જમીનથી ૧૦૦ ફૂટ ઉપર જઈને જમવાનો આનંદ ઉઠાવો… વાંચો કેટલો ખર્ચ થઇ શકે…

ડીનર ઈન ધ સ્કાય

એડવેન્ચરસ એક્સપીરીઅન્સ હંમેશા આપણામાંના મોટાભાગના માણસોને ગમતા હોય છે. એજ રીતે લંચ કે ડીનર પણ કોઈ સીધી-સાદી રૅસ્ટારાંમાં નહીં પણ કંઈક નવોજ અને યાદગાર અનુભવ કરાવે તેવી જગ્યાએ હોય તો તે હંમેશા રોમાંચક હોવાનો. ‘ડીનર ઈન ધ સ્કાય’ એક એવો જ અનુભવ લેવા માટેનું સ્થળ છે. ડીનર ઈન ધ સ્કાય એક સાવ નવો અને અનોખો કન્સેપ્ટ છે. આજુ-બાજૂ દિવાલો, બારી, દરવાજા, સુંદર રીતે સજાવેલા ટેબલ્સ અને ખુરશી વગેરેના ટ્રેડિશ્‍નલ કન્સેપ્ટથી સાવ અલગ. અહીં આ રૅસ્ટારાંમાં તેઓ પોતાના મહેમાનોને ક્રેન સાથે જોડેલા એકપોર્ટેબલ ટેબલની સામે ગોઠવાયેલી ખુરશીઓ પર બેસાડે છે અને લગભગ ૨૨ માણસો એક સાથે બેસી શકે તેવું ટેબલ ત્યાર બાદ તેની સાથે જોડાયેલી ખુરશી સહીત ધીમે ધીમે ઉપર તરફ જવા માંડે છે. ડીનર કે લંચ માટે આવેલા મહેમાનોને હવામાં લગભગ ૧૦૦ ફૂટ ઉપર સુધી લઈ જઈ તેઓ મૂકી દે છે. અને ત્યાં શરૂઆત થાય છે તમારી પ્લેટમાં એક પછી એક લિજ્જતદાર વાનગીઓ પીરસાવાની. અચ્છા એવું પણ નથી કે આ બધી વાનગીઓનું પ્રીપરેશન પહેલેથી જ તૈયાર રાખવામાં આવ્યું હોય. અહીં ટેબલની મધ્યમાં એક શેફ તેના આસ્ટીટંટ સાથે મોજૂદ હોય છે. મેનુ માંથી તમે ઓર્ડર કરેલી વાનગીઓ તેઓ ત્યાં જ તમારી નજર સામે તૈયાર કરે છે અને ત્યારબાદ તે વાનગી તમારી પ્લેટમાં આસીસ્ટન્ટ દ્વારા પીરસવામાં આવે છે. અચ્છા, આટલું વળી પાછું ઓછું હોય તેમ, તમે જો કોઈ ખાસ પ્રસંગ માટે આ રૅસ્ટારાંનું ટેબલ બુક કરાવ્યું હશે તો તેઓ તમારા માટે હવામાં ભોજનની લિજ્જત માણતા માણતાજ સાથે બાજુના ટેબલ પર વાયોલિનિસ્ટ કે DJ ની પણ વ્યવસ્થા કરતા હોય છે. એક તરફ હવામાં લગભગ ૧૦૦ ફૂટ ઉપર તમે ટેબલની મધ્યમાં તમે ઓર્ડર કરી હોય તે વાનગી બનાવી રહેલા શેફને જોતા હોવ ત્યારબાદ ખાવાનાની શરૂઆત કરો અને બાજુમાં સરસ સંગીત વાગતું હોય અથવા DJ તમારી પસંદગીના ગીતો વગાડી રહ્યો હોય. મૂળ આ ડીનર ઈન ધ સ્કાય જેવો નવીન વિચાર આજથી ૧૦ વર્ષ પહેલાં બેલ્જિયમ અને જર્મનીમાં સૌપ્રથમવાર ઈન્ટ્રોડ્યુસ થયો હતો. અને હવે તો આ રીતનું હાયવાયર એક્ટ, અથવા હાયવાયર ડીનર ૪૦ જેટલાં શહેરોમાં ઉપલબ્ધ છે. લંડનથી લઈને રિયો અને સિડની સુધી અને હવે દૂબઈમાં પણ આ રીતની રૅસ્ટોરાં શરૂ થઈ ચૂકી છે. ફોર્બ્સ મેગેઝિન દ્વારા આ પ્રકારની રૅસ્ટારાંને તેમની વેબસાઈટ forbes.com પર ‘૧૦ મોસ્ટ અનયુઝવલ રૅસ્ટારન્ટ્સ ઈન ધ વર્લ્ડ’ તરીકે લિસ્ટ કરવામાં આવી છે. છેલ્લી આ પ્રકારની રૅસ્ટારાં UAEમાં વર્ષ ૨૦૧૩માં શરૂ થઈ હતી. જોકે તે સમયે આ પ્રકારના ડીનરના કાર્યક્રમનું આયોજન માત્ર એક રાત માટેજ કરવામાં આવ્યું હતું. પરંતુ, હવે આ પ્રકારની રૅસ્ટારાં ફરી એક વાર શરૂ કરતી વેળા ડીનર ઈન ધ સ્કાયના માલિક અને CEO અહેમદ ઈશ્બેઈર કહે છે કે, ‘અમને ખૂબ આનંદ છે કે અમે આ અનેરો અનુભવ ફરી અમારા મહેમાનોને કરાવવા માટે સજ્જ થયા છે. અમને આશા છે કે દૂબઈના મહત્તમ રહેવાસીઓ અને અમારા દેશની મુલાકાતે આવતા પ્રવાસીઓને અમે આ રોમાંચક અનુભવનો લાભ આપી શકી શું.’ દૂબઈ ઈન્ટરનેશનલ મરીન ક્લબ, દૂબઈ મરીના ખાતે હેબતૂર ગ્રાન્ડ રિસોર્ટ, ઓટોગ્રાફ કલેક્શન તરીકે પોતાના મહેમાનોને આ રૅસ્ટારાં ઓફર કરી રહ્યું છે. જાન્યુઆરી, ૨૦૧૭થી શરૂ થયેલી આ ડીનર ઈન ધ સ્કાય પોતાના મહેમાનોને લગભગ ૫૦ મીટર જેટલી ઉંચાઈ એ ડીનર ઓફર કરે છે. એક ક્રેન સાથે સસ્પેન્ડેડ એવી આ વ્યવસ્થા જોકે હાલ દૂબઈમાં માત્ર ફેસ્ટીવ સીઝન પુરતીજ ઓફર કરવામાં આવી રહી છે.ઓછામાં ઓછો સ્ટાફ અને તે પણ વળી ઓછા વજન વાળી એટલે કે શેફથી લઈને સર્વિસ સ્ટાફ સુધીના તમામ માણસોને માત્ર તેની આવડતના ધોરણેજ નહીં પરંતુ તેમના વજનને પણ ધ્યાનમાં રાખીને અપોઈન્ટ કરવામાં આવ્યા છે. સવારે ૧૧.૦૦ વાગ્યાથી લઈને મધ્ય રાત્રિ સુધી હાલ તેઓ આ ક્રેન બધ્ધ ડીનર ઓફર કરી રહ્યા છે.
જેમ કે, એક તૈયાર થયેલા સ્પેશિયલ મેનુ સાથે બ્રન્ચ, લંચ, આફટરનુન ટી અને ડીનરના વિકલ્પ ઉપલબ્ધ છે. જે માટે ખાવાના કોઈ પણ રસિયા ૪૯૯ ડીરામ ચૂકવીને બુકિંગ કરાવી શકે છે.

લેખન :આશુતોષદેસાઈ

દરરોજ આવી રોચક અને અદ્ભુત માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી