોરાક લાગેલો ન હોય. જો તેનું ધ્યાન રાખવામાં આવશે નહીં તો જામ બગડી જવાનો ભય છે.

મસાલાઓ

તમે ઘણા લોકોને પોતાના ફ્રિજમાં મસાલા સાંચવી રાખતા જોયા હશે. કદાચ તમે પણ તેમાંના એક હોવ. તમારે આ મસાલાને ફ્રિજમાં રાખવાની કોઈ જ જરૂર નથી કારણ કે વાટીને બારીક કરવામાં આવેલા મસાલા ફ્રિજ વગર પણ લાંબો સમય સંચવાઈ રહે છે. માટે તમારે તમારા ફ્રિજની કિંમતી જગ્યા આ મસાલાઓથી ભરી રાખવી જોઈએ નહીં. જો તેમ છતાં પણ તમને ભય હોય તો જરા કરિયાણાની દુકાનોમાં જોઈ લો કે તે લોકો કંઈ મસાલાઓને ફ્રિજમાં સાંચવી નથી રાખતા તે બહાર રૂમના તાપમાન પર જ બધા મસાલાઓ રાખતા હોય છે.

સેલેડ ડ્રેસિંગ્સ

વિનેઇગ્રેટિસ અથવા તો સેલેડ ડ્રેસિંગને ઘણા લોકો ફ્રિજમાં જ રાખે છે. જો કે એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે તેમ કરવાથી કોઈ જ ફાયદો થતો નથી. સલાડ ડ્રેસિંગમાં જે બે મુખ્ય તત્ત્વો સમાયેલા હોય છે તે છે વિનેગર અને તેલ. અને આ બન્ને સામગ્રીને ક્યારેય રેફ્રિજરેટ કરવામાં આવતી નથી. આ ઉપરાંત સલાડ ડ્રેસિંગમાં પહેલેથી જ પ્રિઝર્વેટિવ હોય છે માટે તેને સાંચવવા માટે ફ્રિજમાં રાખવાની જરૂર પડતી નથી. પણ એ વાત ધ્યાનમાં રાખજો કે તમે જો તમારી જાતે જ સલાડ ડ્રેસિંગ તૈયાર કરતા હોવ અને તેમાં લસણ, ફળનો રસ કે પછી નટ ઓઇલનો ઉપયોગ કર્યો હોય તો તેને તમે ફ્રિજમાં મુકી શકો છો.

સફરજન

અંગ્રેજીની એક કહેવત છે કે એક સફજન તમને ડોક્ટરથી દૂર રાખે છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં પોષતત્ત્વો હોય છે. વાત તદ્દ્ન સાચી છે. પણ તમારી ધ્યાનમાં જ અથવા તમારા પોતાનો એવા કેટલાક લોકોમાં સમાવેશ થતો હશે જે સફરજનને ફ્રિજમાં જ રાખતા હોય છે. વાસ્તવમાં તેને ફ્રિજમાં રાખવાની કોઈ જ જરૂર નથી. સફરજનને જો રૂમ ટેમ્પ્રેચર પર રાખવામાં આવે તો તે 1થી 2 અઠવાડિયા સુધી આરામથી સુરક્ષિત રહી શકે છે. કારણ કે રૂમ ટેમ્પ્રેચર પર સફરજન પરના એન્ઝાઇમ્સ વધારે એક્ટિવ રહે છે. અને તેમ છતાં તમે તેને હજુ વધારે સમય સ્ટોર કરી રાખવા માગતા હોવ તો તમે તેને ફ્રિજમાં ચોક્કસ મુકી શકો છો. તે બધું તમે તેને કેટલા સમયની અંદર ખાઓ છો તેના પર આધારીત છે. કેટલાક લોકોને સફરજન ઠંડા ખાવા ગમતા હોય તો તેઓ તેને ફ્રિજમાં રાખી શકે છે. તમારે એટલું યાદ રાખવાનું છે કે સફરજન ગેસ છોડે છે. અને આ કારણસર જ્યારે તમે તેને અન્ય ફળો સાથે મુકશો તો તે અન્ય ફળોને ખુબ જ જલદી પકવે છે.

નાસપતી

ઘણા લોકોને એ નહીં ખબર હોય કે બીજા ફળોની જેમ નાસપતી ઝાડ પર પાકતા નથી. તેનો અર્થ એ થાય કે જો તમે તેને રૂમટેમ્પ્રેચર પર રાખશો તો તે ધીમે ધીમે પાકશે. અને પરિણામ એ આવશે કે ધીમે ધીમે તે અંદરથી બહારની તરફ મીઠા થાય છે. તેનો અર્થ એ થાય છે કે જો તમારી પાસે નાસપતી હોય અન તે પાકેલી ન હોય તો તમારે તેને ફ્રિજમાં મુકવી જોઈએ નહીં. ફ્રિજની ઠંડક તેને પાકવા દેશે નહીં અને તે તાજી પણ નહીં રહે. એકવાર તમારા નાસપતી પાકી ગયા બાદ તમે તેને જાળવી રાખવા માટે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. તમે તેને ક્યારે ખાવાના છો તે વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે જો તરત જ ખાવાના હોવ તો તમારે તેને ફ્રિજમાં મુકવાની જરૂર નથી.

મસ્ટર્ડ સોસ

મસ્ટર્ડ સોસમાં કેચપની જેમ જ પહેલેથી જ પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે. માટે તેમને રેફ્રિજરેટ કરવાની જરૂર રહેતી નથી. મસ્ટર્ડ સોસ લગભગ બે મહિના સુધી કીચન કેબિનેટમાં સુરક્ષિત રહી શકે છે. પણ જો તમે તેટલો જલદી મસ્ટર્ડ સોસ પુરો કરી શકો તેમ ન હોવ તો તમારે તેને ફ્રિજમાં રાખવો જોઈએ.

સોય સોસ

કેચપ કે મસ્ટર્ડ સોસ કરતાં સોય સોસની શેલ્ફ લાઇફ એટલે કે રૂમટેમ્પ્રેચર પર સુરક્ષિત રહેવાનો સમય લાંબો હોય છે. સોયાસોસ કીચનના કબાટમાં ડોઢ વર્ષ સુધી સુરક્ષિત રહી શકે છે. આથો લાવી બનાવેલી વસ્તુ લાંબો સમય બગડ્યા વગર તાજી રહી શકે છે. તેમ છતાં તમે જો તેને એક વર્ષથી વધારે સમય માટે સાંચવવા માગતા હોવ તો તમે તેને ફ્રિજમાં મુકી શકો છો.

હોટ સોસ

હોટ સોસને તમે ત્રણ વર્ષ સુધી કીચનના કબાટમાં સ્ટોર કરી શકો છો. તમારે તે માટે માત્ર એટલું જ ધ્યાન રાખવાની જરૂર છે કે તે વિનેગર બેઝ હોવો જોઈએ અને તેમાં કોઈ પણ જાતના શાકભાજી કે ફળ હોવા જોઈએ નહીં. તેમાં માત્ર કલરનો જ ફરક પડશે બીજો કોઈ જ ફરક પડશે નહીં. માટે તમારે એવું ન સમજવું કે તે બગડી ગયો છે. જો કે તેને ફ્રિજમાં મુકવાથી તેના કલરમાં જે ફેર પડશે તે ધીમો પડી જશે જો કે તેનાથી તેના સ્વાદમાં કોઈ જ ફરક પડશે નહીં.

રીંગણ

રીંગણને તમે સીધા સૂર્યપ્રકાશથી દૂર રૂમ ટેમ્પ્રેચર પર રાખી શકો છો. આ રીતે રાખવાથી તે વધારે લાંબો સમય સુરક્ષિત રહેશે. રીંગણ એ તાપમાનની દૃષ્ટિએ સંવેદનશીલ હોય છે માટે તેને ફ્રિજમાં રાખવાથી તેને નુકસાન થાય છે. જો તેને 50 ફેરનહિટ તાપમાનથી નીચેના તાપમાને રાખવામાં આવશે તો તેની ફ્લેવર તેમજ ટેક્ચર બગડી જશે. તમારે રીંગણને અન્ય ફળ તેમજ શાકભાજીથી દૂર રાખવા જોઈએ. કારણ કે તે પણ એથિલિનથી ખુબ જ સંવેદનશીલ હોય છે જે એક પ્રકારનો ગેસ છે. અને તે કારણસર અન્ય ફળ તેમજ શાકભાજી પણ જલદી પાકવા લાગે છે. તેમ છતાં પણ જો તમે તેને ફ્રિજમા રાખવા માગતા હોવ તો એ વાતનું ધ્યાન રાખો કે તેને ફ્રિજમાંથી કાઢ્યા બાદ તુરંત જ વાપરી નાખવા.

પાઇનેપલ

બીજા ફળોથી તદ્દ્ન અલગ પાઇનેપલને એકવાર તેના છોડ પરથી ઉતાર્યા બાદ તે પાકી શકતું નથી. માટે તેને ફ્રિજમાં રાખવાની કોઈ જ જરૂર નથી. જો તમારી પાસે પાકી ગયેલું પાઇનેપલ હોય તો તમારે તેને રૂમ ટેમ્પ્રેચર પર જ રાખવું જોઈએ. કાપ્યા વગરનું પાઇનેપલ ફ્રિજ બહાર લગભગ 3 દિવસ સુધી સુરક્ષિત રહી શકે છે. કેટલીકવાર તો તે તેના કરતાં પણ વધારે લાંબો સમય તાજું રહી શકે છે. તેમ છતાં પણ જો તમે તેને થોડાંક જ દિવસમાં વાપરવાના ન હોવ અથવા તો તેને કાપી નાખ્યુ હોય તો તમે તેને ફ્રિજમાં મુકી શકો છો. કાપેલાં પાઇનેપલને તમારે એરટાઇટ કન્ટેનરમાં જ રાખવું જોઈએ. એક સંશોધન પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે કાપેલું પાઇનએપલ ત્રણથી ચાર દિવસ સુધી ફ્રિજમાં સુરક્ષિત રહી શકે છે. અને જો તમારે તેને તેના કરતાં પણ વધારે સમય રાખવું હોય તો તમે તેને ફ્રિઝરમાં છ મહિના સુધી સાંચવી શકો છો.

પપૈયુ

બહારથી આયાત કરવામાં આવતા હોવાથી પપૈયા હવે બારેમાસ ઉપલબ્ધ રહે છે. અન્ય ફળોની જેમ પપૈયાને પણ જો ફ્રિજમાં મુકવામાં આવશે તો તે પાકશે નહીં. તેના કરતાં સારું એ રહેશે કે તેને તમે રૂમ ટેમ્પ્રેચર પર રાખો અને તેને અવારનવાર ફેરવતા રહો. આમ કરવાથી તે દરેક બાજુએથી સમાન પ્રમાણમા પાકશે. જો તમને દેખાય કે પપૈયાની
છાલ પીળી થવા લાગી છે અને થોડી સોફ્ટ પણ થવા લાગી છો તો તમારે તેને ફ્રિજમાં મુકી દેવું જોઈએ. તે ત્યારે જ્યારે તમારે તેને તે જ સમયે ખાવાનું ન હોય તો. એ યાદ રાખો કે પપૈયાને ફ્રિજમાં મુક્યા બાદ તેની પાકવાની પ્રક્રિયા સાવ જ ધીમી થઈ જશે. તેને વધારે લાંબો સમય રાખવા માટે તેની છાલ ઉતારી તેના ટુકડા કરી એરટાઇટ કન્ટેનરમાં ભરી તેને ફ્રિઝરમાં સ્ટોર કરી શકો છો.

શક્કરિયા

શક્કરિયાને ફ્રિજમાં મુકવાથી તેના બંધારણ તેમજ તેના કોષોની દિવાલોમાં પરિવર્તન આવશે. આમ થવાથી તે કડક બની જશે. અને આમ થવાથી તેને રંધાતા વાર લાગશે. ઉત્તમ પરિણામ માટે, શક્કરિયાને તમારે ઠંડી- હવાઉજાસવાળી-અંધારી જગ્યામાં રાખવા જોઈએ. તેમ થવાથી તે સામાન્ય રહેશે. આ ઉપરાંત તમારે તેને તીવ્ર ગરમીના સ્રોતોથી દૂર રાખવાના છે. એટલે કે તમારે તેને ગરમ થઈ જતા સાધનો તેમજ સૂર્યથી દૂર રાકવાના છે. તેને તમે 57થી 63 ફેરનહિટવાળા તાપમાનવાળી જગ્યાએ રાખી શકો છો. જો તમે તમારા શક્કરિયાને ઠંડી-સુકી-અંધારી જગ્યામાં રાખશો તો તે દરેક તરફથી સમાન રીતે રંધાશે.

ફણસી – તેમજ લીલી ફળીઓ

સુકા કઠોળ હંમેશા લાંબા સમય માટે સુરક્ષિત રહેતા હોય છે. કેન્ડ બિન્સ કેટલાક વર્ષ સુધી સુરક્ષિત રહે છે જ્યારે તાજી ફળીઓ એક અઠવાડિયા સુધી તાજી રહી શકે છે. જ્યારે તમે ફળીઓની વાત કરતા હોવ ત્યારે તે તેની જાત પર આધાર રાખે છે. વિશ્વના મોટા ભાગમાં બિન્સને કઠોળ તરીકે ઓળખવામાં આવે છે. તેના આ ગુણના કારણે તેનો શાકભાજીમાં નહીં પણ બીજમાં સમાવેશ કરવામાં આ છે. તે લીલા હોવા છતાં પણ તેનો સમાવેશ બીજમાં જ કરવામાં આવે છે. મોટા ભાગના ખોરાકને જો યોગ્ય રીતે રાખવામાં ન આવ્યો હોય તો તે લાંબો સમય સુરક્ષિત રહી શકતો નથી. અન્ય લીલી ફળિઓની સરખામણીમાં સુકી ફળી એટલે કે જેને આપણે કઠોળ કહીએ છીએ તેને કોઈ જ નુકસાન નથી થતું અને તેના પોષકતત્ત્વોને પણ કોઈ જ અસર થતી નથી. લીલી ફળીઓને તમે લાંબો સમય તાજી રાખવા માટે ફ્રિજમાં મુકી શકો છો.

ડોનટ

હવે તો ભારતમાં પણ લોકો ડોનટ ખાવા લાગ્યા છે. અને આપણી આવનાર પેઢી એટલે કે આપણા ભૂલકાઓને પણ ડોનટ્સ ડાઢે વળગ્યા છે. ડોનટને ફ્રિજમાં મુકવાથી તે ભેજયુક્ત એટલે કે ભીનું તેમજ વાસી થઈ જાય છે, તો કેટલાક ચીકણા થઈ જાય છે. સત્ય એ છે કે તમારે તમારા ડોનટ ફ્રિજમાં મુકવાની કોઈ જરૂર નથી. ડોનટને જો તમે ફ્રેશ રાખવા માગતા હોવ તો તમારે તેને તમારા કીચનના અંધારા-સુકા-ઠંડા કોર્નરમાં રાકવા જોઈએ. પણ તમારે તમારા ડોનટ બને તેટલા જલદી ખાઈ જવા જોઈએ.

વિનેગર

વિનેગરને તો ફ્રિજમાં સુરક્ષિત રાખવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે તે પોતે સેલ્ફ પ્રિઝર્વ્ડ છે. અરે એક સંશોધનમાં તો એવું કહેવામાં આવ્યું છે કે વિનેગરની શેલ્ફ લાઇફ એટલે કે રૂમ ટેમ્પ્રેચર પર તે ક્યાં સુધી રહી શકે તેનો કોઈ ચોક્કસ સમયગાળો નથી. તેની પાછળનું કારણ વિનેગરમાં રહેલો એસિડ છે. તમારે વિનેગરને ફ્રિજમાં મુકવાની કોઈ જ જરૂર નથી. લાંબા સમયથી રૂમમાં રાખેલું વ્હાઇટ વિનેગર તેવું ને તેવું જ રહે છે. તમારે તેવા જ વિનેગરને ફ્રિજમાં મુકવાની જરૂર છે જેમાં તાજા મસાલા, લસણ કે ડુંગળી હોય. જો તમે તે બાબતે ચોક્કસ ન હોવ તો તમે બોટલ પર લખેલી સામગ્રીને ચેક કરી શકો છો. માટે વિનેગરને ફ્રિજમાં રાખવાની ચિંતા ભુલી જાઓ.

જુનું ચીઝ

કેટલાક લોકો એવું વિચારે છે કે ચિઝ મોટાભાગે દૂધમાંથી જ બનેલું હોવાથી તેને રેફ્રિજરેટરની જરૂર પડે જ. પણ જો વાત જુના ચીઝની થતી હોય એટલે કે એજ્ડ ચીઝની થતી હોય તો તેને ફ્રિજમાં મુકવામાં આવતું નથી. ગૌડા, ચેડાર કે પછી ગ્રુયેરી જેવા ઘણા બધા ચીઝનો સમાવેશ એજ્ડ ચીઝમાં કરવામાં આવે છે. આ ચીઝ તેમજ અન્ય સામાન્ય ચીઝ વચ્ચે ફરક એ છે કે આ ચીઝ સંપૂર્ણ ક્યોર્ડ એટલે કે ઉપચાર પામેલા હોય છે. તેમની આ ક્યુરેશન પ્રોસેસ સામાન્ય રીતે 6 મહિના અને તેથી પણ વધારે સમય લાંબી હોય છે. એજ્ડ ચીઝ, અન્ય સામાન્ય ચીઝ કરતાં, ટેક્ષ્ચરમાં વધારે તીક્ષ્ણ, કઠોર અને મજબુત હોય છે. અને જો આ ચીઝને ફ્રિજમાં મુકવામાં આવશે તો તે તેનાથી પણ વધારે હાર્ડ બની જશે. તેને રૂમ ટેમ્પ્રેચર પર રાખવાથી તમને વધારે સ્વાદિષ્ટ લાગશે. તેને વધારે પડતી ગરમ જગ્યા પર રાખવા નહીં. આ ઉપરાંત તમારે ચીઝ વાપર્યા બાદ તેને વ્યવસ્થિત રીતે પેક કરવા જોઈએ જેથી કરીને તે ભેજ અને અન્ય નુકસાકનારક દ્રવ્યોથી દૂર રહે.

માખણ

માખણને ફ્રિજમાં મુકવું જોઈએ કે નહીં તેની ચર્ચા વર્ષોથી ચાલી રહી છે જો કે તેનો કોઈ નિર્ણય હજુ સુધી આવી શક્યો નથી. કેટલાક કહે છે તેને ફ્રિજમાં રાખવું જોઈએ તો કેટલાક ના કહે છે. સૌ પ્રથમ તો આપણે એ જાણવાની જરૂર છે કે માખણ અને સોલ્ટેડ માખણ એ બન્ને અલગ વસ્તુ છે. સામાન્ય માખણ એટલે જે આપણે ઘી બનાવવા માટે મલાઈ મેળવી ઉતારીએ છીએ તે અને સોલ્ટેડ માખણ એટલે સામાન્ય રીતે આપણે જે બહારથી બ્રેડ પર લગાવવા માટે લાવીએ છીએ તે. સોલ્ટેડ માખણ માં બેક્ટેરિયા થવાની શક્યતા નહીંવત રહેલી છે. આ ઉપરાંત આપણે જે માખણ બજારમાંથી ખરીદીએ છીએ તે પેસ્છરાઇઝ્ડ દૂધમાંથી બનાવવામાં આવેલ હોય છે. તેનો અર્થ એ થાય કે તે નહીંવત જીવાણુઓને પોતાની તરફ આકર્ષે છે. આ જ નિયમ ઘરે બનાવેલા માખણને લાગુ પડતી નથી. કારણ કે તેમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી તે જીવાણુઓ પોતાના તરફ ઝડપથી આકર્ષે છે અને તે કારણસર તે જલદી બગડી જાય છે. આપણને એટલી ખબર છે કે માખણને ફ્રિજની બહાર તમે એક અઠવાડિયા માટે સુરક્ષિત રાખી શકો છો જ્યારે કેટલાકનું એવું કહેવું છે કે તેને તમે ફ્રિજમાં તેનાથી પણ વધારે લાંબો સમય સાંચવી શકો છો. માટે નિર્ણય તમારે કરવાનો છે કે તમારે માખણ ફ્રિજમાં રાખવું છે કે નહીં.

Exit mobile version