આ શહેરમાં નોકરી સાથે ફ્રીમાં રહેવાની પણ મળે છે ઓફર, કારણ જાણીને લાગશે નવાઈ

સ્પેન દેશના એક શહેરમાં નોકરી મળવાની સાથે સાથે મફતમાં રહેવાની પણ ઓફર કરાઈ રહી છે. અસલમાં સ્પેનના આ શહેરની વસ્તી ઓછી થઈ રહી છે એટલા માટે સ્થાનિક પ્રશાસન તંત્ર દ્વારા લોકોને અહીં આવીને વસવાટ કરવા બદલ આ અંખી યોજનાનો લાભ આપવાનો નિર્ણય કરાયો છે. આ યોજના મુજબ લોકોને નોકરી અને મફતમાં રહેવાની સુવિધા આપવાની ઓફર કરવામાં આવી છે. અને અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકોએ અરજીઓ પણ કરી નાખી છે.

લોકોને આકર્ષિત કરવા માટે જાહેર કરાઈ યોજના

image soucre

મિરરના અહેવાલ મુજબ સ્પેનની રાજધાની .મેડ્રિડના પૂર્વમાં આવેલ ગ્રીગોસ ના Paladar de Aragón શહેરનું સ્થાનિક પ્રશાસન તંત્ર ઓછી થઈ રહેલી વસ્તીના કારણે ચિંતિત છે. હાલના સમયમાં Paladar de Aragón માં ફક્ત 138 લોકો જ રહે છે. એક સમય હતો જ્યારે આ શહેર પણ અન્ય શહેરોની જેમ હર્યુભર્યું હતું પરંતુ ધીમે ધીમે લોકો અહીંથી નીકળીને અન્ય મોટા શહેરો તરફ જવા લાગ્યા. હવે અહીંનું સ્થાનિક પ્રશાસન તંત્ર એવું ઈચ્છે છે કે પરિસ્થિતિ ફરીથી પહેલા જેવી થઈ જાય અને આ માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટેની યોજનાઓ બનાવવામાં આવી રહી છે.

માત્ર આવી ફેમિલીને જ આપવામાં આવશે લાભ

image source

સ્થાનિક પ્રશાસન તંત્ર તરફથી આ વિષયમાં એક જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં જણાવ્યા અનુસાર Paladar de Aragón માં વસવા માટે ઇચ્છુક ઉમેદવાર માટે નોકરીની સાથે સાથે મફત રહેવાની પણ સુવિધા કરી આપવામાં આવશે. જો મફત રહેવાની આ સુવિધા જીવનભર માટે નહીં પરંતુ શરૂઆતના ત્રણ મહિનાઓ માટે જ છે ત્યારબાદ ભાડા પર મકાન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે એ ભાડું પણ બહુ ઓછું હશે. સાથે જ એ કે આ યોજનાનો લાભ ફક્ત એ પરિવારોને જ આપવામાં આવશે જે પરિવારમાં બાળકો હોય અને તેના વાલી તે બાળકોને લોકલ સ્કૂલમાં ભણાવવા રાજી હોય.

લોકલ સ્કૂલમાં માત્ર 9 બાળકો

image soucre

Paladar de Aragón શહેરની લોકલ સ્કૂલમાં હાલ ફક્ત 9 બાળકો જ અભ્યાસ કરી રહ્યા છે. ડેપ્યુટી મેયર અર્નેસ્ટો અગસ્તી એવું ઈચ્છે છે કે સ્કૂલમાં અભ્યાસ કરવા પૂરતા બાળકો હોય જેથી ભવિષ્યમાં સ્કૂલ બંધ કરવાનો વારો ન આવે. મેયર અર્નેસ્ટો અગસ્તીએ જણાવ્યું કે સ્પેનમાં અરજી મળવાની અપેક્ષા હતી પરંતુ આખા લેટિન, અમેરિકા, ક્રોએશિયા અને રોમાનિયાના લોકોએ પણ Paladar de Aragón શહેરમાં વસવાટ કરવા રસ દાખવ્યો છે.

ઇટાલીમાં પણ મળી હતી આવી ઓફર

image soucre

ડેપ્યુટી મેયરે જણાવ્યું કે અત્યાર સુધીમાં અંદાજે 3000 લોકોએ Paladar de Aragón શહેરમાં વસવાટ કરવા અરજી કરી છે. શહેરની હોસ્ટેલને રીપેરીંગ કરવાના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે જેથી અરજી કરનાર લોકોને આ શહેરમાં આવીને કોઈ મુશ્કેલી ન પડે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની એક યોજના આ વર્ષની શરૂઆતમાં ઇટાલીના Sicilian Town ના સ્થાનિક પ્રશાસને રજૂ કરી હતી. આ યોજના અંતર્ગત 900 જેટલા ખાલી થયેલ મકાનો ફક્ત 1 – 1 યુરોમાં આપવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong