આંખે પાટો બાંધીને તમે શું કામ કરી શકો? શું તમે સતત ૫ કિલોમીટર રીવર્સમાં ગાડી ચલાવી શકો?? ના ને તો આ લોકોને ખાસ વાંચો…

મેરે દો અનમોલ રતન

આ દુનિયામાં તમારી ઓળખ બનાવવા માટે ક્યાં તો તમારામાં એસ્ટ્રાઓર્ડિનરી ટેલેન્ટ હોવી જરૂરી છે અથવા કોઈક ચીજ અંગેની ગોડ ગીફ્ટ હોવી જરૂરી છે. પરંતુ જ્યારે આ બંનેનો સમન્વય કોઈ એક જ વ્યક્તિમાં જોવા મળે ત્યારે તેવા લોકો ઈતિહાસ રચતા હોય છે. આપણાં ભારતમાં પણ આવોજ સમન્વય ધરાવતા કેટલાંક લોકો છે. જેમાંના બે હીરોની આજે અહીં વાત કરવી છે.

જીત ત્રિવેદી (ભાવનગર, ગુજરાત) ;૯મી મે, ૧૯૯૯ તેનો જન્મ દિવસ. ભાવનગરનો આ છોકરો છતી આંખે તેના પર બ્લાઈન્ડ ફોલ્ડ્સ બાંધી અવનવા કરતબો કરી દેખાડે છે. જે ચીજ વસ્તુકે ખેલ કદાચ આપણે ખુલ્લી આંખે પણ બખુબી નહીં કરી શકીએ તેજ વસ્તુ આ ગોડ ગીફ્ટેડ ચાઈલ્ડ પોતાની બંધ આંખે કરી દેખાડે છે. માત્ર સત્તર વર્ષનો આ છોકરો પોતાની આંખો બંધ કરી તેનાપર પતરાની બ્લાઈન્ડફોલ્ડ ચઢાવીલે છે અને ત્યાર બાદ પણ તેને ક્યાંકથી દેખાતુ હશે તેવી શંકા નહીં રહી જાય તેમાટે કાળી પટ્ટીઓ બાંધીલે છે. અને ત્યારબાદ શરૂ થાય છે જીત ત્રિવેદીના એકથીએક એસ્ટ્રાઓર્ડિનરી કારનામા. આ રીતે બંધ આંખે એક સાથે ત્રણ ત્રણ ચેસ બોર્ડ પર ચેસની રમત રમવી તો તેને માટે જાણે ડાબા હાથનો ખેલ છે.તે ન માત્ર તેની સામે મૂકાયેલા ત્રણે ચેસ બોર્ડના પ્યાદા ચલાવે છે બલ્કે તે સામેવાળાને ગેમમાં હરાવી પણ દે છે. એટલુંજ નહીં આજ રીતે બંધ આંખે તેની સામે રસ્તા પર આડાઅવળા ગમે એટલા ઓબ્સ્ટેકલ્સ મૂકવામાં આવે તેમ છતાં તે આસાનીથી સ્કૂટર ચલાવી દેખાડે છે. માત્ર સત્તર વર્ષના આ કિશોર જીત ત્રિવેદીએ આજ રીતે બંધ આંખે લેહ થી ખારદુંગ્લા પાસ (વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ, દરિયાઈ સપાટીથી લગભગ ૧૮૩૮૦ ફીટની ઊંચાઈ) સુધી ૪૦ કીલોમીટર જેટલું સ્કૂટર ચલાવી એકઅનોખો વિક્રમ સર્જ્યો છે. જીત કહે છે કે તેની આંખે પટ્ટીઓ બંધાઈજતી હોવા છતાં જાણે તેને કોઈ ફર્ક પડતો નથી અને તેની બીજી ઈન્દ્રિયો એટલી સજાગ છે કે તેની સામે આવતી વસ્તુઓ કે ગંધ મહેસૂસ કરવા માટે તેને આંખોની જરૂરિયાત વર્તાતી નથી.

હરપ્રીત દેવ (ભટીંડા, પંજાબ) ;આવો જ બીજો એક યુનિક હીરો છે પંજાબનો હરપ્રીત દેવ. છેલ્લાં અગિયાર વર્ષથી રિવર્સમાં જ પોતાની કાર ચલાવતો હરપ્રીત દેવ એક એવો હીરો છે જેને પોતાની આ આજીબ ટેલેન્ટની જાણ એક સમયે આવી પડેલી મુશ્કેલી દ્વારા થઈ હતી. ૩૦ વર્ષનો આ યુવાન ડ્રાઈવર કહે છે કે હવે તેને પોતાના સીધા ડ્રાઈવિંગ પર ભરોસોજ નથી રહ્યો. કદાચ તે ફોર્વડ ડ્રાઈવિંગ કરવાજાય તો અકસ્માત કરી બેસે તેમ બને.

૨૦૦૩માં એક રાતે હરપ્રીત જ્યારે પોતાની ફિયાટ પદ્‍મિની કાર લઈને જઈ રહ્યા હતાં ત્યારે અધવચ્ચે તેમની કાર ખોટકાઈ પડી. તેમની કારનું માત્ર રિવર્સ ગીઅર જ કામ કરતું હતું. હરપ્રીતે ત્યાં આજુ-બાજુમાં કોઈક કાર મિકેનીક મળીજાય તે માટેનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ મદદ નહીં મળતા તેમણે છેક ભટીંડા સુધી પોતાની કાર રિવર્સ ગીઅરમાં જ હંકારી મૂકી. બસ તે દિવસથી હરપ્રીતને રિવર્સમાં કાર ડ્રાઈવ કરવાની એવી ફાવટ આવી ગઈ કે તેમણે RTO ડિપાર્ટમેન્ટ પાસે એક સ્પેશ્યલ લાયસન્સ લીધું છે. જે અનુસાર હરપ્રીત ઉત્તર ભારતના કોઈ પણ શહેરમાં રિવર્સ ડ્રાઈવિંગ કરી શકે છે.આજે હરપ્રીત રિવર્સ કાર ડ્રાઈવિંગ શીખવવાની મોટર ટ્રેનિંગ સ્કૂલ ચલાવે છે. તેમના આ ટ્રેનિંગ સેન્ટરનું નામ છે ગુરુનામ મોટર્સ. હરપ્રીતને તેમની આ અવનવી કાબેલિયત પર એટલો વિશ્વાસ છે કે, તેમણે પોતાની કારમાં પણ તેજ રીતના ટેકનિકલ ફેરફાર કરાવ્યા છે.

જેમ નોર્મલ કાર્સમાં ૧ થી ૫ ફોર્વડ ગીઅર્સ અને ૧ રિવર્સ ગીઅર હોય છે પરંતુ હરપ્રીતે પોતાની કારમાં તેથી ઉલ્ટું એટલે કે, ૧ થી ૫ રિવર્સ ગીઅર અને એક ફોર્વડ ગીઅર નખાવ્યુ છે.

લેખક : આશુતોષ દેસાઈ

દરરોજ આવા જાણ્યાઅજાણ્યા લોકોની માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી